ઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન

Sports
Sports

વેલિંગ્ટન,
ઓલરાઉન્ડર સોફી ડિવાઇન ને ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. તે એમી સટરવેટની જગ્યા લેશે જે માતૃત્વ અવકાશમાંથી પરત ફયાર્ બાદ વાઇસ કેપ્ટનની જવબદારી નિભાવશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટએ અખબારી યાદીમાં જણાવ્યું, સોફી ડિવાઇન વ્હાઇટ ફન્ર્સ (ન્યૂઝીલેન્ડ મહિલા ટીમ)ની કેપ્ટન હશે, જ્યારે એમી સટરવેટ માતૃત્વ રજામાંથી પરત ફયાર્ બાદ વાઇસ કેપ્ટનની જવાબદારી નિભાવશે.
ડિવાઇનને પાછલી સીઝનમાં કાર્યકારી કેપ્ટન તરીકે ન્યૂઝીલેન્ડ મહિલા ટીમની જવાબદારી આપવામાં આવી હતી. કેપ્ટન તરીકે તેના શાનદાર પ્રદર્શનથી તેને નિયમિત કેપ્ટન બનાવી દેવામાં આવી છે. આ ૩૦ વર્ષીય ખેલાડીએ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ માટે ૧૦૫ વનડે અને ૯૧ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે બંન્ને ફોમેર્ટમાં ૪૯૫૪ રન બનાવવા સિવાય ૧૫૮ વિકેટ પણ ઝડપી છે.
ડિવાઇને, વ્હાઇટ ફન્ર્સની આગેવાની મળવી મોટુ સન્માન છે. મેં પાછલી સીઝનમાં કેપ્ટનના રૂપમાં મારી ભૂમિકાનો આનંદ ઉઠાવ્યો હતો. ઘણીવાર પરિણામના સ્વરૂપે તે પડકારજનક પરંતુ મને લાગે છે કે અમે એક ટીમના રૂપમાં સાચી દિશામાં આગળ વધી રહ્યાં છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.