2 વાગે આખા દેશની સામે કહ્યું કે નિવૃત્તિની અફવાઓ વચ્ચે ધોનીએ આપ્યા સારા સમાચાર

Sports
Sports

એમએસ ધોનીએ શનિવારના દિવસે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, તે રવિવારે બપોરે 2 વાગ્યે બધા સાથે એક સારા સમાચાર શેર કરશે.
Indian Cricket Team : એમએસ ધોની (Ms Dhoni)એ રવિવારે મોટા સમાચાર આપ્યા છે. શનિવારે ધોનીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેરાત કરી હતી કે તે રવિવારે બપોરે 2 વાગ્યે બધા સાથે એક સમાચાર શેર કરવા જઈ રહ્યો છે. તેની જાહેરાત બાદથી એવી અટકળો ચાલી રહી હતી કે તે કદાચ આઈપીએલ (IPL)માંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી શકે છે, પરંતુ રવિવારે તે નિયત સમયે દેશની સામે આવ્યો હતો અને તેણે સ્પષ્ટ કર્યું હતું કે આ સમાચાર તેની નિવૃત્તિના નથી.
આ સમાચાર એક બિસ્કિટના લોન્ચિંગના હતા, જેને તેણે 2011 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત સાથે જોડીને લોન્ચ કર્યું હતું. ધોનીએ દેશમાં એક બિસ્કીટ ફરીથી લોન્ચ કર્યું અને તેને વર્લ્ડ કપ સાથે જોડી દીધું. પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું કે, ભારતે 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો. તે સમયે આ બિસ્કિટ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર આ બિસ્કિટ દેશમાં લોન્ચ થઈ રહ્યા છે અને આ વર્ષે બીજોવર્લ્ડ કપ છે. આ કનેક્શન સ્પષ્ટ થયું છે. જો કે દિગ્ગજ કેપ્ટનની જાહેરાત બાદ કેટલાક ચાહકો ગુસ્સે પણ થયા હતા. કેટલાક યૂઝર્સનું કહેવું છે કે ધોનીએ અપેક્ષાઓ પૂર્ણ ન કરી. ચાહકોનું કહેવું છે કે, તેમને લાગ્યું કે કંઈક ખાસ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.