એક પોઝિટિવ કેસ આખી ટીમને બરબાદ કરી નાંખશેઃ નેસ વાડિયા

Sports
Sports

મુંબઇ,
ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝ કિંગ્સ ઇલેવન પંજાબના સહ-માલિક (કો-ઓનર) નેસ વાડિયાએ કે, હાલમાં લીગ દરમિયાન કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ સામે ન આવે તેનું ધ્યાન રાખવું જાેઈએ. કારણકે એક કેસ પણ પોઝિટિવ આવશે તો તે આખી લીગને બરબાદ કરી નાખશે. તેમણે કે, કોરોના સંક્રમણ પર રોક લગાવવા BCCની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું બધા સરખી રીતે પાલન કરે તે જરૂરી છે.
ટૂર્નામેન્ટની તૈયારીઓ અને ગાઇડલાઇન્સ સંદર્ભે BCC અને ટીમ માલિકોની એક દિવસ પહેલા બેઠક થઈ હતી. વાડિયા પણ આમાં સામેલ હતા. બાદમાં જ્યારે તેમને ચીની મોબાઇલ કંપની વીવોને IPL સ્પોન્સરશિપમાંથી હટાવવા સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કે આ અંગે ઘણી અટકળો થઈ રહી છે.
તે ખરેખર સમજણની બહાર છે. અમને બધા ટીમ માલિકોને જ ખબર છે કે આ વખતે IPL થઈ રહી છે. અમે ફક્ત ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને બાકીના સ્ટેકહોલ્ડર્સની સલામતી વિશે વિચારી રહ્યા છીએ. વીવો અંગે BCC નો ર્નિણય કેવો છે તે અંગે હું કહી શકતો નથી, પરંતુ એટલું જરૂર કહીશ કે જરૂર પડે તો બીજી કંપનીઓ વીવોને રિપ્લેસ કરી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.