સફળતાનો સાચો સારથી ‘સેલ્ફ હિપ્નોટીઝમ’

સંજીવની
સંજીવની

નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ, દરેકના મનમાં અનેક સવાલો પેદા થાય છે,જેમાંના કેટલાક સવાલોના જવાબો આપોઆપ મળી જતા હોય છે.જયારે કેટલાય સવાલોના જવાબો આપણે સૌ કોઈને કોઈ પાસેથી મેળવીએ છીએ,છતાં અનેક પ્રશ્નો એવા હોય છે જેનો જવાબ શોધવામાં દિવસો, મહિનાઓ કે વર્ષો નીકળી જાય છે,અમુક એવા પણ સવાલો કયારેક મનમાં આવે છે જેના જવાબો શોધવામાં આખું જીવન નીકળી જાય છે, જીવન નાનું પડે છે અને તે સવાલો જ્યાંના ત્યાં જ રહે છે.ઘણીવાર મનમાં પેદા થતા પ્રશ્નો ખુબ સામાન્ય લાગે છે છતાં તેના જવાબો આપવા કે તુરંત મળવા અઘરા પડતા હોય છે.આપણે અનુભવ્યું છે કે, સાવ નાના બાળકો કયારેક એવા પ્રશ્નો પૂછે છે જેનો જવાબ તેમને આપવો કે સમજાવવો મોટાઓ માટે માથાના દુઃખાવા જેવા સાબિત થાય છે.જે મોટેરાઓને વિચારતા કરી દે છે કે આવો સવાલ આના મનમાં આવ્યો કયાંથી ? હવે જાે નાના બાળકોના મનમાં ચિત્ર વિચિત્ર સવાલો પેદા થતા હોય તો મોટાંઓનું શું કહેવું ? ટુંકમાં દરેકના મનમાં સવાલો પેદા થવા એ અતિ સામાન્ય વાત છે.

આપ સૌ જાણો જ છો કે દરેક સવાલોના જવાબો હોય છે જ પણ કયારેક તે જવાબ આપણને જચતો નથી.(યોગ્ય નથી લાગતો), કયારેક જે જવાબ મળે છે તેના વિશે શંકા-કુશંકાઓ મનમાં જાગે છે.કયારેક દેખીતી રીતે મળી ગયેલો જવાબ બીજા અનેક પ્રશ્નો પેદા કરી મુંઝવી નાખે છે.તો કયારેક આપણા સવાલનો જવાબ આપનાર વ્યક્તિના જ્ઞાન વિશે, તેમના અનુભવ વિશે,તે વ્યક્તિના રંગ-રૂપ કે તેની રહેણીકરણી જાેઈને નક્કી કરીએ છીએ એટલે આવી વ્યક્તિઓની વાત તરફ કયારેય ધ્યાન નથી આપતા અને વિચારીએ છીએ કે જાે તે આટલા હોંશિયાર છે.સારી સમજણ છે તો સાવ સામાન્ય રીતે કેમ રહે છે ? આવી વ્યક્તિની વાત પુરી સાંભળ્યા વગર કે સાંભળીને પણ નીગલેટ કરતા હોય છે.આજ લોકો પાછળથી એટલે કે થોડા સમય પછી સ્વીકારે છે કે અતિ સામાન્ય દેખાતા, સામાન્ય જીવનશૈલી વાળા એ ભાઈના જ્ઞાનની તેમની સમજણ અને દીર્ઘદ્રષ્ટિ સામે કોઈ ન આવી શકે.એટલે જ તે ટીવી પર આવતી જાહેરાતનો એક ડાયલોગ ફેમશ થઈ ગયો છે અને કયારેક અનેકને મોઢે સાંભળવા માગે છે, ‘દિખાવે પે મત જાવ..આપની અક્કલ લગાવો..’

મિત્રો,એક વાત તો ચોક્કસ છે કે, પહેલાના દરેક લોકો આજના યુવાનો જેટલા ભણેલા નથી, દેશ વિદેશમાં ફર્યા નથી, ઈન્ટરનેટ શું ? એ મોબાઈલ તો ઠીક ટેલીફોન દ્વારા માહિતીઓ મેળવવી તેમને માટે શકય ન હતું.છતાં આજના જનરેશનને અજ્ઞાની લાગતા એ માણસો અને વિચારેલી તેમણે કહેલી દરેક વાતો સાચી સાબિત થઈ છે.આજનું આધુનિક વિજ્ઞાન પણ જુની વાતોને સમર્થન આપે છે.પહેલાના લોકો પણ બીઝનેસ કરતા,લાખોપતિ, કરોડપતિ થતા તેમના સમયમાં પણ દરેક બીઝનેસમાં તેજી મંદી આવતી અનેક લોકો માઠી (ખરાબ) પરિસ્થિતિમાંથી પસાર થતા પણ તેમાંના મોટા ભાગનામાંથી કોઈને ઉંઘની તકલીફ કે ડીપ્રેશન વિગેરે દેખાતું ન હતું.જયારે આજે જેમ જેમ માણસની સંપત્તિ વધે છે તેમ તેમ ટેન્શન વધે છે, ઉંઘ દૂર થતી જાય છે, નેગેટીવ વિચારો વધતા જાય છે અને દેખીતી રીતે સાજાે સારો દેખાતો માણસ ડિપ્રેશનમાં સરી પડે છે.જેને લીધે પરિવારના સભ્યોની શાંતિ-ઉંઘ હણાઈ જાય છે.શું આને માટે જ આપણે બધા દિવસ રાત મહેનત કરીઅ છીએ ? આ પ્રશ્નનો જવાબ તો આપણા બધાનો એક જ છે .

‘ના’ તેમ છતાં મોટા ભાગનાની માનસિક અને શારીરિક કાર્ય પદ્ધતિઓ એવી છે જે આપણે ન ઈચ્છતા હોવા છતાં માનસિક કે મનોશારીરિક તકલીફો તરફ આગળ વધતી જાય છે.આનું મુખ્ય કારણ એ છે કે આજનું જનરેશન પોતાની ધીરજ ગુમાવી બેઠું છે. દેખાદેખી ખુબ વધી ગઈ છે.દરેકને રાતોરાત લખપતિ કે કરોડપતિ થઈ જવું છે જેને માટે પોતાની કેપેસીટી કે કેપેબીલીટી જાેયા વગર આંધળી દોટ મુકતા થઈ ગયા છે. દરેક માણસે જીવનમાં આગળ વધવું જાેઈએ. પ્રગતિ કરવી જાેઈએ એ ખરૂં પણ દરેક રીતે આગળ વધતા પહેલા પોતાની પરીસ્થિતિની વાસ્તવિકતા સમજી સ્વીકારવી જાેઈએ અને ધીરે ધીરે પ્રગતિના પંથે આગળ વધવું જાેઈએ.જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવું, પ્રગતિ કરવી એ દરેક માણસનો જન્મસિદ્ધ હક્ક છે પણ એ હક્ક લેવા જતા તમે તમારૂં કોઈપણ પ્રકારે નુકશાન ન કરી બેસે તેની તકેદારી રાખો.આપણું મન માત્ર યાદોનો ભંડાર કે ખજાનો નથી તેની પાસે અન્ય અનેક જાતની શક્તિઓ છે જેનાથી ભારોભાર ભરેલું છે જે તમારી માનસિક અને શારીરિક શક્તિઓને વિકસાવી શકે છે. નકારાત્મકતાને હકારાત્મકતામાં બદલી શકે છે,

મનમાં આવતા દરેક વિચારોને સાચી દિશામાં વાળી શકે છે, તમારી કલ્પનાશક્તિ વધારી શકે છે. એટલું જ નહીં જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવા જરૂરી અને યોગ્ય નિર્ણયો લેવા માટેની તમારી નિર્ણયશક્તિ એટલે કે ડીસીઝન મેકીંગ પાવર વધારી શકે છે.જેના થકી કોઈપણ જાતના નિર્ણયો લેવા માટે તમને અન્ય કોઈ વ્યક્તિની મદદની જરૂર નથી પડતી.સારા-માઠા દરેક પ્રસંગે તમારી જાત પર સંપૂર્ણ કાબુ રાખી શકો.આ અને આવી અનેક શક્તિઓ કુદરતે આપણને બધાને આપી છે, આપણી અંદર છુપાયેલી સુષુપ્ત શક્તિઓ (હીડન એબીલીટીઝ)ને ‘સેલ્ફ હિપ્નોટીઝમ’ શીખીને જાગૃત કરી શકાય અને જીવનના દરેક ફિલ્ડમાં સરળતા અને સફળતાપુર્વક આગળ વધી સામાન્ય જનજીવનને ઉચ્ચ કક્ષાનું બનાવી શકાય. અગીયાર વર્ષથી ઉપરના દરેક ભાઈ-બહેનો ફકત બે દિવસીય વર્કશોપમાં જાેડાઈ ‘સેલ્ફ હિપ્નોટીઝમ’ શીખી જીવનભર તેના ફાયદા લઈ શકે છે.સિકસ્થ સેન્સ રિસર્ચ એસો.એન્ડ હોલીસ્ટીક મેડીસીન (મુંબઈ) ભારતની એક માત્ર રજી.સંસ્થા છે જે અંગ્રેજી, હિંદી અને ગુજરાતીમાં પ્રેકટીકલ ટ્રેનીંગ સાથે ‘સેલ્ફ હિપ્નોટીઝમ’ શીખવવા ભારતભરમાં વર્કશોપનું આયોજન કરી સમસ્ત જનસમુદાય સુધી છેલ્લા રર વર્ષથી પહોંચી રહ્યું છે.હીપ્નોટીઝમ અંગેના પ્રવચનો, મનોરંજક કાર્યક્રમો, સંસ્થા અનેક સોસાયટીઓ માટે વિવિધ ટ્રેનીંગ પ્રોગ્રામો, મેડીકલ કેમ્પ,માનસિક અને મનો શારીરિક રોગોની સારવાર, સેલ્ફ ઈપ્રુવીંગ સી.ડી.ત્રણ ભાષામાં મેળવવા કે સેલ્ફ હિપ્નોટીઝમ શીખવા આપ સંપર્ક કરી શકો છો.
બી.કુમાર ડૉ.કૌશલ બી. શાહ, ડૉ.જલપા બી.શાહ કન્સલ્ટીંગ ૪-પર શાંતી ભુવન, ૪૭ જુની હુનમાન ગલી, કાલબાદેવી રોડ, મુંબઈ-૪૦૦૦૦


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.