દિલ્હીએ ચેન્નાઈને 5 વિકેટે હરાવ્યું, શિખર ધવનની IPLમાં પ્રથમ સદી, જાડેજાએ નાખેલી અંતિમ ઓવરમાં દિલ્હીને 17 રનની જરૂર હતી

Sports
Sports 35

દિલ્હી કેપિટલ્સના શિખર ધવને (101*) આઈપીએલની 13મી સિઝનમાં સદી ફટકારી, જે આ સિઝનની તેની ત્રીજી સદી છે. આ વખતે સદીઓ ભારતીયોએ જ ફટકારી છે. આ પહેલા કિંગ્સ ઈલેવન પંજાબના કે.એલ. રાહુલે 132* અને મયંક અગ્રવાલે 106 સદી મારી હતી. ધવને સદીની ફટકારતા દિલ્હીએ ચેન્નાઈ સુપરકિંગ્સને 5 વિકેટે હરાવ્યું. આ ઈનિંગમાં ધવને 14 ફોર અને 1 સિક્સ ફટકારી. આ દરમિયાન તેના ત્રણ કેચ પણ ડ્રોપ થયા. ધવનના આઈપીએલમાં કુલ 550 ફોર ફટકારી છે, જે સૌથી વધુ ફોર મારનારો ખેલાડી બન્યો છે.

અંતિમ ઓવરમાં 17 રનની જરૂર હતી, ત્યારે એમએસ ધોનીએ રવિન્દ્ર જાડેજાને ઓવર આપી. અક્ષર પટેલે આ ઓવરમાં 3 સિક્સ ફટકારતા દિલ્હીએ બાજી મારી. મેચ પછી ધોનીએ કહ્યું કે, ડ્વેન બ્રાવો ફિટ ન હોવાથી મારે જાડેજા અને કર્ણ શર્મામાંથી જ કોઈ એકને ઓવર આપવાની હતી. આ મેચ જીતીને દિલ્હી પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર આવી ગયું છે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો…

IPLમાં મેડન સેન્ચુરી માટે સૌથી વધુ ઇનિંગ્સ લેનાર પ્લેયર:

167: શિખર ધવન
120: વિરાટ કોહલી
119: અંબાતી રાયુડુ
88: સુરેશ રૈના

ધવન 50 રને રમી રહ્યો હતો ત્યારે બ્રાવોની બોલિંગમાં ધોનીએ સ્ટમ્પ પાછળ તેનો કેચ છોડ્યો હતો. ધોનીએ પોતાની ડાબી બાજુ ડાઇવ લગાવી હતી અને બોલ ગ્લોવ્સમાં આવ્યો પણ હતો, જોકે જેવી ધોનીની કોણી જમીન પર અડી કેચ છૂટી ગયો. તે પહેલા ધવન 27 રને રમી રહ્યો હતો ત્યારે જાડેજાની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર ચહરે તેનો કેચ ડ્રોપ કર્યો હતો.

ચહરે રહાણે અને શોને આઉટ કર્યા
પૃથ્વી શો શૂન્ય રને દિપક ચહરની બોલિંગમાં રિટર્ન કેચ આપી બેઠો હતો. ચહરે પહેલી ઓવર મેડન નાખી. તે પછી અજિંક્ય રહાણે પણ ચહરનો શિકાર થયો હતો. રહાણે 8 રને રમી રહ્યો હતો ત્યારે કરને કવર્સ પર તેનો સરસ કેચ પકડ્યો હતો.

ચેન્નાઈ સુપરકિંગ્સે શારજાહ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે 20 ઓવરમાં 4 વિકેટે 179 રન કર્યા છે. સુપરકિંગ્સ માટે ફાફ ડુ પ્લેસીસે 58, અંબાતી રાયુડુએ 45* અને શેન વોટ્સને 36 રનનું યોગદાન આપ્યું. રવિન્દ્ર જાડેજાએ છઠ્ઠા ક્રમે 13 બોલમાં 4 સિક્સની મદદથી આક્રમક 33* રન ફટકારીને ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપ્યો. દિલ્હી માટે એનરિચ નોર્ટજેએ 2, જ્યારે કગીસો રબાડા અને તુષાર દેશપાંડેએ 1-1 વિકેટ લીધી. રબાડાએ IPLમાં સૌથી ઝડપી 50 વિકેટ પૂરી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

એમએસ ધોની 3 રને નોર્ટજેની બોલિંગમાં કીપર કેરીના હાથે કેચ આઉટ થયો હતો.

IPLમાં સૌથી ઓછી મેચમાં 50 વિકેટ લેનાર બોલર્સ

27 મેચ: કગીસો રબાડા
32 મેચ: સુનિલ નારાયણ
33 મેચ: લસિથ મલિંગા
35 મેચ: ઇમરાન તાહિર
36 મેચ: મિચ મેક્લેનગન
37 મેચ: અમિત મિશ્રા
IPLમાં સૌથી ઓછા બોલ નાખીને 50 વિકેટ લેનાર બોલર્સ:

616 બોલ: કગીસો રબાડા
749 બોલ: લસિથ મલિંગા
760 બોલ: સુનિલ નારાયણ
766 બોલ: ઇમરાન તાહિર
797 બોલ: મોહિત શર્મા
ફાફ ડુ પ્લેસીસે શાનદાર ફોર્મ જાળવી રાખતા લીગમાં પોતાની 16મી ફિફટી મારી. તેણે 47 બોલમાં 6 ફોર અને 2 સિક્સની મદદથી 58 રન કર્યા હતા. તે રબાડાની બોલિંગમાં શિખર ધવનના હાથે કેચ આઉટ થયો હતો.

વોટ્સન અને ડુ પ્લેસીસની 87 રનની ભાગીદારી
શેન વોટ્સન એનરિચ નોર્ટજેની બોલિંગમાં બોલ્ડ થયો હતો. આઉટ થતા પહેલા તેણે 28 બોલમાં 6 ફોરની મદદથી 36 રન કર્યા હતા. તેમજ બીજી વિકેટ માટે ડુ પ્લેસીસ સાથે 87 રનની ભાગીદારી કરી હતી. અગાઉ ઓપનર સેમ કરન શૂન્ય રને તુષાર દેશપાંડેની બોલિંગમાં થર્ડ મેન પર એનરિચ નોર્ટજેના હાથે કેચ આઉટ થયો હતો.

ચેન્નાઈએ ટોસ જીતીને બેટિંગ લીધી
ચેન્નાઈ સુપરકિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ચેન્નાઈએ પોતાની ટીમમાં એક બદલાવ કર્યો છે. પિયુષ ચાવલાની જગ્યાએ કેદાર જાધવને ટીમમાં તક મળી છે. જ્યારે દિલ્હી માટે સારા સમાચાર એ છે કે કપ્તાન શ્રેયસ ઐયર ફિટ છે અને તેમણે પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી.

ચેન્નાઈની પ્લેઈંગ 11: શેન વોટ્સન, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, કેદાર જાધવ, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, સેમ કરન, શાર્દુલ ઠાકુર, કર્ણ શર્મા અને દિપક ચહર

દિલ્હીની પ્લેઈંગ 11: શ્રેયસ ઐયર, પૃથ્વી શો, શિખર ધવન, અજિંક્ય રહાણે, એલેક્સ કેરી, માર્ક્સ સ્ટોઈનિસ, આર અશ્વિન, અક્ષર પટેલ, તુષાર દેશપાંડે, કગિસો રબાડા, એનરિચ નોર્તજે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.