આઇપીએલમાં ૧૦ ટીમો ભાગ લેશેઃ મે મહિનામાં હરાજી થશે

Sports
Sports

મુંબઇ,
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ૨૦૨૨થી ૧૦ ટીમો ભાગ લેશે, જેના માટે ભારતીય ક્રિકેટ બોર્ડએ આવતા સત્ર (૨૦૨૧)ના છેલ્લા તબક્કા દરમિયાન મે મહિનામાં હરાજી કરવાનો ર્નિણય લીધો છે. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ સહિત બીસીસીઆઇના ટોચના અધિકારીઓએ વર્ષની શરૂઆતમાં આઈપીએલ સંચાલન સમિતિ દ્વારા એપ્રુવ્ડ વિવિધ નીતિગત ર્નિણયો પર વિચાર માટે શનિવારે એક બેઠક યોજી હતી.
બીસીસીઆઇના એક અધિકારીએ નામ ન આપવાની શર્તે એક ન્યૂઝ એજેન્સીને કહ્યું, આવતા વર્ષે આઈપીએલમાં ૧૦ ટીમો ભાગ લેશે અને આ વર્ષે મે મહિનામાં સુધીમાં હરાજીની પ્રક્રિયા અને તેની સાથે જાેડાયેલી વિવિધ વસ્તુઓને આખરી ઓપ આપી દેવામાં આવશે. તેમણે કહ્યું, એકવાર ટીમ નક્કી થઈ જશે તો તે પોતાનું ઓપરેશનલ વર્ક શરૂ કરી શકશે, જેમા ઘણો સમય લાગે છે.
તમને જણાવી દઈએ કે, વર્તામાન સત્રની શરૂઆત એપ્રિલથી થશે. આ વર્ષ પહેલી મેચ ચેન્નાઈમાં રમાશે જ્યાં ગયા વર્ષની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયંસ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે મુકાબલો થશો. દેશના ૬ અલગ અલગ શહેરમાં કુલ ૫૨ દિવસ સુધી મેચો રમાશે. આ દરમિયાન કુલ ૫૬ લીગ મેચ અને પ્લેઓફ-ફાઈનલની ચાર મેચ હશે. રસપ્રદ વાત એ છે કે, બધી ટીમો લીગ સ્ટેજની મેચ ફક્ત ચાર સ્થળો પર જ રમાશે.
આ વર્ષેની આઈપીએલમાં રાજસ્થાન, પંજાબ અને હૈદરાબાદમાં કોઈ મેચ રમાશે નહીં. બધી મેચ ફક્ત ૬ શહેરમાં જ રમાશે. મુંબઈ, કોલકાતા અને બેંગ્લલુરુ ૧૦-૧૦ મેચની યજમાની કરશે અને અમદાવાદ અને દિલ્હીમાં ૮-૮ મેચ રમાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.