ખરાબ આદતોથી મુકત થવામાં સહાયરૂપ થતી હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

કોઈપણ ખરાબ આદત પડવા માટે શું કોઈપણ ઉંમર જવાબદાર છે ? સંગત જવાબદાર છે ? સંજાગો જવાબદાર છે? કે નબળી માનસિકતા ? અનેક લોકોને આ પ્રશ્ન પુછતા તેના જવાબમાં ૬પ ટકાથી વધુ લોકોએ સંજાગોને જવાબદાર કહ્યા ત્યાર પછી સંગત, નબળી માનસિકતા અને છેલ્લે ઉંમરને જવાબદાર ઠેરવ્યા છે તમને શું લાગે છે ?દરેક અલગ અલગ લોકોમાં કોઈપણ ખરાબ આદત પડવા પાછળ અલગ અલગ કારણો જાણવા મળે છે. નાની ઉંમરની અણસમજણ અને દેખાદેખીને લીધે બાળકોના ખરાબ, અણસમજણને લીધે તેમને ખબર નથી પડતી કે આજે જે શોખ,દેખાદેખી કે સંગતથી કરી રહ્યા છે જે તેમના ભવિષ્ય માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે.યુવાવસ્થામાં પહોંચેલા તેમના ઘરના મોટા સભ્યોને કયારેક અજાણતાં જ ફોલો કરવા માંડે છે તે સમજે છે અથવા માની લેવા હોય છે કે જે ઘરના બીજાઓ કરે છેતે પોતે પણ કરી શકે તેમાં કોઈ ખોટું નથી.આવા સંજાગોમાં શરૂઆતમાં યુવાનો કુટેવને ખાનગીમાં પોષે છે, સીગારેટ, માવા, ગુટકા કે બીયર અથવા દારૂ જેવા પદાર્થોનું એકલા અથવા તો કોઈ ખાસ મિત્રો સાથે અઠવાડીયે એકાદ બે વાર સેવન કરવાનું શરૂ કરે છે, અને કયારે તે આદતમાં બદલાઈ જાય છે તેની ખબર નથી પડતી.ઘણીવાર મિત્રના કહેવાથી કે તેના ફોર્સથી આવી કોઈપણ બાબતોના સેવનની શરૂઆત થતી હોય છે ત્યારે તે મિત્રના ખર્ચે કુટેવનો ભોગ બને છે ત્યારે તેને એ પણ ખબર નથી હોતી કે આ આદતો કેટલી ખર્ચાળ છે કે નથી તેનાથી થતા નુકશાન વિશે વિચારતા હોય છે. આમ અલગ અલગ યુવાનો પાન, માવા, ગુટકા, ગાંજાના બંધાણી થઈ જતા હોય છે અને શોખમાં અથવા અજાણતાં જ પોતાનું શારીરિક અને આર્થિક નુકશાન કરવાની શરૂઆત કરે છે.
આમ માત્ર ટાઈમપાસ કે કોઈ મિત્રને માત્ર કંપની આપવા શરૂ કરેલ વસ્તુના બંધાણી થઈ ગયા તે સમજાય ત્યાં સુધીમાં તો તે નબળાઈ બની જાય છે અને જે તે વસ્તુના બંધાણી હોય છે તેનું સેવન ધીરે ધીરે વધતું જાય છે. આમ ગઈકાલ સુધી જે માત્ર ટેવ, આદત હતી તે હવે ‘કુટેવ’ બની જાય છે અને આ ‘કુટેવ’ તેમને ઘરના અને બહારના બધાના મનમાંથી તમારી વેલ્યુ ઝીરો કરતી જાય છે. બધાની નજરમાંથી ઉતરતા જાય છે, શું ખરેખર આવું બને છે ? જવાબ આપ સૌ જાણો છો એટલું જ નહીં તમારી આસપાસ બનતા આવા અનેકના તમે મુક સાક્ષી છો.
ઘણીવાર અનેક પ્રકારનું નુકશાન ભોગવી ચુકેલા પોતાની કુટેવ છોડવા વિચારે છે પણ તેમને યોગ્ય મોરલ સપોર્ટ નથી મલતો કે નથી યોગ્ય સારવાર વિશેની માહિતી હોતી જે તેમને વિડ્રોઅલ ઈફેકટમાંથી ઉગારી શકો અને તેમની જે કોઈપણ આદત હોય તેમાંથી કાયમી ધોરણે મુકત થઈ શકે.એક સાંજે એક માતા એક યુવતી અને તેને તેડેલ બે ત્રણ વર્ષની દિકરીને લઈને આવ્યા અને સીધી તેમની વાત શરૂ કરતાં જણાવ્યું કે, તેમનો એકનો એક દિકરો હવે માઝા મુકી રહ્યો છે. મારૂં કે તેની વાઈફનું સાંભળતો નથી કે નથી અમારા કોઈની ચિંતા. તેનામાં જ મસ્ત રહે છે. રૂપિયા કમાઈને દેવાને બદલે મારી પાસેથી રોજ રૂપિયા લઈ જાય છે. તેમને બેસી પાણી પીને વિગતવાર શાંતિથી વાત કરવા જણાવ્યું એટલે તેઓ બેસી ગયા.પાણી પીધું અને તેમનો પરિચય આપી વાત શરૂ કરવા ડા.કૌશલે જણાવ્યું.ડા. કૌશલ અને ડા.જલપાને પોતાનો પરિચય આપતાં જણાવ્યું કે, હું માલતી વ્યાસ મારા હસબન્ડ દશ વર્ષ પહેલાં એક એકસીડેન્ટમાં એકસ્પાયર થઈ ગયા છે.આ સલોની મારા દિકરા મનોજની વાઈફ અને આ તેની દિકરી સાવલી. છેલ્લા કેટલાય વર્ષોથી મનોજ માવા ખાય છે અને સિગારેટ પીવે છે. પહેલાં તે નોકરી કરતો પણ તેને કોઈની સાથે વાંધો પડતા નોકરી છોડી દીધી. એ દિવસોમાં જ તેના લગ્ન હતા. લગ્ન પછી તરત બીજી જગ્યાએ જાબ શરૂ કરી તેમાં તને ટુર પર જવાનું શરૂ થયું અને કયારે દારૂની લતે ચડી ગયો ખબર જ ન પડી.સલોનીએ મનોજને કેટલીય વાર સમજાવ્યો પણ બે ત્રણ દિવસમાં હતું તેમનું તેમ..મનોજની આ લતને લીધે તેની જાબ પણ છૂટી ગઈ.જાબ છોડી તે બીઝનેસ કરવા માગે છે તેમ કહી મારી પાસેથી સમજાવી, જબરજસ્તી કરી મારી બચતના પૈસા અને તેના પપ્પાના આવેલા ઈન્સ્યુરન્સના રૂપિયા પણ લઈ ગયો.બીઝનેસ કરી રૂપિયા કમાવાને બદલે એ રૂપિયા ઉડાડતો રહ્યો અને અમે સમજતા તે કામ કરે છે આજે નહીં તો કાલે તેનો બીઝનેસ સેટ થઈ જતાં બધી બચત પાછી આપી જશે.તેને બદલે તેના બે ત્રણ મિત્રો,બે ચાર સગાને ત્યાંથી પણ રૂપિયા લઈ આવ્યો છે. રાત્રે જમવા અને સુઈ જવા ઘરે આવે છે.અમારી સાથે તો ઠીક આ નાનકડી સાવલીનેય તે બોલાવતો નથી.તમે જે કાંઈ એવું કરો કે મનોજ આ બધું છોડી પહેલાં જેવો થઈ જાય.
ડા.કૌશલ અને ડા.જલપાએ માલતીબેન અને સલોનીને મનોજ સાથેનો વ્યવહાર સુધારવા અને મનોજની દરેક વાતો શાંતિપૂર્વક સાંભળવા તથા તેની દરેક વાતમાં તમને વિશ્વાસ છે તેવું મનોજને લાગવું જાઈએ. ઉપરાંત જે કાંઈ થયું છે તે ખોટું થયું છે પણ તેમ છતાં તમે મનોજની સાથે છે તમને મનોજની આવડતમાં વિશ્વાસ છે.આ વિશ્વાસ જગાડો પછી મનોજની માનસિક અને શારીરિક શÂક્તઓ વિકસાવવા તેને લઈને આવો.ત્યારબાદ મનોજની ટ્રેનીંગ અને ટ્રીટમેન્ટ દ્વારા દરેક નશીલી બાબતો દુર રહેવા છતાં તે હંમેશા ફ્રેશ રહી તેની દરેક જવાબદારીઓ પૂરી કરવા તેને હિપ્નોટીક ટ્રાન્સમાં લઈ જઈ તેના માઈન્ડને પ્રોગ્રામ કરી ધીરે ધીરે નોર્મલ લાઈફ તરફ વાળી શકાય. ડા.કૌશલ અને ડા.જલપાના સુચનોનો અમલ કરતાં ૯-૧૦ દિવસમાં મનોજનો વ્યવહાર-વાતચીત બદલાઈ ગયા અને ડા.કૌશલ સાથેનો ટ્રીટમેન્ટ માટેનો ટાઈમ નક્કી કરી મનોજની ટ્રીટમેન્ટ શરૂ કરતાં પહેલાં આ સાયન્સ અને તેના બેનીફીટ વિશેની ડીટેલ ઈન્ફરમેશન આપતા મનોજે વ્યસન મુક્ત માટે આ ટ્રિટમેન્ટ શરૂ કરવા તૈયારી બતાવી. એટલે તુરંત જ મનોજની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી.હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની આ ટ્રીટમેન્ટથી ધીરે ધીરે મનોજની સીગારેટ અને માવા ઓછા થવા લાગ્યા. તે પાછો જવાબદાર થતાં જાબ શરૂ કરી. રોજ દારૂ પીવાથી પડેલ ટેવને લીધે તે કયારેક બેચેની અનુભવતો તો કયારેક માથું ભમવા લાગતું પણ હીપ્નોથેરાપીની આ ટ્રીટમેન્ટને લીધે તેનામાં કોઈ વિડ્રોઅલ સીસ્ટમ્સ ન દેખાતા હવે તે કાંઈપણ લીધા વગર પહેલાં કરતાં વધુ ફ્રેશ રહેવા લાગ્યો. હવે તેનો પોતાના પરનો વિશ્વાસ અને વીલપાવર તેના દરેક કામમાં સાથ દેતો. હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ દ્વારા ડા.કૌશલ અને ડા.જલપાએ જાણે મનોજના જીવનની કાયાપલટ કરી નાખી છે તેવું જણાવતાં માલતીબેનની આંખો હર્ષનાં આંંસુથી જાણે છલકાઈ ગઈ.દરેક પ્રકારની ખરાબ આદતોથી મુકત થવા તથા દરેક વિષયોલમાં હોંશિયાર થવા હીપ્નોથેરાપી આશીર્વાદરૂપ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.