રોઝ ટેલરને કેપ્ટન પદેથી હટાવવાનો નિર્ણય સૌથી અઘરો હતોઃ કિવિ કોચ

Sports
Sports

વેલિંગ્ટન,
ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ માઈક હેસને કબૂલ્યું છે કે ૨૦૧૨માં રોઝ ટેલરને કેપ્ટનશિપમાંથી હટાવવો એ અમારા માટે સૌથી કપરો નિર્ણય હતો કેમ કે આ બાબતને અમે વધુ સારી રીતે નિયંત્રિત કરી શક્્યા હોત.જાેકે હેસનને આ સાથે આ નિર્ણય પર કોઈ અફસોસ પણ નથી. ટેલરે ૨૦૧૨માં તમામ પ્રકારના ક્રિકેટમાંથી સુકાનીપદ છોડી દીધું હતું. કારણ એવું હતું કે માઇક હેસને તેને મયાર્દિત ઓવરોની કપ્તાની બ્રેન્ડન મેક્કુલમને સોપવાનું હતું.
હેસને ‘સ્કાય સ્પોટ્‌ર્સ’ ના એક કાર્યક્રમમાં હતું કે, ‘આ સત્ય છે કે તે સમય મારા કોચિંગ કરિયરનો સૌથી અઘરો સમય હતો. હું તે કારણો વિશે વિચારું છું કે જેને કારણે હું કોચ છું અને ઘણીવાર હું પોતાને જ સવાલ કરું છું કે મેં સાચા કારણોથી આ નિર્ણય લીધો હતો કેમકે મને લાગે છે કે તેનાથી ટીમને જ ફાયદો થશે.’
૪૫ વર્ષીય કોચ હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ડિરેક્ટર છે. તેમણે સ્વીકાયુ હતું કે તે આખા ઘટનાક્રમને વધુ સારી રીતે સંભાળી શકતા હતા. તેમણે ઉમેયુ હતું કે તે ખરેખર ખરાબ તબક્કો હતો, મને મારા નિર્ણય અંગે અફસોસ નથી, પરંતુ પરિણામ અને જે રીતે લોકોએ તેનું અર્થઘટન કયુँ તે અંગે મને ચોક્કસ પસ્તાવો છે.’ તેમણે કે ટીમની અંદર જ કેટલાક લોકો છે જેઓ બંને તરફ પોતાનો ટેકો બતાવીને આગમાં ઘી ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.