કોરોના કાળમાં આજે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટેસ્ટ

Sports
Sports

માન્ચેસ્ટર,
કોરોનાવાયરસ વચ્ચે ઇંગ્લેન્ડ તેની બીજી અને પાકિસ્તાન પોતાની પ્રથમ ટેસ્ટ સીરિઝ રમવા જઈ છે. બંને ટીમો વચ્ચે ૩ ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ આવતીકાલે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે. ઇંગ્લેન્ડ ૧૦ વર્ષથી પાકિસ્તાન સામે સીરિઝ જીત્યું નથી, જ્યારે તે ઘરઆંગણે ૬ વર્ષથી કોઈ સીરિઝ હાર્યું નથી. તેવામાં ઇંગ્લિશ ટીમ પાસે રેકોર્ડ સુધારવાની તક છે. છેલ્લે ઇંગ્લેન્ડની ટીમે જુલાઈ ૨૦૧૦માં પાકિસ્તાન સામે ૩-૧થી હોમ ટેસ્ટ સીરિઝ જીતી હતી. ત્યારબાદ, ૧૦ વર્ષમાં બંને વચ્ચે ૪ ટેસ્ટ શ્રેણી રમવામાં આવી છે. તેમાંથી પાકિસ્તાને ૨૦૧૨ અને ૨૦૧૫ માં બે સીરિઝ જીતી હતી, જે યુએઈમાં યોજાઇ હતી.
જ્યારે ઇંગ્લેન્ડમાં વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮માં બે ટેસ્ટ શ્રેણી ડ્રો રહી હતી. કોરોના મહામારી વચ્ચે ૧૧૭ દિવસ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી ૮ જુલાઈએ ઇંગ્લેન્ડથી થઈ હતી. ઇંગ્લેન્ડે આ મહિને જ વેસ્ટ ઇન્ડીઝને ૨-૧થી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડ બોર્ડે આ ટીમ જ યથાવત રાખી છે. બ્રોડે વિન્ડિઝ સામે ૪ ઇનિંગ્સમાં ૧૬ વિકેટ લઈને ટેસ્ટ કરિયરમાં ૫૦૦ વિકેટ પૂરી કરી હતી. ઇંગ્લેન્ડ ઘરઆંગણે ૧૨માંથી ૮ સીરિઝ જીત્યું છે. ઇંગ્લેન્ડ પોતાના ઘરઆંગણે ૬ વર્ષથી કોઈ સીરિઝ હાર્યું નથી. આ દરમિયાન ઇંગ્લેન્ડે ૧૨માંથી ૮ બાઇલેટરલ સીરિઝ જીતી છે, જ્યારે બાકીની ૪ ડ્રો રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.