કોરોનાની ઇફેક્ટઃ મુંબઈ ઇન્ડયન્સના પોલાર્ડ અને ફહી અશરફનો કોન્ટ્રાક્ટ થયો રદ

Sports
Sports 20

નવી દિલ્હી,
કોરોના વાયરસની અસર ધીમે ધીમે ક્રિકેટરો પર પણ પડી રહી છે. આઇપીએલની મુંબઈ ઇન્ડયન્સ માટે રમતા કેરેબિયન ઓલરાઉન્ડર કેઇરોન પોલાર્ડનો કાઉન્ટી કરાર રદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાની ઝડપી બોલર ફહી અશરફનો કરાર પણ રદ થઈ ગયો છે. ઇંગ્લેન્ડની કાઉન્ટી નોર્ધેમ્પટનશાયર આ બંને ક્રિકેટરના કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યા છે.
આમ બંનેને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. કાઉન્ટી ક્રિકેટ ક્લબે બંને ખેલાડીઓ સાથે સમજૂતી કરીને આ નિર્ણય લીધો છે. ૨૦૨૦ની સિઝન માટે આ બંને ખેલાડી નોર્ધેમ્પ્ટનશાયર કાઉન્ટી માટે વિદેશી ખેલાડી તરીકે રમવાના હતા. કોરોના વાયરસને પગલે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની સાથે સાથે વિવિધ કાઉન્ટી ક્રિકેટ ક્લબે પણ આર્થિક નુકસાન ભોગવવું પડી  છે.
કાઉન્ટીના મુખ્ય કોચ ડેવિડ રિપ્લેએ જણાવ્યું હતું કે બંને ખેલાડીઓ પ્રતિભાશાળી છે પરંતુ અમારે આ નિર્ણય લેવો પડ્યો છે તે નિરાશાજનક બાબત છે. આ નિર્ણય સાથે સહમત થવા બદલ હું બંને ખેલાડીનો આભાર માનું છું. ભવિષ્યમાં કોરોનાની પરિÂસ્થતિમાં સુધારો થાય અને કાઉન્ટી ક્લબ સદ્ધર બને ત્યાર બાદ બંનેને ટીમમાં પરત લેવાના પ્રયાસો કરાશે. જાકે તેમાં જા અને તો રહેલા છે કેમ કે અમારી પાસે સિઝન થશે તેની કોઈ જાણકારી નથી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.