ગુજરાતની વિમેન્સ ટેનિસ ટીમ સેમિફાઈનલમાં પ્રવેશી

Sports
Sports

નેશનલ ગેમ્સમાં ગુજરાતની વિમેન્સ ટેનિસ ટીમે વિજયી શુભારંભ સાથે સેમિફાઈનલમાં પ્રવેશ મેળવતા મેડલ નિશ્ચિત કરી લીધો હતો.ત્યારે ગુજરાતે તેની પ્રથમ મેચમાં તેલંગણાને ૨-૦થી હરાવતા અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો હતો.ત્યારે આવતીકાલે સેમિફાઈનલમાં ગુજરાતનો મુકાબલો કર્ણાટક સામે થશે.આમ કર્ણાટકે ઉત્તરપ્રદેશ સામેની ક્વાર્ટર ફાઈનલ ૨-૦થી જીતી લીધી હતી.આમ રિવરફ્રન્ટ સ્પોર્ટસ કોમ્પલેસ ખાતેથી શરૂ થયેલી નેશનલ ગેમ્સની ટેનિસની ઈવેન્ટમાં ગુજરાતે પ્રભાવશાળી શરૂઆત કરી હતી.જેમાં ગુજરાતની ઝીલ દેસાઈએ તેલંગણાની અભયા વેમુરીન સામે ૬-૧,૬-૧થી જીત હાંસલ કરી હતી.જ્યારે અંકિતા રૈનાએ તેલંગણાની પાવની પાઠકને ૬-૧,૬-૧થી મહાત કરતાં ગુજરાતને સેમિફાઈનલમાં પ્રવેશ અપાવ્યો હતો.આ સિવાય ગુજરાતના માધવીન કામથે પ્રથમ સિંગલ્સમાં સર્વિસીસના આંતરરાષ્ટ્રીય ખેલાડી એલ.બાલાજીને ૬-૨,૬-૪થી હરાવ્યો હતો.ત્યારબાદ બીજી સિંગલ્સ અને ડબલ્સમાં ગુજરાતનો પરાજય થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.