‘ટેસ્ટ ક્રિકેટ સર્વશ્રેષ્ઠ, આપણને જિંદગી જીવતા શીખવે છે’: ક્રિસ ગેઇલ

Sports
Sports 24

જમૈકા,
વન ડે અને ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વિસ્ફોટક બેટ્‌સમેન પૈકીના એક વેસ્ટ ન્ડઝના ક્રિસ ગેઇલે ટેસ્ટ ક્રિકેટને લઈ મોટું નિવેદન આપ્યું છે. ગેઇલે, ટેસ્ટ ક્રિકેટથી વધારે પડકારજનક કંઈ નથી. આ એક એવું ફોર્મેટ છે, જે તમને જિંદગીની જટિલતાઓને સમજવામાં મદદ કરે છે.
બીસીસીઆઇના ઓનલાઈન કાર્યક્રમ ઓપન નેટ્‌સમાં મયંક અગ્રવાલ સાથે વાત કરતાં ક્રિસ ગેઇલે, “ટેસ્ટ ક્રિકેટ સર્વશ્રેષ્ઠ છે. ટેસ્ટ ક્રિકેટ રમતાં જિંદગી કેવી રીતે જીવવી તે શીખવાનો મોકો મળે છે. કારણકે પાંચ દિવસનું ક્રિકેટ ઘણું પડકારજનક હોય છે. તે અનેક રીતે તમારી પરીક્ષા લે છે. તમે જે કંઈ કરો તેમાં અનુશાસન બન્યું રહે તે સુનિશ્ચિત કરવાનું હોય છે. તે તમને મુશ્કેલ પરિસ્થતિમાંથી વાપસી કરવાનું પણ શીખવે છે.”
ક્રિસ ગેઇલ પર હંમેશા ક્રિકેટના ટૂંકા ફોર્મેટ પર ધ્યાન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. પરંતુ આ ૪૦ વર્ષીય ક્રિકેટરે યુવાઓને ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. ભારતીય કેપ્ટન અને ઈÂન્ડયન પ્રીમિયર લીગમાં ગેઇલના પૂર્વ સાથી વિરાટ કોહલીએ પણ આ પ્રકારની વાત કરી હતી. તેણે દાવો કર્યો હતો કે આ પારંપરિક ફોર્મેટમાં રમીને જિંદગી જીવવાનો પદાર્થપાઠ મળે છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.