પાકિસ્તાનના ૬ ક્રિકેટરનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ઈંગ્લેન્ડનો કરશે પ્રવાસ

Sports
Sports 22

નવી દિલ્હી,
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું છે કે, તેમના ૬ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ ખેલાડીઓ અગાઉ ઈંગ્લેન્ડ ગયેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમ સાથે જાડાઈ જશે. કોરોનાને કારણે છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ સ્થગિત છે. માર્ચ મહિના બાદ વિશ્વમાં ક્્યાંય ઈન્ટરનેશનલ ક્રિકેટ રમાયું નથી, ત્યારે ઇંગ્લેન્ડે હાલમાં વેસ્ટ ઇન્ડઝ અને પાકિસ્તાનને પોતાને ત્યાં રમવા બોલાવ્યા છે. પાકિસ્તાનની ટીમ ૨૮મી જૂને ઇંગ્લેન્ડ પહોંચી હતી, પરંતુ તેના કેટલાક ખેલાડીના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ જઈ શક્્યા ન હતા. પીસીબીએ ફરીથી ટેસ્ટ કરાવ્યા હતા
જેમાં નેગેટિવ આવનારા ખેલાડીઓમાં ફખર ઝમાન, મોહમ્મદ હસનૈન,મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ રિઝવાન, શાદાબ ખાન અને વહાબ રિયાઝનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓના કોરોના ટેસ્ટ ત્રણ દિવસમાં બીજી વાર નેગેટિવ આવ્યા છે. હવે તેઓ ઇંગ્લેન્ડ જવા માટે યોગ્ય ઠર્યા છે. આ છ ખેલાડીના ૨૬મી જૂન અને ૨૯મી જૂને ટેસ્ટ કરાવાયા હતા. મોહમ્મદ હાફીઝ અંગે વિવાદ જાગ્યો હતો કેમ કે તેણે અંગત રીતે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો જ્યારે પીસીબીએ કરાવેલો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જાકે તાજેતરના ટેસ્ટમાં તે નેગેટિવ આવતાં હવે તેને ઇંગ્લેન્ડ મોકલાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.