બાંગ્લાદેશ અને પાકિસ્તાનનાં ૩-૩ ક્રિકેટર્સ કોરોના સંક્રમિત થતા ફફડાટ

Sports
Sports 26

ઢાકા,
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન મશરફે મુર્તઝા અને બે અન્ય ખેલાડીઓ નઝમુલ ઇસ્લામ અને નફીસ ઇકબાલ ના કોવિડ ૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાદ શાહિદ આફ્રીદી બાદ કોરોના વાયરસની ઝપટે ચડી ગયા હતા. ગત્ત થોડા દિવસોથી આ ક્રિકેટર બિમાર હતા. શુક્રવારે તેનો કોવિડ રિપોર્ટ કરવમાં આવ્યો હતો, તેમાં તે કોરોના પોઝિટિવ આવ્યા હતા. હાલ તમામ ક્રિકેટર પોતાનાં ઘરમાં કવોરન્ટન છે. બાંગ્લાદેશ માટે ૩૬ ટેસ્ટ, ૨૨૦ વનડે અને ૫૪ ટી ૨૦ મેચ રમનારા મુર્તઝાએ પોતાનાં ફેસબુક પેજ પર લખ્યું કે, આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
તમામ લોકો હું ઝડપથી સાજા થઉ તે માટે દુઆ કરો. તેણે કે, હવે સંક્રમિતોનો આંકડો ૧ લાખને પાર પહોંચી ચુક્્યો છે. આપણે ખુબ જ તકેદારી રાખવી પડશે. ઘરોમાં રહો અને જરૂર હોય તો જ બહાર નિકળો. હું ઘરમાં પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છું. આપણે ગભરાવાની જરૂર નથી તેના બદલે આ બિમારી મુદ્દે જાગૃતિ લાવવાની જરૂર છે. સ્થાનિક મીડિયા અનુસાર મુર્તઝાનાં પરિવારનાં કેટલાક સ્યો આ બીમારીથી સંક્રમિત આવ્યા હતા. મુર્તજા સંસદનાં સભ્ય છે અને તેનેમહામારી દરમિયાન રાહત અભિયાન ચલાવી રહ્યા હતા. મુર્તજા ઉપરાંત વનડે કેપ્ટન તમીમ ઇકબાલનાં મોટા ભાઇ અને બાંગ્લાદેશ અને પૂર્વ ક્રિકેટર નફીસ ઇકબાલ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત ડાબેરી સ્પીનર ઇસ્લામનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જે પોતાનાં શહેર નારાયણગંજમાં રાહત કાર્ય કરતો હતો. નફીસ ઇકબાલે ૨૦૦૩માં બાંગ્લાદેશ માટે ડેબ્યું કર્યું હતું અને પરંતુ ૨૦૦૬ બાદ રાષ્ટય ટીમની બહાર થઇ ગયો હતો. નફીસે પોતે પૃÂષ્ટ કરી છે કે તે કોરોના પોઝિટિવ છે. ૪૬ વર્ષીય આ ખેલાડીએ બાંગ્લાદેશ માટે ૧૧ ટેસ્ટ, ૧૬ વનડે રમી હતી. ગત્ત મહિને બાંગ્લાદેશનાં ડેવલપમેન્ટ કોચ અને પૂર્વ પ્રથમ શ્રેણી ક્રિકેટર અશફિકુર રહેમાન કોવીડ ૧૯ પોઝિટિવ આવ્યો હતો. પાકિસ્તાનનાં ક્રિકેટર શાહીદ આફ્રિદી, તૌફિક ઉમર અને જફ સરફરાઝ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.