સમય અને સંજાેગો પ્રમાણે વિચારોમાં પરિવર્તન આવે છે

સંજીવની
સંજીવની 26

કુદરત પણ કમાલ કરે છે એણે માણસો બનાવ્યા પણ દરેકનો દેખાવ જુદો છે, વિચારો જુદા છે, બોલચાલમાં ફરક છે, રીતભાત જુદી છે, કામ કરવાની પદ્ધતિઓ જુદી છે.કુદરતે દરેક માણસને એકસરખા બનાવવાનો પ્રયત્ન કર્યો છે.એટલે જ માણસ કોઈપણ હોય ગમે તે દેશનો હોય, વાતાવરણની અસરને લીધે તેની ચામડી ભલે ગોરી,શ્યામ કે કાળી હોય પણ દરેકના શરીરના અંગો, અવયવો એકસરખા જ જાેવા મળે છે.(અમુક અપવાદ છોડીને)ભલે દરેકના શરીરનો બાંધો ગમે તેવો હોય પણ દરેક માણસનું માથું,આંખ, કાન, નાક, મોંઢુ હાથ,પગ વિ.અંગો એક પ્રમાણે એક જ જગ્યાએ છે.કેમ કે આ કુદરતનો ભેદ છે એટલે જ મોટા ભાગના દરેક માણસોના આંખ,કાન,નાક પાછળ કે સાઈડમાં હોય એવું મારા કે તમારા જાેવામાં કે સાંભળવામાં લગભગ નથી જ આવ્યું એવું બની શકે કે આંખો નાની (ઝીણી) કે મોટી હોય, કાન નાના મોટા કે અલગ શેઈપના હોય પણ દરેક પુરૂષો અને સ્ત્રીઓની અંગરચના અને આંતરિક વ્યવસ્થા,કાર્ય પદ્ધતિ એકસરખી જ હોય છે.એટલે જ દરેક શરીરમાં એક જ હાર્ટ છે, દરેકના શરીરમાં લોહી છે તે પણ લાલ રંગનું જ છે તેમ છતાં દરેક માણસ બીજા માણસ કરતાં કાંઈક જુદો છે જે આપણે બધાને જાેઈએ છીએ, અનુભવીએ છીએ તેમ છતાં દરેક માણસ ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિનો ભોગ બને છે અને આ પરિસ્થિતિ બધાની જુદી જુદી હોય છે.
મુંબઈના વેસ્ટર્ન પરામાં વસતા એક નાનકડા પરિવારના સુત્રધાર કીરીટભાઈ તેમના વાઈફ સંજનાબેન અને તેમના બે સંતાનો પુત્ર બકુલ અને પુત્રી નીકી,કીરીટભાઈ એક સારી કંપનીમાં નોકરી કરતા જયારે સંજનાબેન ઘર અને બાળકોને સંભાળતા. કીરીટભાઈ તેમના કામમાં મસ્ત રહેતા અને ઘરે આવીને પણ ઘરકામમાં તેમના વાઈફને મદદ કરતા.બંનેવના હેલ્પીંગ નેચરને લીધે તેમના દરેક કામ સરળ થઈ જતા.તેમના બંનેવના મીકસીંગ નેચરને લીધે પાડોશી, સગાંસંબંધીઓ સાથે સારો મેળ,સૌ એકબીજાને ત્યાં જાય આવે, પ્રસંગોપાત દરેક રીતે એકબીજાના કામમાં હેલ્થફુલ થાય.કુટુંબીઓને પણ તન-મન-ધનથી મદદ કરે, સારા-મીઠા પ્રસંગોથી ખડેપગે હાજર રહે, સમય સમયનું કામ કરે છે,તેમના બાળકો ય મોટા થઈ ગયા. ખુબ સારા માર્કસ સાથે ગ્રેજ્યુએટ થઈ કામે લાગ્યા.
કીરીટભાઈ તેમની કંપનીમાં સીનીયર હોવા છતાં કોઈ રૂઆબ નહીં, કોઈપણ જુનીયરથી થયેલ ભુલને પ્રેમથી સુધારે, દરેકને પ્રોપરલી ગાઈડ કરે, દરેક રીતે હેલ્પ કરે,આવા સીધા સાદા સરળ, સ્વાર્થ અને અભિમાનનું જેનામાં નામોનિશાન ન મળે આવા માણસ કોને ન ગમે ?
કયારેય કોઈનાથી નારાજ ન થનારા કીરીટભાઈ થોડા બદલાવા લાગ્યા,બધા સાથેની વાતચીત ઓછી થવા લાગી.ઘરમાં અને ઓફિસમાં શાંત રહેવા લાગ્યા. હંમેશા જાણે કોઈ ઊંડા વિચારોમાં રચ્યાપચ્યા રહેતા, હાસ્યના હુલ્લડો કરનારા જાણે શાંતિના મહાસાગરમાં ધકેલાઈ ગયા.તેમની આ ચૂપકીદી સૌને ખુંચવા લાગી. એટલે બધા કોઈ જવાબ ન મળતાં એટલે કીરીટભાઈના એક મિત્ર હરેશભાઈ એપોઈન્ટમેન્ટ લઈ તેમને અમારી પાસે લઈ આવ્યા.
હરેશભાઈએ તેમની અને તેમના મીત્ર કીરીટભાઈની ઓળખાણ આપી.ઉપરોકત વિગતો જણાવી ત્યારબાદ કીરીટભાઈ સાથે વાત શરૂ કરી પણ જાેઈએ તેવો કોઈ રીસપોન્સ ન આપ્યો.હરેશભાઈએ જણાવ્યું કે રોજ તે વધુ ઊંડા વિચારોમાં ખોવાતા જાય છે, કયારેક તે વિચારોમાં કયાંક આગળ જતા રહે છે અને એટલે જ હમણાં મેં તેમની સાથે રહેવાનું શરૂ કર્યું છે.હરેશભાઈએ અમારા લેખ વાંચ્યા હતા એટલે અમારા નામ અને કામથી થોડા પરીચિત હતા એટલે હરેશભાઈએ સીધો સવાલ કર્યો કે આવા કેસમાં તમે કાંઈ કરી શકો કે નહીં ? જવાબમાં અમે જણાવ્યું કે, પેશન્ટનો રીસ્પોન્સ જાે ઓછો હોય તો કદાચ ટ્રીટમેન્ટ, સીટીંગ વધારે ચાલે પણ આવા પેશન્ટોને ટ્રાન્સમાં લઈ જઈને તેમને ધીમે ધીમે થોડા પાછળના દિવસોમાં એટલે કે જે સમયકાળમાં કોઈની સાથેની વાતચીત કે વ્યવહારથી તેમને દુઃખ લાગ્યું હોય કે તેમને પોતાને પોતાનાથી બીજાને નુકશાન થયું હોય તે સમયકાળમાં લઈ જઈ વિગતો જાણી તે વાતને તેમના મનમાંથી દુર કરતા ફરીથી તે માણસ જે આજે પેશન્ટ છે તેમને નોર્મલ કરી શકાય.તેમનામાં સારો એવો સુધારો ઈપ્રુવમેન્ટ લાવી શકાય.આ વાત સાંભળી હરેશભાઈએ તો તુરંત જ સીટીંગ્સ શરૂ કરવા સંમતિ આપી.કીરીટભાઈએ પણ કોપરેટ કરવા તૈયારી બતાવી.
બીજા દિસથી કીરીટભાઈની હીપ્નોથેરાપી શરૂ કરવામાં આવી.જેમ જેમ સીટીંગ્સ આગળ વધતી ગઈ તેમ તેમ કીરીટભાઈને ગમવા લાગ્યું.મન શાંત થવા લાગ્યું. હવે તે વાત કરવા લાગ્યા.એટલે અમે જે સીટીંગ્સ આપતા તેના પરનો વિશ્વાસ વધવા લાગ્યો અને હવે તેમના નોર્મલ થવાના દિવસો નજદીક અનુભવ્યા.
થોડા દિવસોની સીટીંગ્સ પરથી કીરીટભાઈને તેમના પાછલા દિવસોમાં લઈ જવાનું નક્કી થયું ત્યારે કીરીટભાઈના પરિવારમાં ત્રણે સભ્યો અને હરેશભાઈની હાજરીમાં આ પ્રક્રિયા કરતાં જાણવા મળ્યું કે થોડા દિવસો પહેલાં તેમના પુત્ર બકુલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તમે અમારા માટે કાંઈ કર્યું જ નથી.જાે કર્યું તે મારા નામથીએ કર્યું છેઅને આમે તમારા કરતાં મારો અઢી ગણો વધારે પગાર છે.તમારા પગારથી જ ઘર નથી ચાલતું વિગેરે વાતોે કીરીટભાઈને દુઃખી કરી દીધા.આ વાતનો તેમને આઘાત લાગ્યો કે સારી રીતે તેને ઉછેર્યાે.સારૂં ભણતર થાય તે માટે સારી કોલેજમાં મુકયો.આજ સુધી માંગ્યું તે બધું લાવી આપ્યું.અમે હવે મારા કરતાં વધુ કમાતો થયો એટલે મારી કોઈ જ કિંમત જ નંઈ.
આ વાત તેમને બંદુકની ગોળીની જેમ ખુંચતી હતી.ત્યાર પછીની મીટીંગમાં તેમને માનસિક રીતે વધુ રજુઆત કરી.જીવનમાં પ્રેકટીકલી આગળ વધવા તૈયાર કર્યા, આવા પ્રસંગો જીવનનો એક ભાગ છે અંત નથી. આ વાત તેમના મનમાં ઉતારતા કીરીટભાઈ નોર્મલ થયા તેમના દીકરાએ પણ આવેશમાં આવી કહેલી વાતો માટે ગાડી માંગી.
આ જનમમાં આજ પહેલાં બનેલી કોઈપણ વાતો કે ઘટના ગમે ત્યારે ગમે તે રૂપે બહાર આવી શકે છે. તેવી જ રીતે ગયા જનમમાં બનેલી કોઈ ઘટનાની અસર આ જીવનમાં ગમે ત્યારે થઈ શકે છે.હીપ્નોથેરાપી અને પાસ્ટલાઈફ રીગ્રેશન થેરાપી આવી વાતોનો એક માત્ર સચોટ ઈલાજ છેજેની કયારેય કોઈ સાઈડ ઈફેકટ નથી હોતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.