હિપ્નોથેરાપી અપનાવો..ડીપ્રેશન ભગાવો… ભાગ – ૨

સંજીવની
સંજીવની

આ ટ્રીટમેન્ટ દરમ્યાન જાે મનમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉભા થાય તો તે દરેક લખી રાખવા અને આવો ત્યારે લેતા આવવા તેમ ડાૅ.કૌશલે જણાવ્યું જેથી તે દરેક પ્રશ્નોના ઉકેલો, જવાબો મેળવી શકો.જે આગળ વધવામાં આવતા અવરોધો દૂર કરવાનું કામ કરે છે.ડાૅ.જલપાએ સીટીંગ શરૂ કરી. સોનલબેનના મન અને શરીરને શાંત કરવાની પ્રોસીજર શરૂ કરી.ફકત પંદર વીસ મીનીટની આ સીટીંગે સોનલબેનમાં એક આત્મવિશ્વાસ જાગ્યો કે તે હવે અચૂક નોર્મલ થઈ જશે.ઘણાં દિવસો પછી આજે તેમણે શાંતિનો અનુભવ આ સીટીંગ પુરી થતાં અનુભવ્યો. પહેલા દિવસથી જ સોનલબેનને સારૂં લાગતાં સુરેન્દ્રભાઈને તેમનો લીધેલો આ ટ્રીટમેન્ટ માટેનો નિર્ણય અને ડાૅ. કૌશલ તથા ડાૅ.જલપાના આ વિજ્ઞાન પરના પ્રભુત્વનો પ્રત્યક્ષ પુરાવો મળી ગયો.
ધીરે ધીરે સોનલબેનને આ સારવારથી જેમ જેમ ફાયદો થવા લાગ્યો તેમ તેમ નોર્મલ થવાની તેમની ઈચ્છા વધુ સ્ટ્રોંગ થવા લાગી.આમ થતાં તેમનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો.ડાૅ.જલપા અને આ ટ્રીટમેન્ટ પરનો વિશ્વાસ વધતાં ખુલીને વાતો કરવા લાગ્યા અને આ વાતોમાં અનેક અલગ અલગ સવાલો ના જવાબોમાં સોનલબેનની આ માનસિક સ્થિતિ થવા પાછળનું ધીરે ધીરે ડીપ્રેશનમાં વધુ સરકતાં જવાનું કારણ મળી ગયું.આજકાલ સોનલબેન તમની દિકરી વિશે વધુ પડતું વિચારવા લાગ્યા હતા. બે ત્રણ છોકરાઓ જાેયા પણ તેનો મેળ ન પડતા તેનું શું થશે ? કયારે તેનું ઘર વર નક્કી થશે, છોકરો કેવો હશે ? વિગેરે જાત જાતના વિચારોમાં રચ્યાપચ્યા રહેતા. આ ચિંતા તેમને મનમાં ને મનમાં કોરી ખાતી જેને લીધે તે ગભરાટ અનુભવતા હતા, બેેચેની લાગતી હતી.
જે રીતે ટ્રીટમેન્ટ ચાલતી હતી તે ટ્રીટમેન્ટના ફકત બાર દિવસમાં તો સોનલબેન પહેલા જેવા બિલકુલ નોર્મલ થઈ ગયા, બધું ગમવા લાગ્યું. ડરમાંથી મુકત થઈ ગયા. તેમને આપવામાં આવતા પ્રોપર પોઝિટીવ સજેશનોની આ કમાલ હતી.હિપ્નોટીક ટ્રાન્સમાં લઈ જઈ સબકોન્સીયસ માઈન્ડને પ્રોગ્રામ કરતા ડાૅ. કૌશલ અને ડાૅ.જલપા વગર દવાએ પેશન્ટને સારા કરી શકે છે તે પહેલાં માત્ર સાંભળેલું પણ પ્રત્યક્ષ અનુભવતા જાણે ચમત્કાર થઈ ગયો, કર્યો તેવું સુરેન્દ્રભાઈને લાગ્યું.
બીજી ત્રણ સીટીંગમાં સોનલબેનને જરૂરી ઉપયોગી બીજા જનરલ પોસ્ટ હીપ્નોટીક સજેશનો આપી તેમનો કોન્ફીડન્સ લેવલ વધરી રાઈટ ડાયરેકશનમાં પોઝીટીવ એપ્રોચ સાથે આગળ વધવા તેમને તૈયાર કર્યા. આમ પંદર સીટીંગ પુરી થતાં સુધીમાં તો સોનલબેન પહેલાં કરતાં ડબલ જાેશ સાથે તેમના રૂટીન કાર્યોમાં લાગી ગયા જાણે કાંઈ આવું બન્યું જ ન હતું.
હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ થકી દરેક જાતના માનસિક અને મનોશારીરિક રોગોની સારવાર કરી શકાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.