મનની મુંઝવણ દૂર કરતો ઈલાજ-હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

આપણે બધા જાેતા આવ્યા છીએ, અનુભવતા આવ્યા છીએ કે કીસ્મતનું પાસુ કયારે પલટાઈ જાય છે તે કોઈને સમજાતુ નથી.અચાનક પરીસ્થિતિ બદલાઈ જાય છે મણકો બદલાઈ જાય છે અને ગણત્રીઓ ખોટી પડવા લાગે છે પોતાની જાત પરનો કાબુ હાથમાં નથી રહેતો.
સાંજે એક બેનનો ફોન આવ્યો, બી.કુમાર સાહેબ ડૉ.કૌશલભાઈ કોણ ? મારે આજની જ એપોઈન્ટમેન્ટ જાેઈએ છે એટલે આસી.કહ્યું સોરી, આજે તો નહીં પણ કાલે બપોરે સાડા ત્રણ વાગે એડજસ્ટ થઈ શકશે. પેશન્ટનું નામ પુછતાં જશવંત કાપડીયા થેંકયું.

સાડા ત્રણની એપોઈન્ટમેન્ટ હોવા છતાં પોણા ત્રણ વાગે આવી પૂછયું કે થોડુ જલદી થઈ શકશે. એટલે આસી.કહ્યું બેન તમારી પહેલા હજુ એક પેશન્ટ છે.પછી તમારો જ નંબર છે.ઓકે કહી બેન બેસી ગયા.સ્ટાફના કહેવા મુજબ દરવાજા સામે જ બેઠા અને ઉતાવળા થતા. થોડીવાર પછી જેવો દરવાજાે ખુલ્યો, અંદરના પેશન્ટ બહાર નીકળે છે તે પહેલાં જ તેઓ અંદર દાખલ થઈ ગયા. પછી બહાર ગયા અને તેમની સાથે એક ભાઈને લઈને આવ્યા અને કહ્યું,આ મારા મીસ્ટર જસુ આઈમીન જશવંત અને હું અંજલી કહી બેઠા.મેં કહ્યુ મારી ડૉટર ડૉ.જલપા જશવંતભાઈને જાેતાં જ ખ્યાલ આવી જાય કે આ પેશન્ટ છે.એટલે અમે કહ્યું, બોલો જશવંતભાઈને શું પ્રોબ્લેમ છે ?તરત જવાબ મળ્યો જસુ છેલ્લા છ મહીનાથી બહુ અજીબ બીહેવ કરે છે.

પહેલાં તો રેગ્યુલર માર્કેટમાં જતો,બીઝનેસ કરતો પણ હવે ઘરે જ બેસી રહે છે.નવ દશ મહીના પહેલા અલગ ઓફિસ લીધી છે,પાંચેક મહિના થયા તે પણ એકવાર ઓફિસ નથી ગયો.મેં કેટલીયે વાર સમજાવ્યો કે ઓફિસ જા તારો બીઝનેસ કર, ઈન્કમ નહીં થાય તો આપણે ખાશું શું ? રૂપીયા વગર કેમ ચાલશે ? તો કોઈ જવાબ નથી આપતો.અમે પૂછયું કે, તમારા મેરેજ કયારે થયા ? ત્યારે શું કરતા હતા ? તમારા હિસાબે એવું શું થયંુ કે, કામ છોડી ઘેર બેઠા છો ? જવાબ આપતાં અંજલીબેને કહ્યું કે ત્રણ વર્ષ થયા મેરેજને, ત્યારે જશુ તેના કઝીન સાથે પાર્ટનરશીપમાં સ્ટીલના વાસણો હોલસેલ સપ્લાય કરવાનો બીઝનેસ કરતો હતો.

સાતેક મહિના પહેલા જશુના કઝીન મનોજનો કોઈ મેન્યુ.પાર્ટનરશીપ ઓફર કરી એટલે જશુ અને મનોજ રાજીખુશીથી છુટા થયા. આજેય બેવને બહુ સારૂં બને છે જાેકે મનોજને ખૂબ મોટા પાયે બીઝનેસ કરવાની તક મળી એટલે બીઝનેસમાં તે ઝડપથી આગળ વધતો ગયો.પાર્ટનરશીપ છૂટી થતાં જશુ મેન્ટલી અને ફાઈનાન્સીયલી થોડો ઢીલો પડી ગયો હતો.છતાં કામ બરાબર કરતો હતોે.પછી શું થયું ખબર નથી, છેલ્લા છ મહીનાથી તો ઘરે જ છે. કોઈના ઓર્ડર પર કે કલેકશન પર ધ્યાન જ નથી આપતો. મેં તેને બીઝનેસમાં હેલ્પ કરવા તૈયારી બતાવી તો મને જ બીઝનેસ કરવા કહ્યું.હવે તમે જ કહો કે મારે શું કરવું ?

અંજલીબેનની વાત પુરી થતાં ડૉ.જલપાએ જશવંતભાઈની સાથે વાત શરૂ કરતાં પૂછયું કે તમારે હિસાબે શું વાત છે ? કામ કરવાનુ મન કેમ નથી થતું ? કોઈ પાર્ટી ઉઠી ગયું કે બીજું કોઈ કારણ છે ? જશવંતભાઈ જવાબ આપતા બોલ્યા કે મને ખબર જ નથી પડતી કે મારે શું કરવું જાેઈએ અંજુ રોજ ઓફિસ જવાનું, કામ કરવાનું કહે છે, પાર્ટીઓના ફોન આવે છે પણ મને વાત કરવી ગમતી નથી એટલે પછી ફોન કરીશ એમ કહી ફોન પુરો કરૂં છું.પછી વિચારે ચડી જાઉં છું કે મેં આમ કેમ કીધું ? જાતજાતના સવાલો મનમાં થાય છેને મને મુંંઝવી નાખે છે.પછી વિચારૂં છુ કે મને શું થયું છે ? હું તો સાજાે સારો છુ બધું ખાઉં પીવંુ છું.મને અંજુએ કહ્યું હતું કે, તમે માઈન્ડ પર કામ કરો છો અને તે પણ વગર દવા,ઈંજેકશને માઈન્ડમાં ચેન્જીસ લાવો છો.

શું આ વાત સાચી છે ? ડૉ.જલપાએ કહ્યું, હા અમે માઈન્ડ કંટ્રોલ કરવાનું.નેગેટીવ વોટસ દૂર કરવાનું,પોઝીટીવ એપ્રોચ રાખવાનું, દરેક સારા કામો માટે મેન્ટલી અને ફીઝીકલી ફીટ રહી સકસેસ તરફ આગળ વધારવાનું કામ કરીએ છીએ.ડૉ.જલપાની આ વાત સાંભળી જશવંતભાઈએ અંજલીબેનની સામે જોયું અને બોલ્યા, થેંક ગોડ,લાંબા સમય પછી અંજુ સાચું બોલીને તમારે ત્યાં આવી.

ડૉ.જલપાએ વાત આગળ વધારતા જશવંતભાઈને કહ્યું કે,અમને લાગે છે કે, તમારે તમારા માઈન્ડને થોડું ટ્રેઈન કરવાની જરૂર છે,વધુ પાવરફુલ કરવાની જરૂર છે એમ કરતા તમે આવી દરેક પરિસ્થિતિને સમજી શકશો અને સારો એવો પ્રોગ્રેસ કરી શકશો.તમને શંુ લાગે છે ? જવાબમાં જશવંતભાઈએ કહ્યું કે, ઓકે, આના માટે મારે શું કરવાનું છે? કયારે, કોને અને કેટલો ટાઈમ લાગશે ? તે મને કહી દો જશવંતભાઈનો જુસ્સો અને પોઝીટીવ આન્સર સાંભળી અંજલીબેનનો ચહેરો ખીલી ઉઠયો.

ડૉ.જલપાએ જશવંતભાઈનાં સવાલોના જવાબ આપતા સમજાવ્યું કે, સજેશનો દ્વારા પહેલા તમારા ડીસ્ટર્બ માઈન્ડને શાંત અને સ્ટેબલ કરશું.આ પ્રોસેસ તમે ખુરશી પર બેસીને કે સવાસનની સ્થિતિ એટલે ચત્તા સુઈને કરવાની છે.તમારી ચોઈસ પ્રમાણે પછી આંખો બંધ રાખી તમને આપવામાં આવતા સજેશનો તમારે ધ્યાનથી સાંભળવાના અને દરેક સજેશનોને સીન્સયરલી ફોલો કરવાનો પ્રયત્ન કરવાનો. આ એકદમ સીમ્પલ અને ઈફેકટીવ ટેકનીક છે જે થોડા દિવસોમાં જ તમને નોર્મલ લાઈફને એન્જાેઈ કરતા કરી દેશે એટલે જશવંતભાઈએ કહ્યું, સોમવારથી શરૂ કરી શકાય ? એટલે ડૉ.જલપાએ હા પાડી કહ્યું કે, સોમવારથી શુક્રવાર નક્કી કરેલા ટાઈમે રેગ્યુલર અને પરફેકટ ટાઈમ પર આવવા જણાવ્યું.

નક્કી કરેલા સમય પ્રમાણે જશવંતભાઈ તેમના વાઈફ સાથે આવ્યા,ફોર્માલીટી કંપલીટ કરી ડૉ. જલપાએ સીટીંગ શરૂ કરી અંદાજે ર૦-રપ મીનીટ પછી સીટીંગ પુરી કરી.સીટીંગ રૂમમાંથી બહાર આવી કહ્યું કે,ઘણા દિવસો કે મહિનાઓ પછી આજે રીલેકસ થયો. એવું લાગે કે ત્યાર પછી જેમ જેમ સીટીંગ આગળ વધતી ગઈ તેમ તેમ જશવંતભાઈ વધુ શાંતિ-આરામનો અનુભવ કરવા લાગ્યા.તેમના વિચારોમાં પરિવર્તન આવતું ગયું.દરેક બાબતોમાં રસ લેવા લાગ્યા.

દશ દિવસમાં તો તેમની મેળે પાર્ટીઓને ફોન કરી કોન્ટેકટ ડેવલપ કરવા લાગ્યા.પંદર દિવસની સારવાર પુરી થતાં પોતાની મેળે ઓફિસ જવા લાગ્યા અને પહેલાની જેમ આખો દિવસ કામ કરવા લાગ્યા.પહેલા કરતાં વધુ ઉત્સાહપૂર્વક બીઝનેસ ડેવલપ કરવા લાગ્યા.કેમ કે હિપ્નોથેરાપી થકી તેમના મનમાં રહેલા દરેક મેન્ટલ બ્લોકસ રીમુવ કરી દેતા તેમનો એપ્રોચ અને એટીટયુડ પોઝીટીવ થવા લાગ્યો એટલે અંજલીબેન ટેન્શન ફ્રી થઈ ગયા.આવી જ રીતે ડીપ્રેશન અને દરેક પ્રકારના સાયકોલોજીકલ અને સાયકોસેમીટીક ડીસઓર્ડર દૂર કરવા માટે હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ રામબાણ ઈલાજ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.