હિપ્નોથેરાપી અપનાવો, સ્વાસ્થ્ય અને સંબંધો બગાડતા ગુસ્સાને ભગાવો

સંજીવની
સંજીવની

હિપ્નોથેરાપી અપનાવો, સ્વાસ્થ્ય અને સંબંધો બગાડતા ગુસ્સાને ભગાવો
ક્રોધ,ગુસ્સો એ માણસનો સૌથી મોટો શત્રુ, દુશ્મન છે.આ વાત આપણે બધા સારી રીતે જાણીએ છીએ છતાં આપણામાં રહેલા શત્રુ સમા ક્રોધને કંટ્રોલ કરવાનો ભાગ્યે જ કોઈ પ્રયત્ન કરતા હોય છે.આજના હોંશિયાર, સમજદાર માણસો ચારેકોરથી શકય તેટલું વધુ જ્ઞાન મેળવે છે એમાં શંકાને કોઈ સ્થા નથી.એટલે જ ગમે ત્યાં કોઈપણ સબજેકટ પર જે કોઈને જ્ઞાન આપવાનું હોય તો તે ખૂબ ઉત્સાહી થઈ જાય છે અને જ્ઞાનની લ્હાણી કરે છે પણ તે જ્ઞાનનો ઉપયોગ કરવાનો તેમની પાસે સમય નથી કે યાદ નથી આવતું.બધા જ સુમાહિતગાર છો કે ઘરમાં, સમાજમાં, મિત્ર વર્ગમાં, ઓફિસ,દુકાન કે કોઈપણ ફેકટરીમાં ક્રોધ, ગુસ્સાને લીધે સંબંધોમાં તીરાડ પડે.બીઝનેસમાં કલાયન્ટો તુટવા લાગે, ઓછા થાય, સ્ટાફ નારાજ થાય માલિક અને વર્કરો વચ્ચે મોટી દિવાલો ઉભી થતી આવી છે. આ દરેકમાં બંનેપક્ષને નુકશાન જ થતું હોય છે.ગુસ્સાને બદલે આ દરેક કામ પ્રેમથી પણ કરાવી શકાય છે જે થતું નથી કેમ કે મોટા ભાગે દરેક જગ્યાએ શેઠ,બોસ એમ જ સમજે છે કે હું બોસ છું, હું માલિક છું એટલે મને સ્ટાફ પર, વર્કરો પર જે મારી સુચના પ્રમાણે કામ ન કરે તે દરેક પર ગુસ્સો કરવો અને મારી મરજી મુજબ કામ કરાવવું એ મારો હક્ક છે, અધિકાર છે બધાને કંટ્રોલ કરવા દેખાવ પુરતો ગુસ્સો કરવો જરૂરી છે પણ ગુસ્સામાં આવી જેમ તેમ બોલી સ્ટાફ અને વર્કરો સાથેના સંબંધો ખરાબ થાય છે, બધાના મનમાં તમારી જે ઈજ્જત હતી માન સન્માન હતું તે ઘટતું જાય છે.સ્ટાફ અને વર્કરો સાથેનું ડીસ્ટન્સ (દૂરી) વધતી જાય છે જેની અસર કામ પર અચૂક પડે છે.
વર્ષોથી ગુસ્સાને લીધે આવતા દુષ્પરિણામો આપણે જાેતા આવ્યા છીએ, કદાચ નાના મોટા પરિણામો ભોગવી ચૂકયા છીએ.ગુસ્સાને લીધે થતી બિમારીઓ થવાની શકયતાઓ વધી જાય છે.છતાં ગુસ્સો, ક્રોધ પર વિજય મેળવવા તેને કંટ્રોલ કરવાની ટેકનીકો શીખવાનું જરૂરી નથી સમજતા.કેમ કે આ બાબત કયારેય કાંઈ વિચાર્યુ ંજ નથી.કદાચ આપણામાં સાચી સમજણનો અભાવ છે.ગુસ્સાને લીધે જ ઘરમાં અને બહાર તોડફોડ થાય છે.મારામારી થાય છે, પુત્રો માબાપ સાથે લડી પડે છે,ભાઈ-ભાઈના ઝગડાઓ થાય છે, વર્ષો જૂના મિત્રો ક્ષણભરમાં એકબીજાના શત્રુ બની જાય છે.સ્ટાફ નારાજ થઈ જાેબ છોડી દે છે અથવા તેને કાઢી મૂકવામાં આવે.ગુસ્સાને લીધે જ સાત ફેરા ફરી લગ્નગ્રંથિથી જાેડાયેલા પતિ-પત્નીના ડીવોર્સ થાય છે, કેટલાય સુસાઈટ, આત્મહત્યા કરે છે પછી તે ગળે ફાંસો ખાય,કોઈ દવાઓ વધુ પ્રમાણમાં ખાઈ લે, પી લે, કોઈ મકાન ટાવરમાંથી કુદકો મારે છે અથવા અન્ય કોઈ પણ રીતે જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કરે છે.જેમાં બધા સફળ નથી જતા અને અનેક મોટી ઈજાઓ થાય છે.તો કયારેક શરીરના અંગોને ભારે નુકશાન પહોંચે છે. તો કયારેક કોઈ એકાદુ અંગ,શરીરનો ભાગ ગુમાવે છે. તો કેટલાય મર્ડર (ખૂન) થાય છે.કારણો અને મારવાની પદ્ધતિ ભલે જુદી હોય પણ આ ગુસ્સો કોઈનો જીવ લે છે આવા અનેક સમાચારો રોજ સાંભળીએ છીએ અથવા ન્યુઝ પેપરમાં વાંચીએ છીએ.ટુંકમાં ગુસ્સો સ્વાસ્થ્ય અને સંબંધો બંને બગાડે છે.બંનેનો દુશ્મન છે માટે જ ગુસ્સા પર કાબુ મેળવતાં શીખી લેવામાં જ સમજદારી છે.
પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં સેવંતીભાઈ બે યુવાનો સાથે આવ્યા અને કહ્યું આ અજય અને આ વિજય બંને ભાઈઓ છે અને હું તેમનો ફ્રેન્ડ છું.સેવંતીભાઈએ જણાવ્યું કે તેમનો દિકરો અને દિકરી તમારા સ્ટુડન્ટ છે.બાર તેર વર્ષ પહેલાં તમારી પાસે આવ્યા હતા. આજેય કહેતા હોય છો કે બી.કુમાર અને કૌશલ સરે શીખવેલું ખુબ ઉપયોગી થયું છે.અમારી સફળતાનું પહેલું કારણ એ જ છે.આજે આ મારા મિત્રો એટલે બંને ભાઈઓ જે એક જ દુકાનમાં સાથે બેસી બીઝનેસ કરતા હતા. તે કોઈ વાત મુદ્દે ઝગડી પડે અને સાથે રહેતા.સાથે કામ કરતા બે ભાઈઓને ગુસ્સાએ જુદા કર્યા.એટલે એક દુકાનમાંથી બે દુકાનો કરી બંનેવના એક જ બીજનેસ કરતા હોવાને લીધે કલાયન્ટોના પણ બે ભાગ પડી ગયા, બે દુકાનો જુદી થતાં કલાયન્ટો બે ભાઈઓના આંતરિક ઝગડાનો લાભ લેવા લાગ્યા.બંને ભાઈઓ હવે એકબીજાના હરીફ બની ગયા અને બંને એકબીજાના કલાયન્ટોને ઓળખતા તો હતા જ એટલે પોતાની તરફ ખેંચવાના પ્રયત્નો કરવા લાગ્યા.એક ભાઈએ બીઝનેસ વધારવા કલાયન્ટોને આકર્ષવા પ્રાઈઝ લીસ્ટના રેટ પર પહેલા કરતાં ડીસ્કાઉન્ટ વધાર્યું તો બીજાએ ક્રેડીટના દિવસો વધાર્યા.શરૂઆતમાં તો ખબર ન પડી પણ પાંચ છ મહિના થતાં આડેધડ આપેલા ડીસ્કાઉન્ટ અને આપેલી ક્રેડીટ પ્રાણે ટાઈમસર પેમેન્ટ ન આવતા બંનેને લોસ થવા લાગ્યો એટલે સેવંતીભાઈ જે જાણતા હતા કે ટ્રેનીંગ સેલ્ફ હિપ્નોસીસ અને મેમરી ટ્રેનીંગ,ટ્રીટમેન્ટ અને બીઝનેસ ગાયડન્સ આપીએ છીએ એટલે જ તેઓ અજયભાઈ અને વિજયભાઈને અમારી પાસે લાવ્યા હતા.સેવંતીભાઈને સાંભળ્યા પછી અજયભાઈ અને વિજયભાઈ સાથે વાત કરી.તેમને જણાવ્યું કે તમે આજે પણ સાથે રહો છો એ સારૂં છે હવે બીઝનેસમાં પણ પાછા સાથે થઈ જાવ,એક થઈ જાવ,એ જ તમારા હિતમાં છે.તમારા આ સામાન્ય ડીસપ્યુટને લીધે કલાયન્ટો તેનો લાભ લે છે એ જ તમારા નુકશાનનું એક કારણ છે અને બીજું તમે આપેલું ડીસ્કાઉન્ટ અને ક્રેડીટ છે તમે ભેગા થશો અને પહેલાની જેમ જુની ટર્મસ કન્ડીશન પર કામ શરૂ કરશો એટલે જુની રીકવરી આવતી જશે નહીંતર તે લોકો વારાફરતી તમારા બંનેવ પાસેથી માલ લેશે, પેમેન્ટ લેટ કરશે, કલાયન્ટ ગુમાવવો પડે એટલે તમે એને સાચવશો અને માત્ર નુકશાન કરશો. તેમને સમજાવ્યું કે તમારામાં મતભેદ થયો છે,મનભેદ નહીં માટે તમે જાે તમારૂં હીત જાેશો તો તેને માટે ફરી સાથે થઈ જાવંુ વધુ સારૂં છે તેમ તમને પણ લાગશે. અને બંનેભાઈએ હાથ મીલાવી અત્યારથી અને કાયમ માટે એક સાથે રહેવા નક્કી કર્યું અને ગુસ્સાને કંટ્રોલ કરવા જયારે ફાવે ત્યારે આઠ દશ દિવસ રોજ માત્ર વીસ મીનીટની કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની સીટીંગ લેવી જ જાેઈએ અથવા હિપ્નોટીઝમના અમારા બે દિવસીય પ્રેકટીકલ ટ્રેનીંગમાં જાેઈન્ટ થવું વધુ લાભકર્તા થશે.કેમ કે આ ટ્રેનીંગમાં યાદશક્તિ, ઈચ્છાશક્તિ, વિચારશક્તિ, મનશક્તિ, ધ્યાનશક્તિ, કાર્યશક્તિ વધારતા ઈન્દ્રીયો પર કાબુ મેળવતા, દુઃખાવાઓ કાબુમાં કરતા, માઈન્ડને સાચી દિશામાં વાળવા,નિર્ણયશક્તિ વધારતા વિ.અનેક બાબતો શીખી જીવનભર તેના ફાયદાઓ મેળવી શકાય છે.ઘરના દરેક આ ટ્રેનીંગ લઈ શકે છે અને પોઝીટીવ ફાયદાઓ મેળવી શકાય છે, ઘરના દરેક આ ટ્રેનીંગ લઈ શકે છે અને પોઝીટીવ એપ્રોચ અને પોઝીટીવ એટીટયુડ સાથે આગળ વધી શકો છો. વિગતો જાણતા જ તેમના ફેમેલી માટેનો ખાસ અલગ ટ્રેનીંગ પ્રોગ્રામ નક્કી કર્યો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.