સાયકલ રેસ જીતવા ફિનિશ લાઈન પહેલાં ખેલાડી ફેબિયો જાકોબસેન કોમામાં

Sports
Sports

ન્યુ દિલ્હી,
કોઈપણ સ્પર્ધાને જીતવા માટે ખેલાડીઓ નીતિ નિયમો બાજુમાં મૂકીને કોઈપણ હદે જઈ શકે છે. અને આવો જ એક કિસ્સો પોલેન્ડથી સામે આવ્યો છે. જેમાં ડેનમાર્કના ચેમ્પિયન સાયકલિસ્ટ ફેબિયો જાકોબસેન જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. તે ટૂર ડી પોલેન્ડની ફર્સ્ટ સ્ટેજ રેસમાં ફિનિશ લાઈન પાર કરતાં પહેલાં જ એક ભીષણ અકસ્માતનો શિકાર બની ગયો. તેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. હાલ તે કોમામાં છે. પોલેન્ડના કૈટાલિસ શહેરમાં આયોજિત આ સ્પર્ધામાં ફિનિશ લાઈન સુધી પહોંચતા પહેલાં જ સાયકલિસ્ટ ડાયલન ગ્રોએવેનગેને જાકોબસેનને ટક્કર મારી દીધી હતી.
અને આ કારણે જાકોબસેન દૂર સુધી ઘસડાયો હતો. ટક્કર એટલી જબરદસ્ત હતી કે, તેની સાયકલ હવામાં ઉછળીને દૂર સુધી પડી હતી. ડાયલન ગ્રોએવેનગેને ફક્ત રેસ જીતવા માટે ચેમ્પિયન ખેલાડીને મોતના મુખમાં ધકેલી દીધો છે. આ ઘટનામાં અન્ય અનેક સાયકલિસ્ટ પણ ઈજાગ્રસ્ત થયા છે. સૌથી વધારે ઈજાઓ જાકોબસેનને આવી છે. તેને એરલિફ્ટ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ટુર ડી પોલેન્ડની ડોક્ટરે જણાવ્યું કે, જાકોબસેનની હાલત ખુબ જ ગંભીર છે. તેની જાનને ખતરો છે. તેના માથામાં ગંભીર ઈજા પહોંચી છે. અને લોહી ખુબ જ વહી ગયું છે.
તે ખુબ જ સ્ટ્રોન્ગ છે અને આશા રાખીએ કે તે મોત સામેનો જંગ જીતી જાય. આ ઘટના બાદ યુનિયન સાયકલિસ્ટ ઈન્ટરનેશનલ દ્વારા ટૂર ડી પોલેન્ડની સ્ટેજ ૧ રેસમાં ડાયલન ગ્રોએવેનગેનની હરકતની નિંદા કરી છે. આ દુર્ઘટનામાં અડધા ડઝન કરતાં વધારે સાયકલિસ્ટ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને તાત્કાલિક અનુશાસન આયોગ પાસે મોકલી આપવામાં આવી છે. અને ગ્રોએવેનગેન સામે કાર્યવાહી કરલવાના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.