સ્ટડીમાં ટોપ અને બીઝનેસમાં લોસ !

સંજીવની
સંજીવની

ઘણાં બાળકો બહુ સારૂં તકદીર લઈને જન્મે છે તો ઘણા બાળકોનું તકદીર એટલુ ં સારૂં હોય છે કે તે ખુબ સુખી ઘરમાં જન્મે છે જ્યાં તેના માટે નોકર ચાકર ખડે પગે હોય છે.જે માંગે તે હાજર કરી દે છે,તકદીર બદલાઈ જાય છે, બાળકનો જન્મ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.ગઈકાલ સુધી અંધારામાં જીવતા પરિવારમાં રોશનીનો, પ્રકાશનો પ્રવેશ થઈ ગયો અને સુરજ બની ઝળહળવા લાગે છે.આજના જમાનામાં તો બાળકનો જન્મ પ્લાનીંગ મુજબ થાય છે. જન્મ પહેલાં જ તેના નામ નક્કી કરી રાખવામાં આવે છે અને જન્મતાની સાથે તેના ભવિષ્યનું પ્લાનીંગ.જાેકે આજના જમાનાની આ એક અગત્યની જરૂરીયાત છે.જાે પ્રોપર પ્લાનીંગ ના કર્યું હોય તો તે પ્રોબ્લેમ આવે તે ફ્રેશ કરવા પડે.એનો અર્થ એ નથી કે પ્રોપર પ્લાનીંગવાલાને કોઈ પ્રોબ્લેમ ન આવે પણ જાે કદાચ કોઈ પ્રોબ્લેમ આવી પણ જાય તો તેને ઈઝીની ટેકલ કરી શકાય.આજના હરીફાઈના જમાનામાં બાળક જાે સફળતાપુર્વક આગળ વધે અને પોતાની જાતને બેસ્ટ પ્રુફ પ્રુવ કરે તે દરેક મા બાપનું સ્વપ્ન હોય તે સ્વાભાવિક છે.
સફળતા અને રૂપિયા માણસોને અભિમાની બનાવી દે છે.પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં એક દિવસ સાંજે ચાર વાગે ફોન આવ્યો.તેમણે રીસેપ્શનીસ્ટને કહ્યું બી. કુમારને અમારે ત્યાં કન્સલ્ટીંગ માટે મોકલી દો જે વીઝીટ ફી થશે તે આપી દેશું.મારો સન મેન્ટલી ડીસ્ટર્બ છે. જવાબમાં જણાવવું કે ઉંમરલાયક અને કેન્સરના પેશન્ટ જે પથારીવશ હોય તેમને ત્યાં જ ટ્રીટમેન્ટ માટે જાય છે તમારા સનને લઈને અમારા પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં એપોઈન્ટમેન્ટ લઈને આવવું પડશે, કહ્યું એટલે ફોન મુકી દીધો.થોડીવાર પછી ફરી ફોન આવ્યો તે પહેલાં મને ઉપરોકત વાત કહી હતી અને મારી સાથે વાત કરાવવા કહ્યું મેં ફોન લીધો એટલે કહ્યું હું આસુ અગ્રવાલ છું મારા સન માટે મારે ત્યાં આવવાની તમારી જે ફી હોય તેના કરતાં પાંચ દસ હજાર વધારે આપશું એટલે મેં સોરી કહી ફોન મુકી દીધો.બીજે દિવસે એપોઈન્ટમેન્ટ માટે ફોન આવ્યો અને કહ્યું મને પાંચ વાગ્યાની એપોઈન્ટમેન્ટ જાેઈએ છે એટલે રીસેપ્શનીસ્ટે ચાર દિવસ પછીની પાંચ વાગ્યાની એપોઈન્ટમેન્ટ આપી સામેથી કહ્યું આજની એપોઈન્ટમેન્ટ તે આગળ બોલે તે પહેલાં કહ્યું,આજે પોસીબલ નથી અરજન્ટ હોય તો કાલે ચાર વાગે એટલે સામેથી કહ્યું ઓકે..
બીજે દિવસે તેઓ આવ્યા, હું અને ડૉ.કૌશલ કન્સલ્ટીંગ માટે બેઠા હતા.આવતા જ કહ્યું હું આસુ અગ્રવાલ બેદિવસ પહેલાં ફોનમાં વાત કરી હતી. મારો સન રોહીત અને મારી વાઈફ પ્રતીમા.રોહીત નાનો હતો ત્યારથી સ્ટડીમાં, સ્પોર્ટસમાં દરેક કોમ્પીટીશનોમાં ફર્સ્ટ રહેતો આવ્યો છે.કોલેજની પણ દરેક એકટીવીટીમાં પાર્ટ લેતો અને ફર્સ્ટ પ્રાઈઝ મેળવતો અને સ્ટડીમાં પણ ફર્સ્ટ કલાસ મેળવતો.ટુંકમાં નાનો હતો ત્યારથી તેને જીતવાની, ટોપ પર રહેવાની ટેવ છે. ગ્રેજ્યુએટ થઈ તે અમારા બીઝનેસમાં જ આવ્યો. થોડું જાણતો હતો બાકીનું છ સાત મહીનામાં જાણી લીધું એટલે તેની પસંદનું બીઝનેસ ડીવીઝન તેને સોંપી દીધું.અમારા પાંચ ડીફરન્ટ બીઝનેસ છે.રોહીતે પસંદ કરેલું અને જેનો અનુભવ પણ લીધેલો તે બીઝનેસ જયારથી રોહીતે સંભાળ્યો છે ત્યારથી કોઈને કોઈ પ્રોબ્લેમો આવ્યા છે.તે જે ડીસીઝન લે છે તે બધા ખોટા, નુકશાન કરતાં સાબિત થાય છે. જેને લીધે અમારી કંપનનું અને રોહીતનું નામ પણ ખરાબ થાય છે.છેલ્લા એક વર્ષથી એટલે રોહીતે ચાર્જ લીધો ત્યારથી તે સતત-કન્ટીન્યુઝ હારતો આવ્યો છે. સારા એવા રૂપિયાનું નુકશાન થયું છે, રૂપિયાની ચિંતા નથી પણ તેની અસફળતાને લીધે તે મનથી થાકી ગયો છે.હારને લીધે તેનો ગુસ્સો વધી ગયો છે.બીઝનેસ કરવો છે પણ બીઝનેસ કરવાનો કોન્ફીડન્સ ગુમાવી ચૂકયો છે તે હવે પોતાની જાતને જાણે અંડર એસ્ટીમેટ કરી રહ્યો છે.અમે કહીએ છીએ કે તું તારા પ્રયત્નો ચાલુ રાખ, જરૂર પડે એડવાઈઝ લે અને બીઝનેસ કર, નુકશાનની ચિંતા કર્યા વગર આગળ વધ પણ તેને બદલે ઓફિસમાં જઈ કલેરીકલ કામ કરવા લાગ્યો છે.ડીસ્પેચ ચેક કરે, કોરસપોન્ડસ કરે પણ કોઈ બીઝનેસ ડીલ ફાયનલ નથી કરતો કે નથી કોઈ સાથે ફોન પર વાત કરતો. રોહીતના મધર પ્રતિમાબેને કહ્યું તેની અસફળતાને લીધે અને તેની આ હાલતને લીધે એક સારા ઘરની દીકરી સાથેની રોહીતની સગાઈની વાત અટકી ગઈ.ડૉકટર સાહેબ મારો રોહીત પહેલા જેવો બરાબર તો થઈ જશે ને ? ડૉકટર કૌશલે હા પાડી.ચિંતા ન કરવા જણાવ્યું.
ડૉ.કૌશલે રોહીતની હોબી અને તેને લાગતા ડર વિશે ઈન્ફર્મેશન લીધી.રોહીત તેના નોલેજ અને પોતાના પરનો કોન્ફીડન્સ ગુમાવી બેઠો હતો. જેને લીધે અનેક ડરનો ભોગ બન્યો.રોહીત સાથે ડૉ.કૌશલ અને મેં પ્રોબ્લેમો વિશે ડીસ્કસ કર્યા પછી ડૉ.કૌશલે કહ્યું કે, કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી રોહીતભાઈમાં ઈપ્રુવમેન્ટ લાવી શકાશે જેને માટે પંદર દિવસ રોજ સીટીંગ લેવા માટે નક્કી કરેલા ટાઈમે રેગ્યુલર અહીં આવવું પડશે.સીટીંગ લેવા આવવા તૈયારી બતાવી એટલે ડૉ.કૌશલે તેમને કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ તથા સીટીંગ્સની પ્રોસીજર સમજાવી સીટીંગ માટેનો ટાઈમ કર્યો.
બીજા દિવસે રોહીતભાઈ તેમના કઝીનખ સાથે આવતા ડૉ.કૌશલે તેમની સીટીંગ શરૂ કરી.આ દરેક સીટીગોથી રોહીતભાઈ તેમનો કોન્ફીડન્સ પાછો મળવા લાગ્યો.જેમ જેમ સીટીંગો લેવા તેમ તેમ રોહીતભાઈ તેમના દરેક પ્રોબ્લેમોમાંથી મુકત થતા ગયા. હવે તે પહેલાં કરતાં વધુ શાંત અને કોઓપરેટીવ થવા લાગ્યા. બધા સાથે ફોનમાં અને પર્સનલી સારી રીતે વાત કરી સારો રેપો ડેવલપ કરવા લાગ્યા.પંદર સીટીંગ પુરી થતાં પહેલાં જ રોહીતભાઈએ તેમનો બિઝનેસ સંભાળી તે જ બીઝનેસમાં સફળતા તરફ આગળ વધવા લાગ્યા અને સ્ટાફ પાસેથી વધુ સારૂં કામ લેવા લાગ્યા. આમ માત્ર પંદર દિવસમાં રોહીતભાઈમાં તેમના પેરેન્ટસની ગણત્રી કરતાં વધુ સારા પોઝીટીવ ચેન્જીસ આવતા મારો અને ડૉ.કૌશલનો આભાર માનતાં કહ્યું અમે અહીં આવી ઘણાં બધા બેનીફીટ મેળવ્યા છે.અમારી કોઈ વાતથી ખરાબ લાગ્યું હોય તો સોરી. માનસિક શક્તિઓ વિકસાવવા કે માનસિક રોગોમાંથી મુકત થવા સંપર્ક કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.