સચિન રમતો હોય ત્યારે તેની સ્લેજિંગ કરવાની કોઈ હિમત ન કરી શકે

Sports
Sports 29

નવી દિલ્હી,
સચિન તેંડુલકર વિશ્વનો મહાન બેટ્‌સમેન છે એટલું જ નહી પરંતુ એક વ્યક્ત તરીકે પણ તે ઘણો આદરપાત્ર છે. વિશ્વના તમામ વર્તમાન કે ભૂતપૂર્વ ક્રિકેટર જ નહીં પરંતુ અમ્પાયર્સ પણ હંમેશાં સચિન તેંડુલકરનો આદર કરતા આવ્યા છે. ક્રિકેટના મેદાનની વાત કરીએ તો સચિનનું વ્યક્તત્વ જ એવું હતું કે તે બેટિંગ કરતો હોય ત્યારે તેને છંછેડવાની કોઈ હિંમત કરતું ન હતું કેમ કે હરીફોને ખબર હતી કે આમ કર્યા બાદ આખરે તો તેમની ટીમને જ નુકસાન જવાનું હતું કેમ કે સચિનને પરેશાન કર્યો હોય તો તે તેની બેટિંગ દ્વારા બદલો લઈને હરીફ ટીમને એકલા હાથે પરાસ્ત કરવાની ક્ષમતા ધરાવતો હતો. પાકિસ્તાનના ક્રિકેટર અને મિડલ ઓર્ડર બેટ્‌સમેન બાસીત અલીએ પણ આવી જ વાત કરી છે. તેણે જણાવ્યું હતું કે સચિન તેંડુલકર પાકિસ્તાન સામે રમતો હોય ત્યારે કોઈ ખેલાડીની હિંમત ન હતી કે તેને સ્લેજિંગ કરે. તેની સામે સ્લેજિંગ કરવું તે જાખમકારક બની શકે તેમ હતું. બાસીતે એમ પણ જણાવ્યું હતું કે સચિનની બોલિંગ ક્ષમતા જાયા બાદ એમ કહી શકાય નહીં કે તે કામચલાઉ બોલર હતો. તે એવી રીતે બોલિંગ કરતો હતો કે તેને પાર્ટ ટાઇમ બોલર કહી શકાય જ નહીં. બાસીત અલી શોમાં તેણે ભારતીય ક્રિકેટરો સામે થતી સ્પર્ધાઓનો ઉલ્લેખ કર્યો હતો. સૌથી વધુ સ્લેજિંગ કરનારા વિકેટકીપરમાં તેણે ભારતના નયન મોંગિયાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કÌšં કે મોંગિયા વિકેટ પાછળ એવુ બોલતો હતો જે અહીં બોલી શકાય તેમ નથી. નયન મોંગિયા અંડર-૧૯ ટીમ સાથે પાકિસ્તાન આવ્યો ત્યારે નરમ હતો પરંતુ પાછળથી તે તોફાની બની ગયો હતો. તેણે કે અજય જાડેજા પણ સ્લેજિંગ કરતો હતો જ્યારે નવજાતસિંઘ સિધૂ અને વિનોદ કાંબલીને પાકિસ્તાની ખેલાડીઓ હંમેશાં નિશાન પર રાખતા હતા.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.