વર્ષોથી મનમાં ભેગી થયેલી મુંઝવણ દૂર કરતી કલીનીકલ હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

કુદરતનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મનુષ્ય, માણસ એવું આપણે કહીએ છીએ સમજીએ છીએ, માનવ સિવાય કુદરતે પશુ,પક્ષી,ઝાડ, પાન તથા અનેક નાના મોટા જીવોનું સર્જન કર્યું છે.બીજા જીવોની ભાષા આપણે સમજતા નથી એમાંના કોઈપણ જીવે કયારેય દાવા નથી કર્યા જે માનવજાત કરે છે મારા હિસાબે તો દરેક સજીવો પોતપોતાની જગ્યાએ સર્વશ્રેષ્ઠ છે.
હવે માનવીની વાત કરીએ, દરેક માનવીઓના વિચારમાં, વાતચીતમાં, વ્યવહારમાં ફરક છે, દરેકની જીવનશૈલીમાં ફરક છે, એથી વિશેષ દરેકની જરૂરીયાત અને દરેકની પરસ્પર માણસો માટેની લાગણી અને તેમની ભાવનામાં પણ ફરક છે.જેને લીધે કયારે કયો માણસ શુ કરશે ? શું વિચારશે, તેના શરીર અને તેના મન પર શું ઈફેકટ થશે તે કોઈ નથી જાણી શકતું. તેના લીધે તે માણસનો આખો પરિવાર ડીસ્ટર્બ થતો હોય છે.આજ તો છે કુદરતની લીલા..
એક સજ્જન તેમના સીનીયર સ્ટાફ મેમ્બર સાથે અમારા સેન્ટર આવ્યા, પોતાનો પરિચય આપતાં જણાવ્યું કે મહાસુખભાઈ આ છે મારી ઓફિસના સૌથી સીનીયર એકટીવ અને મારા ફેમીલી મેમ્બર જેવા મારા મિત્ર મનુભાઈ છેલ્લા લગભગ ત્રીસ વર્ષોથીતે મારી સાથે છે. સ્વભાવે શાંત,મહેનતુ અને દરેક કામમાં હોંશિયાર એ જ દિવસોમાં તેમના લગ્ન થયા હતા.લગ્નના શરૂઆતમાં દોઢ બે વર્ષ તો ખુબ સારા ગયા,આ સમય દરમ્યાન તેમના વાઈફ રેણુબેને પુત્રરત્નને જન્મ આપ્યો. પુત્રના જન્મથી સૌ ખુશ હતા.આ નવા બાળ મહેમાને જાણે ઘરનો માહોલ જ બદલી નાખ્યો.રેણુ બહેનની એક જવાબદારી વધી.ઘરકામ અને બાળઉછેરમાં રેણુબહેનને દિવસ નાનો પડવા લાગ્યો. તે આખો દિવસ જાણે પુત્રમય થઈ ગયા.હવે બાળકની સારસંભાળ અને ઘરકામ સિવાય બીજી કોઈ બાબતમાં તેમને રસ નહોતો રહ્યો.સમય જતાં કામ અને જવાબદારી વધતા તે હંમેશા અપસેટ રહેવા લાગ્યા. તેમનો સ્વભાવ અને વર્તન બદલાવા લાગ્યો.પતિ-પત્નીના સંબંધો બગડવા લાગ્યા.મનુભાઈ પરીસ્થિતિ જાળવવાના પ્રયત્નો કરતા રહ્યા.તે નહોતા ઈચ્છતા કે તેમના દિકરા પર આ વર્તનની કોઈ અસર પડે.હવે તો તેમનો દિકરો પણ ગ્રેજ્યુએશન પુરૂં કરી સારી કંપનીમાં કામે લાગી ગયો છે.આટલા વર્ષો સુધી તો મનુભાઈને ખાસ કાંઈ વાંધો નહોતો આવ્યો પણ હવે મનુભાઈના કામકાજ પર તેમના સ્વભાવમાં આ અસર દેખાવા લાગી છે.મનુભાઈ હવે પહેલા જેટલું સારૂં પરફોમન્સ નથી આપી શકતા.ગમે ત્યારે વિચારોમાં ખોવાઈ જાય છે બધા સાથેનો વ્યવહાર, વાતચીત જાણે યંત્રવત થઈ ગઈ છે.ચહેરાનું નૂર ગાયબ થઈ ગયું છે, આખો વખત ઉદાસ રહે છે.ત્રણ ચાર મહીના દવાઓ લીધી પણ એમને કોઈ સુધારો ન લાગ્યો.વધુ સુસ્ત રહેવા લાગ્યા એટલે તે દવાઓ બંધ કરાવી છે.હવે તમે જ કાંઈ રસ્તો બતાવો,મારા રીલેટીવે તમારી પાસે ટ્રીટમેન્ટ લીધી છે અને ખુબ સારૂં છે.તેમણે જ મને તમારો નંબર આપ્યો હતો.મહાસુખભાઈની વાત પુરી થતાં અમે મનુભાઈને પૂછયું કે તમનું શું લાગે છે? જવાબમાં મનુભાઈએ કહ્યું મારા અંગત જીવનની અસર મારા કામકાજ અને મારા જાહેર જીવન પર પડી છે.મને લાગે છે કે કદાચ મારામાં જ કોઈ કમી છે ખબર નથી પડતી હું આમ કેમ કરૂં છું તમે જ કારણ શોધી મને નોર્મલ જીવન તરફ ડાયવર્ટ કરી શકો છો.તમારા જ્ઞાન વિજ્ઞાનની મદદથી હું ફરી પાછો મારી નોર્મલ લાઈફમાં પાછો ફરી શકીશ ને ? હા, થોડા દિવસોની નિયમિત સારવાર-ટ્રીટમેન્ટથી બધું પહેલા જેવું જ ધીરે ધીરે થઈ જશે.તમે તમારા દરેક કામ ધારો છો, વિચારો છો તેના કરતાં પણ વધુ સારી રીતે કરી શકશો જાે તમે નિયમિત આવશો અને કોપરેટ કરશો.
ટ્રીટમેન્ટ માટેની વિગતો જણાવી કહ્યું કે તમારી ટ્રીટમેન્ટનો ટાઈમ નક્કી કરશું એટલે ખબર પડશે કે તમારી ટ્રીટમેન્ટ હું ડૉ.કૌશલ કે ડૉ.જલપા કરશું એટલે મનુભાઈએ કહ્યું કે મારી ઈચ્છા છે કે મારી ટ્રીટમેન્ટ તમે કરો.તેમની આ વાત સ્વીકારતાં મહાસુખભાઈના ચહેરા ખીલી ઉઠયા.આ ડ્રગલેસ થેરાપી હોવાથી તેની સાઈડ ઈફેન્ટ કે આફટર ઈફેકટ નથી હોતી એટલે તુરંત જ ટાઈમ નક્કી કરી મનુભાઈની ટ્રીટમેન્ટ શરૂ કરવાનું નક્કી થયું.
બે દિવસ પછી નક્કી કરેલા સમયે મનુભાઈની કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ દ્વારા ટ્રીટમેન્ટ શરૂ કરતાં અને ટ્રીટમેન્ટનો અનુભવ થતાં તેમને સારૂં લાગ્યું.થોડા દિવસની ટ્રીટમેન્ટથી તેમનામાં ઈપ્રુવમેન્ટ અનુભવવા લાગ્યાં.ડૉ.જલપાએ મનુભાઈના વાઈફ રેણુબહેનને બોલાવી તેમની સાથે વાત કરી ગેરસમજણ દૂર કરતાં તેમણે પણ મનુભાઈને સાથ સહકાર આપવા તૈયાર થયા.
મનુભાઈ હવે પહેલાની જેમ ખુશ રહેવા લાગ્યા. ટ્રીટમેન્ટ પુરી થતાં મનુભાઈ પહેલા કરતાં વધુ ઉત્સાહ અને આનંદ સાથે કામે લાગ્યા.હવે તેમના વાઈફ સાથેના સંબંધો સુધરવા લાગ્યા.કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી એક પરિવાર પરસ્પર પ્રેમ અને સહકાર સાથે આગળ વધવા લાગ્યા.મહાસુખભાઈ અને મનુભાઈએ આવી મારો અને ડૉ.જલપાનો તથા આ સુંદર મનોવિજ્ઞાનનો આભાર માન્યો.મનુભાઈએ પણ કહ્યું તમે મને નવું જીવન આપ્યું, જીવન જીવવા માટે માર્ગદર્શન હઅને પ્રેરણા આપી તે બદલ હું અને મારૂં ફેમીલી તમારા આભારી છીએ.માનસિક અને શારીરીક બીમારીઓને દુર કરવા માટે કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ બેસ્ટ થેરાપી છે.હીપ્નોથેરાપી કે હીપ્નોટીઝમ અંગે જાણકારી માટે સંપર્ક કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.