બીસીસીઆઇ આઇપીએલને આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રમાડશે..!?

Sports
Sports

મુંબઇ,
ક્રિકેટ બોર્ડ આ વર્ષે આઈપીએલને અભરાઈ પર ચડાવી દઈને આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આઈપીએલ યોજવા વિચારી રહી છે. હાલમાં દુબઈમાં આઈપીએલ રમાડવાની યોજના છે તેના બદલે ઓસ્ટ્રેલિયામાં આઈપીએલ રમાડવા અંગે બોર્ડ વિચારી છે. આઈપીએલની મુખ્ય સ્પોન્સર વીવોને પણ આવતા વર્ષની શરૂઆતમાં આઈપીએલ યોજાય તે સામે વાંધો નથી અને એ વખતે સ્પોન્સરશિપ માટે પણ તે તૈયાર હોવાનું સૂત્રોનું કહેવું છે.
આઈપીએલની ૧૩મી સીઝન શરૂ થવાને હજુ ૪૬ દિવસ બાકી છે ત્યારે વિવો ટાઈટલ સ્પોન્સરમાંથી ખસી જતા ફ્રેન્ચાઈઝીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. જાેકે બીસીસીઆઈ સૂત્રોએ છે કે, સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય અને કોઈ નાણાંકીય સંકટ હશે તો પણ ગભરાવાની જરૂરત નથી.
નોંધનીય છે કે, વિવો ઇન્ડિયાનની હેન્ડસેટ મેકર વિવો કંપનીની સબસિડરી કંપની છે. વિવોએ ૨૦૧૮માં આઈપીએલની સ્પોન્સરશિપ ટાઈલના પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ માટે ૨૧૯૯ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. આ રકમ પહેલાની સ્પોન્સર કંપની પેપ્સીકો કરતાં ૪૫૪ ટકા વધારે હતી. આ રીતે બીસીસીઆને દરેક સીઝનમાં વિવો તરફથી ૪૪૦ કરોડ રૂપિયાની આવક થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.