હૃદયનો વાલ બદલવા માટે હવે હાર્ટ ઓપન કરવાની જરૂર નથી

સંજીવની
સંજીવની

હાર્ટ વાલ રિપ્લેસમેન્ટ અનેક દાયકાઓથી પરંપરાગત રીતે ઓપન હાર્ટ સર્જરી દ્વારા કરવામાં આવતું રહ્યું છે.દરદીઓને ઓપન હાર્ટ સર્જરીને બદલે એક અત્યંત નાના છેદ દ્વારા વાલને રિપ્લેસ પણ કરી શકાય છે અથવા રિપેરિંગ પણ કરી શકાય છે. તેને ટીવીઆર વાલરિપ્લેસમેન્ટ ટેક્નિક કહેવામાં આવે છે
હાર્ટ વાલ રિપ્લેસમેન્ટ અનેક દાયકાઓથી પરંપરાગત રીતે ઓપન હાર્ટ સર્જરી દ્વારા કરવામાં આવતું રહ્યું છે.દરદીઓને ઓપન હાર્ટ સર્જરીને બદલે એક અત્યંત નાના છેદ દ્વારા વાલને રિપ્લેસ પણ કરી શકાય છે અથવા રિપેરિંગ પણ કરી શકાય છે. તેને ટીવીઆર વાલરિપ્લેસમેન્ટ ટેક્નિક કહેવામાં આવે છે
દરદીઓ માટે આ રાહત ઓપન હાર્ટ સર્જરીમાં દરદીને હાર્ટ લંગ મશીન પર મૂકી અત્યંત મહત્વપૂર્ણ સર્જરી કરવાની રહેતી હતી. છાતી પર એક મોટો ચીરો પાડી મિડ બ્રેસ્ટ બોનમાં છાતીને ખોલવી પડતી હતી. દરદીને સર્જરીમાંથી બહાર આવવામાં લગભગ ત્રણ મહિનાનો સમય લાગતો હતો અને તેમને આજીવન બ્લડ થિનર્સ પર રહેવું પડતું હતું. હવે નવી ટેક્નીક આવી જવાથી હાર્ટ વાલને એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેંટિંગની જેમકેથેટર આધારિત ટેક્નીક દ્વારા
બદલીશકાય છે. શું છે તેની પ્રક્રિયા કૃત્રિમ હાર્ટ વાલને કેથેટર (ટ્યૂબ)ના આગળના છેડે મૂકવામાં આવે છે અને તેને સાથળના સાંધા પાસે એક મામૂલી છેદના માધ્યમથી અંદર નાખવામાંઆવે છે. આ કથેટરને હૃદયનાક્ષેત્ર સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાં વાસ્તવિક બીમારીગ્રસ્ત વાલને બદલવાનો હોય છે. ત્યાં પહોંચીને કૃત્રિમ વાલને યોગ્ય જગ્યાએ પ્રત્યારોપિત કરવામાં આવે છે. અનેક વખત જૂના વાલના ઉપર જ નવો વાલ મૂકી દેવામાં આવે છે જેનાથી જૂનો વાલ નવા વોલની પાછળ જતો રહે છે. નવો વાલ તત્કાળ કામ કરવાનું શરૂ કરી દે છે. પંકચર કરાયેલી જગ્યાને પહેલાથી તૈયાર ખાસ સૂચરથી સીલ કરી દેવામાં આવે છે. બેભાન કરવાની જરૂર નથી દરદીને ઠીક થવા માટે એક રાત રોકવામાં આવે છે અને ત્રીજા દિવસે તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા સામાન્ય એનેસ્થિસિયા વિના હોશમાં રાખીને જ પેઇનકિલર દવામાં કરાય છે. એવા લોકો જે પહેલા પણ ઓપન હાર્ટ સર્જરી નથી કરાવી શકતા કેબીજી સર્જરી નથી કરાવી શકતા તેઓ આ સુવિધાનો લાભ ળઇ શકે છે. એવા દરદીઓ જે અન્ય બીમારીઓના કારણે જેમને ઓપન હાર્ટ સર્જરીમાં વધારે ખતરો થઇ શકે છે તેઓ પણ આ ટેકનિકનો ફાયદો લઇ શકે છે. આ થેરેપીની સફળતાનો દર ૧૦૦ ટકા છે. જન્મજાત હૃદય રોગીઓને ફાયદો એઓર્ટિક સ્ટેનોસિસ (એઓર્ટિક વાલનું સાંકળુ થવુ) વાલનો એક સામાન્ય રોગ છે જે જન્મજાત હોય છે. આ સમસ્યા જન્મથી જ પ્રભાવિતકરે છે.કેટલાક દરદીઓ એવા હોય છે જે રોગ વધવાના કારણે સર્જરીને લાયક નથી રહેતા. પહેલા તેમની સર્જરીની પણ સ્થિતિ રહેતી ન હતી. હવે એવું નથી કારણકે છાતી ખોલવાની જરૂર નથી પડતી અને હાર્ટનો વાલ બદલી શકાય છે અથવા ત્યાંને ત્યાં જ રિપેર પણ કરી શકાય છે. દરદી ત્રીજા દિવસે ફીટ થઇ પોતાના ઘરે જવા માટે તૈયાર હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.