ઇંગ્લેંડથી સ્વદેશ પરત ફરતા શ્રીલંકન ક્રિકેટ ટીમના વિમાનમાં ઇંધણ ખૂટ્યુ, ભારતમાં લેન્ડીંગ

Sports
Sports

ન્યુ દિલ્હી,
ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટી૨૦ અને વન ડે શ્રેણી રમાઇ હતી. જે બંને શ્રેણીમાં શ્રીલંકાને હાર મળી હતી. ત્યારબાદ હવે શ્રીલંકન ટીમ સ્વદેશ પરત ફરી છે. ઇંગ્લેંન્ડથી પરત ફરવા દરમ્યાન ટીમના વિમાનનું ઇંધણ ખતમ થવાને લઇને આકાશમાં મુસીબત સર્જાઇ હતી. પરંતુ ભારતમાં વિમાનનું ઇમર્જન્સી ઉતરાણ કરવામાં આવ્યું હતું. જ્યાં ઇંધણ ભર્યા બાદ ટીમ શ્રીલંકાને લઇને વિમાન સ્વદેશ તરફ આગળ વધી શક્યુ હતું.
શ્રીલંકન ટીમના ખેલાડીઓને લઇને લંડનથી કોલંબો માટે ટીમના વિમાને ઉડાન ભર્યુ હતું. જે વિમાનનું ઇંધણ ખતમ થઇ ગયુ હતું. જેને લઇ આકાશમાં ઉડી રહેલા વિમાનમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. કારણ કે મોટાભાગની હવાઇ મુસાફરી દરિયા પર ખેડી હતી. આ દરમ્યાન ભારતીય સરહદ નજીકથી પસાર થતા શ્રીલંકન ટીમના વિમાને ભારતમાં ઇમર્જન્સી લેન્ડીંગ માટે મેસેજ કર્યો હતો.
વિમાનને કેરળના તિરુવનંતપુરમના આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડીંગ કરવામાં આવ્યુ હતું. જ્યાં વિમાનનું ઇંધણ ભરવામાં આવ્યુ હતું. મીડિયા રીપોર્ટ મુજબ શ્રીલંકાના હેડ કોચ મિકી આર્થર એ કહ્યુ હતું કે, અમારા વિમાનને ભારતમાં લેન્ડીંગ કરવું પડ્યું હતું. કારણ કે વિમાનનું ઇંધણ ખતમ થઇ ગયું હતું.
તેમને કહ્યું, જ્યારે અમારુ વિમાન ભારતમાં ઉતર્યુ હતું, ત્યારે મે મારો મોબાઇલ જાેયો હતો. જે દરમ્યાન ઇંગ્લેંન્ડના ઓરેશન મેનેજર વેન બેંટલીનો મેસેજ આવ્યો હતો. જેમણે મને વિમાનમાં ઇંધણ ખતમ થયુ હોવાની જાણકારી આપી હતી. જે પરિસ્થિતિ આખીય ટીમ માટે તણાવપૂર્ણ રહી હતી. જાેકે હવે શ્રીલંકન ટીમ સ્વદેશ પરત પહોંચી ચુકી છે અને તમામ ખેલાડીઓને હોટલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.