લોકડાઉનના કારણે ટીમ ઈન્ડયાની જર્સીમાં થઈ શકે છે ફેરફાર

Sports
Sports 31

નવી દિલ્હી,
ભારત અને ચીન વચ્ચે એલએસી પર તણાવ વધ્યો છે જેના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ઈન્ડયન પ્રીમિયર લીગ (આઈપીએલ) અને વીવો કરારનું રિવ્યુ કરવા માટે મજબૂર છે તો બીજી તરફ વધુ એક કરાર સામે ખતરો જાવા મળી રહ્યો છે. આ કરાર છે નાઈકીની. ટીમ ઈન્ડયાની જર્સી પર નાઈકનો લોગો છે પરંતુ કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે આ લોકો ૧૪ વર્ષ બાદ જર્સીથી હટી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમ જલદીથી જર્સી પાર્ટનરને અલવિદા કહી શકે છે.
આ બંને વચ્ચે કોન્ટ્રાક્ટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને વચ્ચેનો વર્તમાન કરાર સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે જ્યારે નાઈકી ઈચ્છે છે કે બીસીસીઆઈ કરારને આગળ વધારે કેમ કે લોકડાઉનના કારણે ટુર્નામેન્ટો રદ થઈ છે જેના કારણે તેને નુકસાન થયું છે. આ નુકસાન કોરોના વાયરસના કારણે તેના બિઝનેસને પણ થયું છે. ઉલ્લેખનીય છે કે નાઈકીએ ૪ વર્ષના કરાર માટે ૩૭૦ કરોડ રૂપિયા આપ્યા હતા જેમાંથી ૮૫ લાખ પ્રતિ મેચ ફી હતી અને સાથે જ ૧૨-૧૫ કરોડની રોયલ્ટી પણ સામેલ હતી. લોકડાઉન દરમિયાન ટીમ ઈન્ડયાની ૧૨ મેચ રદ થઈ છે જેમાં સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પણ સામેલ હતી. બીજી તરફ તેનો શ્રીલંકા અને ઝિમ્બાબ્વે પ્રવાસ પણ રદ થઈ ગયો છે. નાઈકી કંપની કરાર મુજબ ભારતીય ટીમને શૂઝ, જર્સી અને અન્ય સામાન મફતમાં આપે છે.
આ કરાર ૨૦૦૬મા પ્રથમ વખત થયો હતો. ત્યારબાદ આ કરાર યથાવત છે, પરંતુ આ કરાર હવે તૂટવાના આરે પહોંચી ગયો છે. એક અધિકારીએ છે કે બીસીસીઆઈને જાણતા મને શંકા છે કે આ કરારમાં કોઈ છૂટ આપવામાં સહમત થશે. માનવામાં આવી છે કે બીસીસીઆઈ જલદીથી તેના માટે એક ટેન્ડર જારી કરી શકે છે. જાકે, કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે બીસીસીઆઈએ માર્કેટની મજબૂરી સમજવી જાઈએ અને નાઈકીને કરારમાં રાહત આપવી જાઈએ.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.