હઠ (જીદ)સમસ્યાઓ સર્જી શકે છે

સંજીવની
સંજીવની

બાળહઠ અને સ્ત્રીહઠ પાસે ભલભલાએ ઝુકવું પડયું છે આ કોઈ નવી વાત નથી, બાળકો જાે કોઈ ચીજવસ્તુ માગે, ના મળે ત્યાં સુધી માગે એટલે માબાપ કહે તે બહુ જીદી થઈ ગયો છે. શું તે વસ્તુ બાળકને ન અપાવવી એ મા બાપની જીદ ન કહેવાય. ખરેખર તો બાળક કાંઈ પણ માંગે એટલે મોટા ભાગના માબાપ કે વડીલો તે રમકડાં કે ફુગ્ગા કે અન્ય વસ્તુઓ લાવી આપે છે. આવું વારંવાર બને છે એટલે બાળક સમજે છે કે માગવું તેનો હક્ક છે અને જાે એ વસ્તુ ના મળે તો રડીને જીદ કરવાથી તે મળે છે. ઘણીવાર સંજાેગો એવા હોય છે કે માબાપની ઈચ્છા ન હોવા છતાં તે સમય સાચવવા બાળકની જીદ પોષવી પડે છે. સમય જતાં બાળક મોટું થતું જદાય છે, તેમ તેની ડીમાન્ડ અને જીદ વધતી જાય છે. આ સમય છે તેને સમજણથી વારવાનો, પ્રેમથી મનાવવાનો નહીં કે કોઈ લાલચ આપવાનો.
આવી જ કોઈ જીદથી હેરાન કપલ પરફેકટ હેલ્થકેર સેન્ટર પર આવ્યું.ડૉ.કૌશલને મળ્યા અને કહ્યું, ડૉકટર આ મારો સન કલ્પ જેના માટે અમે તમારી પાસે આવ્યા છીએ. હું જય અને આ કાવેરી. કલ્પ પંદર વર્ષનો છે.અને નાઈન્થમાં સ્ટડી કરે છે. નાનો હતો ત્યારે એકથી પાંચમા રેંક આવતી. સેવન્થમાં આવ્યો ત્યારથી ફુટબોલ રમવાનો શોખ જાગ્યો. સોસાયટીમાં રોજ સાંજે છોકરાઓ ફુટબોલ રમતા ત્યારે કલ્પ પણ રમવા જતો.થોડા સમયમાં તેને ભણવાનો રસ જતો રહ્યો. કલ્પ ફુટબોલ સારૂં રમે છે તે કોઈ ફુટબોલ મેચ રમવા ગયો અને તેને ટ્રોફી મળી તે દિવસથી નેશનલ લેવલ પર ફુટબોલના ચેમ્પિયન બનવાનું તેના મનમાં ભરાયું છે એટલે હવે ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતો. તેને ફુટબોલના કોચીંગ જાેઈન્ટ કરવા છે. આ વાતને લઈ છેલ્લા ત્રણ ચાર મહીનાથી ઘરમાં અશાંતિ રહે છે, જયભાઈની વાત પુરી થતાં કાવેરીબેને કહ્યું અમે તેને ફુટબોલ રમવાની ના નથી પાડતા. પણ હવે જાે ભણવામાં ધ્યાન નહીં આપે તો નેકસ્ટ યર ટેન્થમાં તકલીફ પડશે. વેકેશનમાં ફુટબોલ રમવાનું અને કોચીંગ જાેઈન્ટ કરવા કહીએ છીએ પણ તે કાંઈ સમજવા જ તૈયાર નથી. તમે જ કહો કે કલ્પે શું કરવું જાેઈએ. ડૉ.કૌશલે કલ્પ સાથે વાત શરૂ કરતાં પુછયું કે ફુટબોલ સિવાય બીજી શું શું હોબી છે ? કલ્પે કહ્યું હું ચેસ રમું છું અને પોસ્ટલ સ્ટેમ્પસ કલેકટ કરૂં છું. ડૉ.કૌશલે કહ્યું વેરી ગુડ.. ફુટબોલમાં નેશનલ લેવલ જ કેમ ? ઈન્ટરનેશનલ લેવલ પર રમવામાં અને જીતવામાં હેલ્પફુલ થઈ શકું છું. કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ થકી તમે ફુટબોલ અને ચેસ બંનેમાં તમારી ગણતરી કરતાં વધુ ઈમ્પ્રુવ કરી શકાય. આજ કાલ તો નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલના દરેક ખેલાડીઓ મોટા ભાગે ગ્રેજ્યુએટ હોય છે. જાે તમે ગ્રેજ્યુએટ નહીં હોય તો બીજા બધા પ્લેયર સામે તમને ગીલ્ટી હીલ થશે. દરેકની લાઈફમાં એજ્યુકેશનનો પણ ઈપોર્ટન્ટ રહેલ છે. આ વાત તમારા જેવા બ્રીલીયન્ટ સ્ટુડન્ટે ન ભુલવી જાેઈએ. હું પર્સનલી ઈચ્છું છું કે તમે ફુટબોલમાં ઈન્ડીયન ટીમને લીડ કરો. પણ પહેલા ગ્રેજ્યુએશન સારી રીતે પુરૂં કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.