ક્રિકેટર ઇરફાન પઠાણે ટ્‌વટ કરી અમિતાભ બચ્ચન પર નિશાન સાધ્યુ..!!!

Sports
Sports 43

વડોદરા,
ચીનથી ફેલાયેલ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે છેલ્લા ઘણા સમયથી દેશમાં લોકડાઉનના કારણે બધી ક્રિકેટ ટુર્નામેન્ટ્‌સ રદ અને મુલતવી કરવામાં આવી છે. ત્યારે આ દરમિયાન ઘણા ક્રિકેટર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને ગુજરાતી ખેલાડી ઇરફાન પઠાણે સિલેક્ટર્સ પર સવાલ ઉભા કરતા હતું કે માત્ર ૩૦ વર્ષની ઉંમરમાં જ તેણે વૃદ્ધ બનાવવામાં આવ્યો હતો.
ત્યારે હવે ઇરફાન પઠાણ વધુ એક નિવેદનના કારણે ચર્ચામાં છે. પોતાના નિવેદનના કારણે ઈરફાન પઠાણ સતત ટ્રોલર્સના નિશાને રહે છે. અને આ વખતે તેના નિવેદનથી મોટો વિવાદ ઉભો થશે એવા સંકેત છે. મીડિયા રિપોર્ટ મુજબ ઈરફાન પઠાણે અમિતાભ બચ્ચનના એક જૂના ટ્‌વટનો ઉલ્લેખ કરતા કે એવા લોકોના કારણે ઘણા લોકો પોતાની વાત સૌની સામે રજૂ નથી કરતા. જા કે, પઠાણે પોતાના નિવેદનમાં અમિતાભ બચ્ચનનું નામ ન લઈ એક ફિલ્મસ્ટાર હતું. પરંતુ જે ટ્‌વટની વાત કરી તે બિગ બીએ ૨૦૧૮માં કરી હતી. રિપોર્ટ પ્રમાણે રોનક કપૂરે એક વીડિયો ટ્‌વટર પર શેર કર્યો. જેમાં ભારતીય ઓલરાઉન્ડર ઇરફાને ગંભીર મુદ્દાઓ પર વાત કરી.
રિપોર્ટ મુજબ ઈરફાન પઠાણે કે સોશિયલ મીડિયા પર તમારી ઈમેજ ત્યારે જ બને છે જ્યારે તમે રિયલ વાતો કરો છો. જે ભારત માટે રમ્યો હોય એવો ખેલાડી યુનિટીની વાતો કરશે. આ દરમિયાન પઠાણે એક ફિલ્મસ્ટારના ટ્‌વીટનો ઉલ્લેખ કર્યો હતો. રિપોર્ટ પ્રમાણે પઠાણનો નિશાનો સીધે-સીધે અમિતાભ બચ્ચન પર હતો એવું માનવામાં આવી છે. ૨૦૧૮માં બિગ બીએ નામ લીધા વગર હર્ષા ભોગલેની કોમેન્ટ્રી પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. ભારતીય ઓલરાઉન્ડરે કે ઘણા લોકોને અસુરક્ષા પણ છે. આજે એક કોમેન્ટેટર, જે બીજી ટીમ અંગે વાત કરે છે. વખાણ કરે છે. ત્યારે એક મોટા ફિલ્મસ્ટાર, તેમના વિશે ટ્‌વીટ કરે અને અચાનક જ કોમેન્ટેટરની નોકરી જતી રહે છે. આ અસુરક્ષા જ છે. એવી ઘણી બધી અસુરક્ષા લોકોને છે અને આ જ કારણે લોકો વાત નથી કરતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.