પૂર્વ ક્રિકેટર રોબિન સિંહને લાકડાઉનના નિયમોનો ભંગને લઇ ફટકારાયો ૫૦૦ રૂપિયા દંડ

Sports
Sports 30

નવી દિલ્હી,
ભારતનાં પૂર્વ ક્રિકેટર રોબિન સિંહ પર લાકડાઉન નિયમોનો કથિત ભંગ કરવાના મામલે ૫૦૦ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમની કારને જબ્ત કરવામાં આવી છે. તમિલનાડુનાં આ પૂર્વ ક્રિકેટર કાર લઇને શાકભાજી લેવા ગયા હતા અને તેમને પોલીસે પકડી લીધી. પોલીસનાં સૂત્રોએ જણાવ્યું કે તેમના પર ૫૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.
કોરોના વાયરસ મહામારીનાં કારણે ચેન્નઈ અને આસપાસનાં ત્રણ જિલ્લામાં સખ્ત લાકડાઉન ૩૦ જૂન સુધી વધારી દેવામાં આવ્યું છે. આ અંતર્ગત લોકો જરૂરી કામ માટે જ ઘરની આસપાસ બે કિમીની અંદર સુધી જઇ શકે છે અને વાહનનો ઉપયોગ ના કરી શકે. ઉલ્લેખનીય છે કે રાબિન સિંહ ભારત માટે લિમિટેડ ફાર્મેટનાં બેસ્ટ આૅલરાઉન્ડર્સમાંથી એક રહ્યા છે.
તેમની બેટિંગ અને ખાસ કરીને ફીલ્ડંગ પણ કમાલની હતી. રાબિન સિંહ ભારત માટે ૧૩૬ વન ડે અને ૧ ટેસ્ટ મેચ રમ્યા છે. રાબિન સિંહનો જન્મ ત્રિનિદાદમાં થયો હતો. ફક્ત ૧૯ વર્ષની ઉંમરે તેઓ ચેન્નઈ આવી ગયા હતા અને યૂનિવર્સિટી આૅફ મદ્રાસથી અર્થશાસ્ત્રમાં માસ્ટર્સની ડિગ્રી લીધી. આ દરમિયાન તેમણે ક્રિકેટ પણ રમી અને તેઓ તમિલનાડુ તરફથી ૧૯૮૫-૮૬માં પહેલીવાર રણજી રમ્યા. ઉલ્લેખનીય છે કે રાબિન સિંહ ચેન્નઈમાં પોતાની પત્ની સુજાતા અને દીકરા ધનંજય સાથે રહે છે. રાબિન સિંહની ચેન્નઈમાં ક્રિકેટ એકેડમી પણ છે. તેમણે ભારત માટે ૧૩૬ વનડેમાં ૨૩૩૬ રન બનાવ્યા અને એક સદી તેમજ ૯ અડધી સદી ફટકારી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.