કોરોના કારણે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનારી સીરીઝ થઇ રદ્દ.

Sports
Sports 16

નવી દિલ્હી,
કોરોનાના કારણે ક્રિકેટની વાપસી પર વધુ એક મુસીબત આવી છે. આગામી મહિને ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડઝની વચ્ચે રમાનારી ક્રિકેટ સીરીઝથી વાપસીની શક્્યતા છે, ત્યારે રિપોર્ટ છે કે, ઝિમ્બાબ્વેનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ રદ્દ થઇ ગયો છે, બન્ને વચ્ચે ઓગસ્ટ મહિનામાં ત્રણ મેચોની વનડે સીરીઝ રમાવવાની હતી.
ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનારી સીરીઝ રદ્દ થવાની આશંકા પહેલાથી જ હતી. ઓસ્ટ્રેલિયા ટીમના કાચ જસ્ટન લેન્ગરે પહેલા જ આ વાતના સંકેત આપી દીધા છે કે ઝિમ્બાબ્વેનુ ઓસ્ટ્રેલિયામાં આવવુ ખુબ મુશ્કેલ છે. આની સાથે લેન્ગરે સ્પષ્ટતા કી હતી કે ઓસ્ટ્રેલિયા ટીમ સપ્ટેમ્બર પહેલા મેદાન પર નહીં ઉતરી શકે. બન્ને દેશો વચ્ચે ૯ ઓગસ્ટ, ૧૨ ઓગસ્ટ અને ૧૫ ઓગસ્ટ એમ ત્રણ વનડે મેચો રમાવવાની હતી.
આ નિર્ણય બાદ ઝિમ્બાબ્વેની ટીમનુ ઓસ્ટ્રેલિયામાં રમવાનો ઇન્તજાર હજુ વધી ગયો છે. ઝિમ્બાબ્વે ૧૬ વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયુ હતુ. ૨૦૦૩-૦૪માં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે મેચોની ટેસ્ટ સીરીઝ રમી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઝિમ્બાબ્વે, ઇન્ડયા અને મહેમાન ટીમ વચ્ચે ત્રિકોણીય સીરીઝ રમાઇ હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાણકારી આપી છે કે બન્ને દેશોની સહમતીથી સીરીઝને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. સીરીઝ માટે સૌથી મોટી સમસ્યા બાયા સિક્્યૂરિટીનું એરેન્જમેન્ટ હતુ. જાકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનુ કહેવુ છે કે જલ્હી આ સીરીઝ માટે નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.