માનવ જીવનમાં શ્રીફળ નારિયેળનું મહત્વનું યોગદાનનદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે.હો મારે કાળકા માને કાજ રે

સંજીવની
સંજીવની

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં તેના ગામે હનુમાનજી મહારાજના સ્થાનકે શ્રીફળ નારિયેળનો પહાડ ડુંગર થયો છે. ત્યારે ચૈત્ર માસમાં આ શ્રીફળ નારિયેળનું મહત્વ જાણવા પ્રયત્ન કરીએ. મંદિરમાં દેવ કે દેવી સમક્ષ નારિયેળ વધેરવામાં આવે છે તેની પાછળ બલિદાનનો ભાવ રહેલો છે. મનુષ્ય કે પશુનું બલિદાન આપનાર પ્રાચીન માનવને આપણાં ઋષિઓએ સમજાવવાનો અથાક પરિશ્રમ કર્યો. ઉપાસનાર્થે અપાતા બલિદાન પાછળ રહેલી તેની ભાવનાને સંતોષ આપવા ઋષિઓએ તેને વિશ્વામિત્રે નિર્માણ કરેલી પ્રતિ-સૃષ્ટિના નર એટલે કે નારિયેળનું બલિદાન આપવાનું સૂચન કર્યું. નારિયેળને પણ માથું, ચોટલી, નાક, બે આંખ વગેરે હોય છે. મંદિરમાં નારિયેળ વધેરી ઉપરનો અડધો ભાગ મંદિરમાં મૂકી નીચેનો અડધો ભાગ પ્રસાદ રૂપે લાવવાની પદ્ધતિ છે. બલિદાન વખતે લોહીનો છંટકાવ થવો જોઈએ તે કેમ કરવો ? ઋષિઓએ કહ્યું કે દેવ દેવીની મૂર્તિને સિંદૂર લગાવી અને તેના પર નારિયેળના પાણીનો છંટકાવ કર, તેથી લોહીનો લાલ રંગ પણ જોવા મળશે. આ રીતે ઋષિઓએ માનવને નરહત્યા કે પશુહત્યામાંથી બચાવ્યો. માનવને હિંસામાંથી અહિંસા તરફ આગળ વધારવાના મહાન કાર્યનિમિત્તે શ્રીફ્ળ પોતાનું બલિદાન આપ્યું. એ રીતે માનવની સાંસ્કૃતિક પ્રગતિમાં શ્રીફળ એ આદિમાનવ અને સંસ્કૃત-માનવ વચ્ચેના સેતુ સમાન છે. વળી શ્રીફળ એ બારમાસી ફળ છે.

હિંદુ સંસ્કૃતિમાં શ્રીફળ વ્યકિતના અંગત, સામાજિક તથા આધ્યાત્મિક જીવનમાં ખુબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.શ્રીફળ વૈભવનું પ્રતિક છે. વૈભવ એટલે શ્રી. આ રીતે નારિયેળ શ્રીફળ કહેવાય છે.તેની ગણના બધા જ ફળોમાં ટોચ ઉપર એટલે કે’સર્વ શ્રેષ્ઠ ‘ફળ તરીકે થાય છે. કોઈપણ માંગલિક કે સામાજિક પ્રસંગોમાં શ્રીફળ અનિવાર્ય હોય છે.

આ ફળ તથા વૃક્ષના તમામ ભાગ ખૂબ જ ઉપયોગી ગણાય છે. ભગવાન કે દેવીને નારિયેળ ભેટ ધરાવવામાં આવે છે. તથા તેના પ્રસાદમાં કોપરૂ ટોપરૂ વહેંચવામાં આવે છે. કોપરૂ વિવિધ વાનગીઓમાં પણ વપરાય છે. નારિયેળના તોરણો પણ શુભ પ્રસંગે બાંધવામાં આવે છે. વળી શ્રીફળ બારેમાસ મળતું હોવાથી બારમાસી ફળ કહેવાય છે.

નારિયેળ દક્ષિણના નારિકેલ દ્રીપમાંથી આવતાં હોવાથી તે નારિયેળ કહેવાય છે. વળી તે કોકોલ નામના ટાપુમાંથી મળ્યાં હોવાથી અંગ્રેજીમાં કોકોનટ કહેવાય છે.

સામાન્ય રીતે નારિયેળને બે આંખ હોય છે પણ એક, ત્રણ કે ચાર આંખવાળા નારિયેળ પણ, કયારેક મળી આવે છે. આવા નારિયેળની તાંત્રિક પૂજા પણ થાય છે. અને આવા નારિયેળ ઘરમાં રાખવાથી સમૃદ્ધિ વધ્યા જ કરે છે એવી માન્યતા છે.
ઘણા લાંબા સમય સુધી સંઘરી શકાય છે. પ્રત્યેક શુભ કાર્યમાં, પૂજાકાર્યમાં તે સહેલાઇથી ઉપલબ્ધ થાય છે. કોઈ પણ શુભ કાર્ય બલિદાન આપ્યા વગર સફળ થતું નથી, એ વાતની સ્મૃતિ તરીકે પ્રત્યેક શુભ કાર્યના પ્રારંભમાં શ્રીફળની આવશ્યકતા સ્વીકારવામાં આવી છે.
દરિયાની ખારાશ પોતાના ઉરમાં સમાવી લોકોને મ પાણી આપનાર શ્રીફળ આપણને સંદેશો આપે છે કે, વિશ્વન ખારાશ ઉરમાં સમાવજે પણ લોકોને તો તું મીઠું પાણી જ આપજે.’ સ્વધર્મ પાલનમાં કાચલીની માફક કઠોર અને અંતરથી મલાઇ જેવા મુલાયમ રહેવાનો અણમોલ જીવનમંત્ર શ્રીફળ આપણને આપે છે.

નારિયેળ આપણને ચારિર્ત્ય પૂજાની પ્રેરણા આપે છે. બાહ્યૌંદર્યના અભાવથી નાનપ ન અનુભવતાં નારિયેળે પોતાનું આંતર સૌંદર્ય ખીલવી દેખાડ્યું અને એ રીતે ‘શ્રીફળ’નું ગૌરવવતું નામ પ્રાપ્ત કર્યું.

બાહ્ય સૌંદર્ય મળવું કે ન મળવું એ માનવના હાથની વાત નથી,પરંતુ માનવ જો ધારે તો પોતાનું આંતર સૌંદર્ય યથેચ્છ ખીલવી શકે છે. સોક્રેટિસ, ઇસપ કે અબ્રાહમ લિંકન જેવા લોકોએ પોતાનાં વિચાર સૌંદર્ય, ગુણ સૌદર્ય કે જીવન સૌંદર્યથી પોતાની બાહ્ય કુરૂપતાને ભુલાવી દીધી હતી. આંતરસૌંદર્ય પાસે બાહ્યૌંદર્ય ગૌણ બની જાય છે. માણસની પાસે આંતર સૌંદર્ય નીરખવાની આંખ હોવી જોઈએ.શ્રીફળ આપણને સમજાવે છે કે બહારથી કઠોર લાગતા ઘણાં માનવોની ભીતરમાં મૃદુતા રહેલી હોય છે. આપણે તેમ તે મર્મભાગ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઇએ. પહાડમાંથ જેમ ઝરણું ફૂટે તેમ જો સતત પુરુષાર્થ કરવામાં આવે કઠોર જીવનમાંથી પણ ભાવનાનો સ્રોત પ્રગટી શકે છે.ગામડું કંઈક

નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે.હો મારે કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે.
પહેલું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે.હો મારે કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે.નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રેબીજું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે.હો મારે બહુચર માને કાજ રે ભાઈ નાળિયેરી રે.નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે
ત્રીજું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે.હો મારે અંબા માને કાજ રે ભાઈ નાળિયેરી રે.નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે.
ચોથું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે.હો મારે મેલડી માને કાજ રે ભાઈ નાળિયેરી રે.નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રેપાંચમું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે.હો મારે ખોડીયાર માને કાજ રે ભાઈ નાળિયેરી રે.નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે. છઠ્ઠું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે.હો મારે ચામુંડાને કાજ રે ભાઈ નાળિયેરી રે.નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે.નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે.હો મારે કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે.

શ્રીફળ નારિયેળે નિર્દોષ પશુ-લાચાર માનવીને બચાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે એટલે જ ચૈત્રી પૂનમ પહેલાં આપણે શ્રીફળ નારિયેળની આજે ગાથા વર્ણવી. આપ સૌને ગમ્યું હશે જ,

યશપાલસિંહ ટી. વાઘેલા શ્રી ઓગડ વિધા મંદિર થરા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.