કુરબાનીવાળા નિવેદનને લઈ ઈન્સ્ટાગ્રામ પર ટ્રોલ થઇ હસીન જહાં

Sports
Sports

ન્યુ દિલ્હી,
ભારતીય ક્રિકેટ ટીમનાં ફાસ્ટ બોલક મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અવારનવાર ચર્ચામાં આવતી હોય છે. ઈદ પર કુરબાનીને લઈ હસીન જહાંએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જે બાદ લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા હતા. જાે કે, હસીન જહાંએ પણ ટ્રોલ કરનાર લોકોની મજા લીધી હતી. પણ કેટલાય ટ્રોલ્સે હસીન જહાંને રેપની પણ ધમકી આપી હતી.
રેપની ધમકી સાથે કેટલાય લોકોએ હસીન જહાંની જવાબ આપવાની રીતનાં વખાણ પણ કર્યા હતા. એક યુઝરે કોમેન્ટ કરી કે, કુછ તો લોગ કહેંગે લોકો કા કામ હૈ કેહના. લોગો કો કહને દો આગ લગે બસ્તી મેં, મસ્ત રહો મસ્તી મે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, એક સારી પત્ની બનવાની કોશિશો કરો, તમારો પતિ જેવો પણ છે અલ્લાહ પાસે નમાજ કે દુઆ કરીને માંગો, અહીં સોશિયલ મીડિયા કે દુનિયામાં ચીસો પાડવાથી કોઈ ફાયદો નથી.
તો અન્ય એક યુઝરે લખ્યું કે, જે સ્ત્રી પોતાના આદમી ન થઈ શકી, તે ઈસ્લામ અંગે કોમેન્ટ કરી રહી છે. પહેલાં પોતાના ઘરમાં જુઓ. અન્ય એક ટ્રોલ્સે લખ્યું કે, મેડમ આ રીતે ફેમસ થવાના ચક્કરમાં બરબાદ થઈ જશો. એક યુવાને ધમકી આફતાં લખ્યું કે, તારો રેપ કરી દઈશ જ્યાં પણ મળીશ ત્યાં તારો ગેંગરેપ કરીશ.
હસીન જહાંએ પોસ્ટમાં લખ્યું હતું કે, કુરબાનીની શું મુબારકબાદ હોય, મને સમજ આવતું નથી. આ ઈદ ઉલ અજહામાં જાનવરોની કતલ કરવામાં આવે છે. તેમ છતાં તમે મુબારકબાદ આપો છો. અલ્લાહ આપણી કુરબાની કબૂલ કરેપ આપણા ગુનાઓને કતલ કરવાની તૌફીક આપેપ આમીન. જે બાદ આગળ જતાં તેણે લખ્યું કે, હવે ગલીના ગંદા પ. લોકો આવશે અને મને શીખ આપશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.