પાકિસ્તાનનું ઇંગ્લેન્ડમાં જીતવું બહુ અઘરું, દર્શકો વિના ક્રિકેટ મૂંગુ અને બહેરુંઃ સઈદ અજમલ

Sports
Sports 24

નવી દિલ્હી,
પાકિસ્તાનની ટીમ ઇંગ્લેન્ડમાં ત્રણ ટેસ્ટ અને ત્રણ T‌-૨૦ની સીરિઝ માટે પહોંચી ગઈ છે. પ્રથમ ટેસ્ટ ૩૦ જુલાઈથી લોડ્‌ર્સ ખાતે રમાશે. દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓફ સ્પનર ??સઈદ અજમલે છે કે, ઇંગ્લેન્ડમાં પાકિસ્તાનનું જીતવું બહુ અઘરું છે. અજમલે – પાકિસ્તાનનું બોલિંગ એટેક એકદમ નવું છે. જ્યારે ઇંગ્લેંડ પાસે અનુભવી ખેલાડીઓ છે. ત્યાંની પરિસ્થતિને અનુકૂળ થવું સરળ નથી. એક પાકિસ્તાની ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં અજમલે કે, “પાકિસ્તાનનું બોલિંગ યુનિટ એકદમ નવું છે. જ્યારે, ઇંગ્લેન્ડની પાસે શ્રેષ્ઠ અને અનુભવી બેટિંગ લાઇનઅપ છે. આપણે કંઈપણ વિચારી શકીએ છીએ, પરંતુ એ નક્કી છે કે ત્યાં જીતવું બહુ અઘરું છે. આપણે પહેલા પણ ત્યાં સંઘર્ષ કરતા આવ્યા છીએ. હું એમ પણ કહીશ કે જા આ ટીમ ત્યાં એક મેચ પણ જીતે છે, તો તે મોટી સફળતા હશે. અજમલ ખાલી સ્ટેડિયમમાં ક્રિકેટની તરફેણમાં નથી.
એક પ્રશ્નના જવાબમાં અજમલે, “દર્શકો વિના ક્રિકેટનો આનંદ કેવી રીતે મળશે? દર્શકો વિના ક્રિકેટ મૂંગુ અને બહેરું છે. તે ઠીક છે કે ક્રિકેટની શરૂઆત પણ જરૂરી છે પરંતુ કેટલાક નિયમો અને શરતો સાથે આપણે દર્શકોને લાવી શકીએ છીએ. ઘરેલું ક્રિકેટ દર્શકોને આકર્ષિત કરતું નથી. કોઈ ખેલાડીને પૂછો અને જુઓ કે તેને કેવું લાગે છે. જા એક સ્ટેન્ડમાં ૧૦ હજાર બેસી શકે છે, તો ઓછામાં ઓછા એક હજાર લોકોને મેચ જાવાની તક આપવી જાઈએ. કોરોના વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત ઇંગ્લેન્ડમાં ૮ જુલાઈથી વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સીરિઝથી થશે. તે પછી ઇંગ્લેન્ડ પાકિસ્તાન સામે ૩ ટેસ્ટ અને ૩ ્‌-૨૦ની સીરિઝ રમશે. બંને વચ્ચે પ્રથમ ટેસ્ટ ૩૦ જુલાઈએ લોડ્‌ર્સ ખાતે રમાશે. બધી મેચ દર્શકો વિના રમવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.