હીપ્નોથેરાપી જીવનને નંદનવન જેવું બનાવી શકે છે

સંજીવની
સંજીવની

આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય જાત એ દરેક સજીવોમાં સર્વોત્તમ ગણવામાં આવે છે.કેમ કે કુદરતે મન મૂકીને મનુષ્ય જાતને ઘણી બધી વસ્તુઓ આપી છે જે અન્યકોઈપણ સજીવોને નથી આપી.આપણે જાણીએ છીએ અને અનુભવીએ છીએ કે માનવ-માણસો પાસે સુંદર સમજણશક્તિ છે, અદ્‌ભુત આવડતો છે, અકલ્પ્ય જ્ઞાનનો ખજાનો છે,અપાર કલ્પનાશક્તિ છે, ગુણોનો ભંડાર છે વિગેરે વિગેરે..
આપણે જાણીએ છીએ કે કોઈપણ સામાન્ય વ્યક્તિને સાધારણ રીતે સારા ગુણો, સારી વાત સ્વીકારતા, ગ્રહણ કરતા વાર લાગે છે પણ ખરાબ આદત, નકારાત્મક વિચારો, નકારાત્મક વલણ માનવમનમાં ઝડપથી પગપેસારો કરે છે અને પોતાનું વર્ચસ્વ જમાવી લે છે.નકારાત્મક વિચારો કે વલણ માનવ જીવનને ખેદાન મેદાન કરવા માટે પુરતા છે. કેમ કે તેનો વિકાસ અતિ ઝડપી થતો હોય છે.

આજના જમાનાના દરેક માણસો ખુબ જ બુધ્ધિશાળી,હોંશિયાર અને પ્રગતિશીલ હોવા છતાં નીત નવા સંશોધનો સતત કરતા હોવા છતાં માનસીક રીતે પછાત થતા જાય છે.નબળા પડતા જાય છે.કેમ કે આજના મોટા ભાગના માણસોમાં ઓછા કે વધુ પ્રમાણમાં ધીરજનો અને આત્મવિશ્વાસનો અભાવ જાેવા મળે છે.વિવિધ શક્તિઓથી ભરપૂર હોવા છતાં પોતાને અશકત-અસમર્થ સમજે છે, મોટા ભાગના દરેક માણસો પોતાના વિચારોને, આવડતને, શક્તિને, બુધ્ધિને સીમાડાઓથી બાંધી દેતા હોય છે અને એટલે જ દરેક માણસ પોતાની નક્કી કરેલી રેખાઓ જે સીમાડાનું કામ કરે છે તેનાથી આગળ વધવાનો પ્રયત્ન જ નથી કરતો. તેને જે મળ્યું છે અને મેળવે છે તેટલંુ જ તેનું પ્રારબ્ધ છે.તેની શક્તિ છે તેવું માને છે.

અત્યારે તેને જે કાંઈ પણ મળે છે તેનાથી વધારે મેળવવા માટે તે દરેક રીતે પોતાની જાતને અસમર્થ સમજે છે, નબળા અનુભવે છે, અને એટલે જ આપણે ઘણીવાર જાેઈએ છીએ કે અમુક માણસો એવા હોય છે જેમને ૧૦-૧ર હજાર સુધીનો કે ૧પ-૧૭ હજાર સુધીનો પગાર મળે કે ધંધામાં આટલી આવક થઈ જતી હોય તો તેમને જીવનમાં આગળ વધવાના સારા સંજાેગો હોય તો પણ આવી તકને તે જતી કરે છે અને મનોમન વિચારે છે કે જે છે તે પુરતું છે. શા માટે વધારે મેળવવાની લાલચ કરીને સુખના જીવને દુઃખમાં નાખું બહુ ઓછા માણસો સુખ અને દુઃખ વચ્ચેની પાતળી દિવાલને સમજવાનો પ્રયત્ન કરે છે, સમજે છે અને હકીકતોને સ્વીકારે છે.

દુનિયાભરના દરેક નાત-જાત, ધર્મના લોકો સંતો મહંતો તેમજ ટોચના વૈજ્ઞાનિકોએ પણ આ વાતને સ્વીકારી છે કે દરેક માનવમન અદ્‌ભૂત સર્જનશક્તિનો ભંડાર છે.એટલું જ નહીં પરંતુ માનવ મનની શક્તિઓ પાસે દુનિયાની અન્ય તમામ શક્તિઓ નબળી છે. આપણે બધા જાે આટલી જ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ અને તેને જીવનમાં ઉતારીએ તો મને વિશ્વાસ છે કે દરેક માણસો જેવું સુંદર જીવવા વિશેનું વિચારે તેના કરતાં વધુ સારૂં જીવન જીવી શકે. સાચા અર્થમાં જીવનને નંદનવન બનાવી શકે છે.વેરવિખેર થયેલા જીવનને ઉપવન જેવું બનાવવા એક કપલ અમારે ત્યાં આવ્યું એટલે કે હરીશભાઈ અને તેમના પત્ની તૃષ્ણા.તૃષ્ણાબેન એ વાત શરૂ કરતાં જણાવ્યું કે અમારા એક ફેમેલી ફેન્ડ તમારી પાસે આવ્યા હતા અને તમારી પાસે આવવાથી તેમને ઘણો ફાયદો થયો છે જે અમે જાેયો છે એટલે જ અમે તમારી પાસે આવ્યા છીએ.મને લાગે છે કે હરીશમાં બે ત્રણ વાતમાં ઈપ્રુવમેન્ટ લાવવી ખુબ જરૂરી છે.એટલે મેં હરીશભાઈને પુછયું શું વાત છે ? તમારી વાત તમે જ વધુ સારી રીતે કરી શકશો,મારા આમ કહેતાં જ હરીશભાઈએ વાત શરૂ કરતાં જણાવ્યું કે, હું એક કંપનીમાં નોકરી કરૂં છું જેનો સમય સવારે ૧૦ થી સાંજના ૬ સુધીનો છે.

મારા ઘરથી ઓફિસ ફકત ૧૦ મીનીટના રસ્તે છે જેને લીધે સાંજે સવા છ વાગ્યા સુધીમાં હું ઘરે પાછો આવી જાઉં છું અમારી આસપાસ રહેતા લોકોને કામ માટે દૂર જાવું પડે છે એટલે એ લોકો મારા કરતા દોઢથી બે કલાક વહેલા જાય અને બે કલાક કે કયારેક તેથી વધુ મોડા આવે છે. મારો પગાર સારો છે, અમારો નાનકડો પરીવાર છે જેમાં અમે બે અને બે દિકરીઓ,દર મહીને ખર્ચાે બાદ કરતાં બચત પણ થાય છે પણ આ બચત મારી વાઈફને ઓછી પડે છે.હું વહેલો ઘેર આવી વાંચું છું, બાળકો સાથે આનંદ કરૂં છું, પણ મારી વાઈફ ઈચ્છે છે કે સાંજના ૬ થી ૮ માં હું કોઈ પાર્ટટાઈમ કામ કરૂં છું જેનાથી વધારાની આવક થાય પણ મને ઘરે પહોંચ્યા પછી બહાર જવાનું કે બીજા કોઈ કામ કરવાની ઈચ્છા જ નથી થતી અને તૃષ્ણા રોજ નવી કોઈ જાેબ શરૂ કરવા કહે છે એને ખબર નથી કે આ જાેબમાં પણ હું કેટલો લાંબો થઈ જાઉં છું, થાકી જાઉં છું એટલે જ ઓછું કમાઈને સુખી રહેવું વધુ સારૂં.. તૃષ્ણા આ વાત સમજવા જ તૈયાર નથી.તેની એકની એક વાત સાંભળી કયારેક તો મારૂં મગજ બહેર મારી જાય છે.

આ વાત સાંભળી તૃષ્ણાબેન તરત જ બોલ્યા, સાહેબ હજુ તો અમે પણ નાના છીએ એટલે બંને દિકરીઓ પણ. જેમ જેમ દિકરીઓ મોટી થતી જશે તેમ તેમ તેમને ભણાવવા, ગણાવવાના ને પછી મોટી થાયે તેમને પરણાવવાના કેટલા ખર્ચા થશે તેનો વિચાર જ નથી કરતા.આજે આટલા થાકી જાય છે તો બીજા ૧૦-૧પ વર્ષ પછી શું થાશે ? આ વિચાર જ મને કોરી ખાય છે, સાહેબ તમે જ કાંઈ રસ્તો બતાવો. હરીશભાઈને દિવસભરના ઓફિસના કામથી થાક લાગેછે તેનું કારણ જાણવા તેમના ફેમીલી ડૉ.સા.ની સલાહ મુજબ રીપોર્ટ કરાવ્યા તો નોર્મલ આવ્યા એનો અર્થ એ થયો કે, તેમના મનમાં ખોટી ગ્રંથિઓ બંધાઈ ગઈ છે જે તેમને બીજા કામ કરતાં રોકે છે. તેમણે મનોમન તેમની કેપેસીટી જે તેમની લીમીટ નક્કી કરી રાખી છે તેના કરતાં વધુ કામ નથી કરી શકતા. અર્થાત હરીશભાઈના મનમાં બંધાઈ ગયેલી ગ્રંથિ તેમને આગળ વધતાં રોકે છે.આ વાત તેમને સમજાઈ ગઈ એટલે હવે આ ગ્રંથિ હિપ્નોથેરાપીથી દુર કરવા ઉતાવળા થયા હરીશભાઈ અને તેમના વાઈફ તૃષ્ણાબેનને હિપ્નોટીઝમ જે સુંદર મનોવિજ્ઞાન છે અને સારવાર હિપ્નોથેરાપીના નામથી ઓળખાય છે.તેની વિગતો સમજાવીતે જાણી તેમને ખુબ આનંદ થયો.

આમ હરીશભાઈની સારવાર શરૂ કરવામાં આવી. ગણતરીના દિસોમાં તેઓ વધુ સ્ફૂર્તિ અને તાજગી અનુભવવા લાગ્યા એટલે હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ પરીણામ આપી રહ્યું છે તેવું અનુભવ્યું. તૃષ્ણાબેનના તો આનંદનો પાર નહોતો સાંજે સવા છ વાગે ઘરે આવી સુસ્ત બેસી રહેતા હરીશભાઈ એકટીવ થવા લાગ્યા એટલું જ નહી હરીશભાઈ જાતેજ ઘરની તથા સામાજીક પ્રવૃત્તિમાં રસ લેવા લાગ્યા. ન માની શકાય તેવું એટલે કે તેમના પત્નીને પણ મદદરૂપ થવાના પ્રયત્નો કરવા લાગ્યા.પિતા તરીકેની તેમની ફરજના ભાગરૂપ બંનેવ દીકરીઓના અભ્યાસમાં રસ લેવાનું , તેમણે ભણાવવાનું પણ તેમની મેળે શરૂ કરી દીધું. તૃષ્ણાબેન કે દીકરીઓ ગમે ત્યારે બહાર જવાનું કહેતાંની સાથે હરીશભાઈ બહાર જવા તુરંત જ તૈયાર થઈ જતા અને તે પણ ઉત્સાહભેર. તૃષ્ણાબેનની તો આંખો જ પહોળી થઈ જતી અને હરીશભાઈને એકીટશે જાેઈ જ રહેતા.તૃષ્ણાબેન માટે તો આ એક મોટો ચમત્કાર જ હતો.ન વિચારી શકતા તેવી પ્રવૃત્તિઓ કરતા. હરીશભાઈને જાેઈ આશ્ચર્યના ઝટકા ખાતા.

જેમ જેમ હરીશભાઈની સારવાર આગળ વધતી ગઈ તેમ તેમ દરરોજ તે વધુને વધુ ઈપ્રુવ થતા ગયા. તેમનો દરેક કામ માટેનો તરવરાટ વધતો ગયો, હવે તેમને લાગતુ ંકે અત્યાર સુધીના બધા જ વર્ષો નકામા ગયા. હવે તે સમયની કસર કાઢવા વધુ મહેનત કરી આગળ વધવા કમર કસવાનું શરૂ કર્યું.હિપ્નોથેરાપી દ્વારા અપાતી આ સારવાર પુરી થતાં પહેલાં જ તેમણે સ્વતંત્ર બીઝનેસ શરૂ કરવાનું નક્કી જ નહીં પરંતુ બીઝનેસ કરવાનો શરૂ કરી દીધો. હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગે હરીશભાઈને જ નહીં તેમના જનજીવનને બદલી નાખ્યું. તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ અને અદ્‌ભુત શક્તિઓનો ધોધ વહેતો અનુભવાવ લાગ્યા. કયારેય ના વિચારેલું અકલ્પનીય પરિવર્તન લાવી આપનાર હિપ્નોથેરાપીની પ્રશંસા અને અમારો આભાર માનતા થાકતા ન હતા.આવી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.