સાસુ વહુના સંબંધો સુધારવા મદદરૂપ થતી કલીનીકલ હીપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

સાસુ અને વહુનું નામ સાથે આવે એટલે બધાના મનમાં વિચારોનું ઘોડાપુર આવે. દરેક માણસો અને દરેક સ્ત્રીઓ જે આજે સાસુ છે તે જયારે પરણીને આવ્યા ત્યારે તે ઘરની વહુ હતી સમય તેનું કામ કરે છે, દિવસો, મહીનાઓ અને વર્ષો વીતતા સંતાનો મોટા થાય છે. તેમને પરણાવતાં ઘરમાં નવી વહુ આવે છે અને તે ભવિષ્યમાં સાસુ બનવાની જ છે. છતાં સાસુ-વહુની વાતો, વાતો જ નહીં, સીરીયલો પણ ઓછી નથી. જેમાં સાસુ-વહુના સંબંધોમાં સાસુની દાદાગીરીકે જાેહુકમી બતાવાતી હોય છે. ખબર નથી પડતી કે કદાચ પચાસ સાઈઠ ટકાથી વધુ બહેનો સાસુ બનતા કેમ બદલાઈ જાય છે ?અમુક બાબતો સમજવા કે સ્વીકારવા તૈયાર ન થતાં આ બાબત જ પરિવાર માટે ઝગડાનું કારણ બને છે. સદીઓથી સાસુ-વહુના સંબંધોમાં મેણાં ટોણાં અને ઝગડાઓ વિશે વાતો થતી આવી છે. કદાચ સાસુ સમજે છે હું મોટી છું વહુએ મારૂં સાંભળવું જાેઈઓ અને મને પુછીને જ દરેક કામ કરવા જાેઈએ. કોઈપણ પ્રોગ્રામ કે બહાર જવાનું અને મને પુછીને જ નક્કી કરવું જાેઈએ વિ.વિ.અને આજના જમાનાની અમુક વહુઓ વિચારે છે કે મારે શું કરવું, કયાં જવું, ન જવું એ નક્કી કરવાનું કામ મારૂં છે. આ મારી લાઈફ છે, આ છે જનરેશન ગેપ. જાે દરેક નાના મોટા એકબીજાને સમજી સમજાવીને સમજણપૂર્વક રહે તો કોઈ પ્રોબ્લેમ થવાની શકયતા જ નથી રહેતી. આ વાત આજના યુવક-યુવતીઓએ ખાસ સમજવી જાેઈએ, સમજી લે તો કદાચ સાસુ-વહુ વચ્ચે વિખવાદ કે નારાજગીના કોઈ સવાલો જ ઉભા ન થાય. જોકે વાત બંને પક્ષે સમજવી જાેઈએ. તો આ સંબંધો સુવાસિત થઈ જાય.
પરફેકટ હેલ્થકેર સેન્ટર કાંદીવલી વે.માં એક દંપતિ કપલ આવ્યું. તેમનો ટર્ન આવતા કેબીનમાં આવી ડૉ. કૌશલ અને ડૉ.જલપાને કહ્યું હું ગૌતમ અજમેરા, મારી વાઈફ પૂર્વી, પુર્વી છેલ્લા કેટલાક મહીનાથી ડીસ્ટર્બ છે. તેનું વજન ઘટયું છે. ખોરાક ઓછો થઈ ગયો છે તેને કાંઈ ગમતું નથી, બોલવાનું ઓછું થઈ ગયું છે. જાેકે તેનું કારણ મારા મધર છે મારા મધર પહેલેથી જ થોડા સ્ટ્રીક અને તેમનું કહ્યું બધાએ કરવાનું જ. જાે તેમનું કીધું ન થયું તો ગમે તેને કાંઈ પણ બોલી દે, ગમે તેમ સંભળાવી દે, પૂર્વીના શાંત અને કોપરેટીવ નેચરને લીધે આટલા વર્ષો તેણે મારા મધરના પડયા બોલ ઝીલ્યા અને હજુ પણ મારા મધરનું એટલું જ કરે છે.
ગયા વર્ષે અમારા સન સંજુના મેરેજ કર્યા અમને હતું કે નવી વહુ ઘરમાં આવતા મારા મધર થોડું સમજણથી કામ લેશે, થોડું સુધરશે તેનતે બદલે સંજુની વાઈફ અનીતા જે હજુ નવી છે અમારા ઘરની રીતભાતથી અજાણ છે તેને અને પુર્વીને બધાની સામે ઉતારી પાડે છે, ગમે તેમ બોલે છે. પૂર્વીબેને કહ્યું આજે પણ તેમને પુછીને જ રસોઈ બનાવવાની. તેમણે કહેલા જ દાળશાક બનાવવાના, છોકરાઓની પસંદનું જાે બીજું શાક કે કાંઈપણ બનાવ્યું હોય તો આવી જ બને. આજ સુધી તેમનું સાંભળ્યું, તેમનું કીધું કર્યું, ઘણીવાર તેમને સમજાવવાના પ્રયત્નો પણ કર્યા. રોજ પાંચ સાત વાર પાણીમાંથી પોરા કાઢી ગમે તે વાતે મને વહુ અનીતાની સામે ગમે તેમ બોલે છે.અનીતા સાથેય બીનજરૂરી બાબતે લડી પડે છે, જેમ ફાવે તેમ કહે છે. મને થાય છે આમ કયાં સુધી ચાલશે ? છોકરાઓ સાથે પણ આમ જ રહે છે. મને થાય છે કે ઘર છોડીને જતી રહું. અહીં તો ચિતામાંય શાંતિ મળશે કે કેમ ? ખબર નથી પડતી પુર્વીબેન રડી પડયા.ડૉ.જલપાએ તેમને શાંત કરી પાણી પીવડાવ્યું. ડૉ.કૌશલ અને ડૉ. જલપાએ પુર્વીબેનને કહ્યું અત્યારે તમે ડીસ્ટર્બ છો તેની ટ્રીટમેન્ટ કરી તમને નોર્મલ કરી આવી કોઈ બાબતો તમને મેન્ટલી ડીસ્ટર્બ ન કરે અને તમે પહેલા કરતાં વધુ સારી રીતે રહી શકો, આનંદપુર્વક જીવન જીવી શકો તેને માટે તમને કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની ટ્રીટમેન્ટ લેવી જાેઈએ.જેનાથી તમને અચુક ફાયદો થશે. ગૌતમભાઈ અને પૂર્વીબેને કહ્યું તમે કહેશો તે કરવા તૈયાર છીએ. તમને જે યોગ્ય લાગે તે ટ્રીટમેન્ટ કરો પણ આ માનસિક સ્થિતિમાંથી બહાર કાઢો. ડૉ.કૌશલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ વિશે અને તેની પદ્ધતિ પ્રોસીજર વિશે ડીટેલમાં સમજાવ્યું અને ગૌતમભાઈને કહેવું ખરેખર તો તમારા મધરને કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની જરૂર છે. તમે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે તો તમારા ઘરના દરેક મેમ્બર મેન્ટલ સ્ટ્રેસમાં છે જેમને મને કમને તમારા મધરની વાતો માનવી પડે છે. તેમની કડવી વાતો સાંભળવી પડે છે, આવી પરીસ્થિતિમાં કોઈપણ માણસ મેન્ટલી અપસેટ થઈ શકે, ડીપ્રેશ થઈ શકે અને ગમે તેવા સ્ટેપ લઈ શકે. અત્યારે તમારા વાઈફ પૂર્વીબેનની ટ્રીટમેન્ટ કરી તેમની મેન્ટ્રલ સ્ટેન્થ વધારી આવી સીચ્યુએશનમાં તે રહી શકે. તેનો સામનો કરી શકે, પૂર્વીબેન સાથે કોઈપણ ફેમીલી મેમ્બરને સાથે કંપની માટે મોકલવા જણાવ્યું.

પૂર્વીબેન તેમના નણંદ સાથે ટ્રીટમેન્ટ માટે આવ્યા. ડૉ. જલપાએ ફોર્માલીટી પુરી કરી. પૂર્વીબેનની ટ્રીટમેન્ટ જેને સીટીંગ કહેવામાં આવે છે તે શરૂ કરી. રેગ્યુલર સીટીંગ શરૂ થતાં પૂર્વીબેન હવે તેમની તકલીફોમાંથી ધીરે ધીરે બહાર આવવા લાગ્યા.પૂર્વીબેનને સીટીંગમાં રસ પડવા લાગ્યો તે ફ્રેશ રહેવા લાગ્યા. જેમ સીટીંગ લેતા ગયા તેમ મેન્ટલી ફીઝીકલીફીટ થવા લાગ્યા. ખોરાક બરાબર લેવા લાગ્યા અને બધા સાથે પહેલા જેમ જ રહેવા લાગ્યા. ઘરમાં ગમવા લાગ્યું. દશ સીટીંગમાં તો પૂર્વીબેનને ઓલમીસ્ટ નોર્મલ થઈ ગયા. તેમનું વજન વધવા લાગ્યું. બીજી બે સીટીંગોમાં જનરલ સજેશનો આપી દરેક સીચ્યુએશનનતે ફ્રેશ કરવા પોસ્ટ હીપ્નોટીક સજેશનો આપી સીટીંગ્સ પુરી કરી ત્યારે પૂર્વીબેને જણાવ્યું કે તેમના સાસુનું વર્તન કે અપમાનજનક વાતો હવે તેમને બિલકુલ ડીસ્ટર્બ નથી કરતી અને મન પર કે શરીર પર વિપરીત અસરો પણ નથી પડતી. હવે તે એટલા સ્ટેબલ થઈ ગયા છે કે સાસુને અને વહુને સારી રીતે હેન્ડલ કરી શકે છે. પૂર્વીબેને ડૉ.જલપા અને ડૉ.કૌશલને કહ્યું તમારી ટ્રીટમેન્ટે મને સાચી શાંતિનો અનુભવ કરાવી મારામાં નવી એનર્જી આપી મને બદલી નાખી છે. મને લાગે છે કે ઘરના બધાની શાંતિ માટે હવે હું મારા સાસુને સમજાવીને ચોક્કસ તમારી પાસે લાવી શકીશ. મને ખાત્રી છે કે થોડા દિવસોમાં જ તમે મારા સાસુના સ્વભાવને બદલી નાખશો અને તેમને પણ મારી જેમ શાંતિ અને આરામનો અનુભવ કરાવશો. ગૌતમભાઈએ ડૉ.કૌશલ અને ડૉ.જલપાને કહ્યું તમારો આભાર કયા શબ્દોમાં માનવો સમજાતું નથી પણ મારા કહેવાતા ઘરને તમે સાચા અર્થમાં ઘર બનાવી દીધું. થેક્યુ વેરી મચ… કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ દ્વારા ધીરજ અને વિશ્વાસનું સિંચન પણ કરી શકાય છે જે પરસ્પર સંબંધો સુધારી શકે.સંપર્ક કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.