સ્થૂળતા : અનેક બીમારીઓ માટે જવાબદાર

સંજીવની
સંજીવની

આપણે તંદુરસ્ત રહેવાના ગમે તેટલા પ્રયાસો કરીએ પરંતુ સાચી વાત તો એ છે કે શરીરમાં વધતુ ફેટ આંતરિક બીમારીઓને આમંત્રણ આપે છે.સ્થૂળતા એક મુસીબત છે.આઘણી બીમારીઓ થવાનું કારણ બને છે. ઘણી વખત મેદસ્વી થનાના કારણોને લઇને લોકોમાં ખોટી ધારણાઓ ઉદ્ભવે છે. જોઇએ આમાંથી સાચા રસ્તાઓ કયા છે?
સૌથી પહેલા તો મગજમાંથી એ વાત કાઢી નાખવી જોઇએ કે વજનની સીમા વધારવાથી આપણે હેલ્ધી થઇ જઇએ છીએ.પછી એ નાના બાળકોમાં હોય કે મોટા માણસમાં.છોકરાઓમાં વજનનું પ્રમાણ જો વધારે હોય તો એ ઓછુ થઇ જાય છે પરંતુ ૩૦ વર્ષ પછીના વ્યક્તિઓ વજન ઓછુ કરવામાટે ખૂબ જ પ્રયાસો કરવા પડે છે.જરૂર કરતાં વધારે પડતુ વજન આગળ જતા સ્થૂળતાને નિમંત્રણ આપે છે. આને લીધે ડાબાબિટીઝ, હાઇબ્લડ પ્રેશર તેમજ હૃદયના રોગો થવાનીશક્યતા રહે છે. ત્યાં સુધી લોકો જે હેલ્ધી અને એક્ટિવ હોય ચે તેમને પણ હેલ્થ પ્રોબ્લેમ થાય છે. એટલે જ જાડા થઇ ગયા હોય તો સતર્ક રહેવું જોઇએ. માન્યતા ઃ બેબી ફેટ સમયે સાથે આપોઆપ ખતમ થઇ જાય છે. તથ્યઃ ગોળમટોળ છોકરાઓ કોને સારા ના લાગે પરંતુ આજ ફેટ મોટા થાય ત્યાં સુધી કાયમ રહે તો મુશ્કેલીઓ ઉભી કરે છે. આ એક મહત્વપૂર્ણતથ્ય છે કે બધા જ બેબીઓમાં બેબી ફેટ મોટા થવા પર આરોપઆપ જ ખતમ થઇ જાય છે.ઘણા છોકરાઓમાં બેબી ફેટ આપોઆપ જ ખતમ થઇ જાય છે. પરંતુ એની સાથે ઘણી બધી સ્થિતિઓ જોડાયેલી હોય છે. એટલા માટે ટીવી, કોમ્પ્યુટર, મોબાઇલ ફોન, વીડિયો ગેમ્સ અને જંકફુડમાં જોડાયેલા બાળકોને બહાર લાવવા જોઇએ. અને દોડવા-ભાગવા દેવા જોઇએ.એમને એક્ટિવ રહેવા દેવા જોઇએ. તેઓની જીવનશૈલીને નિયમિત કરો.
માન્યતા ઃ વધારે ખાવાથી વધે છે વજન તેમજ સ્થૂળ થઇ જવાય છે તથ્ય ઃ કોણ કેટલું ખાય છે એના કરતાં વધારે એ વાત માન્ય થાય છે કે તે લોકો શું ખાય છે.ઘણા લોકો ફેટ બાળવા માટેનાપદાર્થો ખાય છે. તેઓની ડાયટ વધારે છે. તો પણ એ લોકો ફીટ રહે છે અને વજન પણ ઓછુ કરી લે છે. વધારે ખાવાથીનહીં પણ ભૂખ્યા રહેવાથી વજનમાં વધારો થાય છે. જ્યારે જરૂર હોય ત્યારે જમીએ તો એ મેદસ્વી થવાથી બચાવે છે.તમે કેટલી કેલેરી ખાઓ છો અને કેટલી ખર્ચ કરો છો એના પર ર્નિભર છે. તો ફળ,સલાડ,ફાઇબરથી ભરપૂર પદાર્થ ખૂબ જ ખાવા જોઇએ અને પ્રોસેસ્ડ વસ્તુ તેમજ જંક ફુડથી દૂર રહેવું.એવી જ રીતે લોકોના મનમાંથી વહેમ નીકળી જશે કે ડેરી પ્રોડક્ટ્‌સ વજન વધારે છે.આમ તો સંતુલિત માત્રામાં દુધ,પનીર વગેરે જેવી ડેરી પ્રોડક્ટ્‌સને પીવાથી કે ખાવાથી વજન નથી વધતો. માન્યતા ઃ ફક્ત મેદસ્વી લોકોને જ કોલેસ્ટ્રોલ તેમજ ડાબાબિટિસ જેવી સમસ્યા થાય છે. તથ્ય ઃએક મામૂલી ધારણા કે હાઇ કોલેસ્ટ્રોલ તેમજ ડાયાબિટીસ જેવી સમસ્યાઓ પાછળ ઘણા કારણો હોય છે.

બાળકનું આવું બ્લુ દેખાવું એ ખૂબ જ મહત્વનું ચિહ્ન છે જેના દ્વારા ખબર પડે છે કે નક્કી બાળકના હાર્ટમાં તકલીફ છે, પરંતુ આ મહત્વનું ચિહ્ન હંમેશા લોકો ઓળખી શકતા નથી. ભારતીય બાળકોનો વાન ઘઉંવર્ણો કે કાળો હોય છે. હાર્ટની ખામીને લીધે જ્યારે બાળક બ્લુ દેખાય છે ત્યારે તે એકદમ બ્લુ નથી હોતું. થોડો બ્લુ જેવો અણસાર જ હોય છે. જો બાળક ગોરું હોય તો એકદમ જ ફરક સામે આવે છે, પરંતુ બાળક ગોરું ન હોય તો ચામડીમાં આવેલો ફરક એકદમ ઓળખાતો નથી. ઓળખવામાં મોડું થાય છે. બીજા ચિહ્નો સામે આવે ત્યારે જ માતા-પિતા બાળકને ડોક્ટર પાસે લઇ જાય છે. આમ નિદાન મોડું થતું હોય છે. અંધશ્રદ્ઘા જન્મેલા બાળકની ચામડીનો રંગ બ્લુ થાય એ કોઇ ચમત્કારી ઘટના લોકોને લાગતી હોય છે. આપણા દેશમાં જ્યાં અંધશ્રદ્ઘાનો વ્યાપ ઘણો વધારે છે ત્યાં એવા કિસ્સાઓ પણ જોવા મળે છે કે બાળકનો રંગ જો બ્લુ થાય તો તેને ચમત્કારિક બાળક માનવામાં આવે તો એવું લાગે કે બાળકને કોઇ ભૂત-પ્રેત કે વળગણ છે. એવા પણ ઘણા કિસ્સાઓ બને છે કે બાળક બ્લુ રંગનું થાય તો લોકો તેને ડોક્ટર પાસે લઇ જવાને બદલે ભૂવા કે તાંત્રિક પાસે લઇ જાય છે. આમ સમય વેડફાય છે અને બાળકનું નિદાન જલદી નથી થઇ શકતું. તેને સમયસર ઇરલાજ નથી મળી શકતો. આ રીતે ક્યારેક આપણે બાળકને બચાવી શકતા નથી. શું કરવું? જ્યારે બાળકને જન્મથી જ હાર્ટમાં પ્રોબ્લેમ હોય તો એનું નિદાન જેટલું જલદી થાય અને ઇલાજ જેટલો બને એટલો જલદી કરાવવામાં આવે એટલું તેનું જીવન લંબાય છે. આજે આપણી પાસે દરેક જાતના જન્મજાત હાર્ટ પ્રોબ્લેમ્સમને પહોંચ ીવળે તેવા નિષ્ણાત ડોક્ટર્સ અને સારવાર બન્ને ઉપલબ્ધ છે અને જો જન્મજાર હાર્ટ-પ્રોબ્લેમ્સવાળા લોકોને યોગ્ય ઇલાજ મળે તો તેઓ લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકે છે. ઘણી વાર બેદરકારીને લીધે એવું બને છે કે નિદાન કરવામાં મોડું થઇ જાય છે અથવા ઘણા દરદીઓની વર્તમાન પરિસ્થિતિ સારી હોય તો લોકો ઓપરેશન ટાળતા હોય છે, જે ખોટું છે. દરદીને કયા પ્રકારના ઇલાજની જરૂર છે, તેને દવાઓ આપવી, ટ્રીટમેન્ટ ચલાવવી કે સર્જરી કરવી એનો ર્નિણય નિષ્ણાત ડોક્ટર પાસે જ કરાવવો. ચિહ્નો – જન્મજાત આવતા હાર્ટ ડિસીઝને લોકો મોટા ભાગે દેશી ભાષામાં હૃદયમાં કાણું છે કે બીજી કોઇ પણ તકલીફ હોય તો બાળક બ્લુ એટલે કે ભુરૂં જન્મ્યું છે એમ બોલતા હોય છે. પરંતુ હૃદયમાં કાણું હોવું એ જન્મજાત થતા હાર્ટ-પ્રોબ્લેમ્સનો એક પ્રકાર છે. વળી જ્યારે હાર્ટ-પ્રોબ્લેમ હોય ત્યારે ઘણાં બાળકોમાં ઓક્સિજનવાળું શુદ્ઘ લોહી અને ઓક્સિજન વગરનું અશુદ્ઘ લોહી એકબીજા સાથે ભળી જાય છે, જેને કારણે બાળકનો રંગ બ્લુ બની જાય છે. પરંતુ એવું જરૂરી નથી કે દરેક પ્રકારના હાર્ટ-પ્રોબ્લેમમાં બાળકનો રંગ ભૂરો બની જાય. ઘણી વાર બાળક ઓછું ભુરૂં પણ હોય અથવા બિલકૂલ ભૂરૂં ન પણ હોય. છતાં આ એક મહત્વનું લક્ષણ છે. – જો બ્લુ રંગનું ન હોય તો પણ જન્મ સમયે તેના શ્વાસમાં કે તેના ધબકારામાં કોઇ પણ જાતનો પ્રોબ્લેમ જણાય તો એના પરથી ખ્યાલ આવી શકે છે. – આ ઉપરાંત ઘણી વાર પ્રોબ્લેમનાં કોઇ ખાસ લક્ષણ ન હોય, પરંતુ ધીમે-ધીમે મોટા થતા બાળકનો ગ્રોથ નબળો હોય, વજન ન વધતું હોય અથવા અવારનવાર માંદું પડતું હોય, જન્મ પછીના થોડા જ સમયમાં તેને ન્યુમોનિયા થયો હોય, તે માનું દૂધ બરાબર પી ન શકતું હોય તો તેને હાર્ટ-પ્રોબ્લેમ હોવાની શક્યતા છે. – આવું બાળક વારંવાર થાકી ખૂબ જતું હોય છે. એકદમ એક્ટિવ હોતું નથી. – જન્મ બાદ બાળકને હાર્ટનો પ્રોબ્લેમ છે કે નહીં એના નિદાન માટે દરેક ગાયનેકોલોજિસ્ટ પાસે પલ્સ ઓક્સિમીટર નામનું સાધન રહેવું ખૂબ જરૂરી છે, જેના વડે બાળકના ધબકારા અને તેનું ઓક્સિજન લેવલ ચેક કરી શકાય, જેના દ્વારા જન્મ બાદ તરત જ બાળકને કોઇ પ્રોબ્લેમ છે કે નહીં એ ચેક કરી શકાય છે. જો નિદાન જલદી થશે તો ઇલાજ પણ જલદી થઇ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.