શારીરિક નબળાઈ એ માનસિક કારણ હોઈ શકે છે

સંજીવની
સંજીવની

ઘણા માણસો બહુ જલદી થાકી જતા હોય છે, કોઈ થોડું ઘણું કામ કરીને થાકે છે કોઈ થોડું ચાલવાથી થાકે છે તો બોલતા બોલતા થાકે છે. જ્યારે ઘણા માણસો એવા હોય છે કે કામ કરીને નથી થાકતા, ગમે તેટલું ચાલવાથી નથી થાકતા કે આખો દિવસ સતત બોલવા છતાં નથી થાકતા. ઘણીવાર લોકો સાંભળીને થાકી જતા હોય છે પણ બોલવાવાલા શું અને થાક જ નહીં લાગતી હોય ? થાક લાગવો એ નિર્બળતાની નિશાની છે. પછી એ માનસિક કે શારીરિક કોઈપણ હોઈ શકે.જે લોકો સવારથી સાંજ આખો દિવસ કામ કરીને થાકે છે, તેમની વાત જુદી છે.ઘણાં બાળપણથી જ વીક હોય છે અને મોટા થયા પછી પણ આ વીકનેસ અનુભવે છે. એટલે તે મનોમન (મેન્ટલી) વિચારી લે છે અને સ્વીકારી લે છે. કોઈપણ કામ કરવા માટેના કોઈ પ્રયત્નો જ નથી કરતા. અમુક માણસો થાક દુર કરવા, તેમના ફેમીલી ડૉકટરની સુચના પ્રમાણે દવા લે છે. તો કેટલાક પોતાની મેળે જ મલ્ટી વિટામીન લેવાનું શરૂ કરી છે. જે ખોટું છે દરેક માણસે કોઈપણ દવા લેતાં પહેલાં તેમના ફેમીલી ડૉકટરને કન્સલ્ટ કરવા જાેઈએ અને તેમની સુચના પ્રમાણે જ દવા લેવી જાેઈએ. આજના ભણેલા ગણેલા માણસો છાપા આવે અને ટીવીમાં આવતી જાહેરાતો વાંચીને કે જાેઈને તે દવા લેવા પ્રેરાય છે અને લે છે તો અભણ માણસો આવી કોઈ જાહેરાતોને અનુસરે તો તેમાં નવાઈ નથી.
પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં ડૉ.જલપાની કેબીનમાં એન્ટર થતાં જ કપિલભાઈએ પોતાનો તેમના વાઈફ સુનીતાબેનનો અને તેમની ડોટર રૈનાનો ઈન્ટ્રો કરતાં કહ્યું, ડૉકટર અમારી રૈના ઘરના કે બહારના કોઈપણ કામ કરતાં થાકી જાય છે, થોડા ટાઈમ પછી ફ્રેશ થતા તે તેનું બાકીનું કામ કરી લે છે.તેને લખવામાં પણ થાક લાગે છે. એટલે આ વખતે પણ દર વખતની જમે અડધા પોણાથી વધુ પેપર ન લખી શકતા હોંશિયાર હોવા છતાં ફર્સ્ટ કલાસ ન આવવા છતાં અમે સંતોષ માનતા કે તે પાસ તો થઈ જાય છે તેનું વર્ષ તો નથી બગડતું ને આ વખતે તેણે ટી.વાય.બી.કોમ.ની એકઝામ આપી તેમાં પણ નીકળી ગઈ.. આજ સુધી તો ચાલ્યું પણ હવે તેના લગ્નની ડેઈટ નક્કી કરવાની છે. છોકરાવાલા સારા માણસો છે પણ તેની થકી જવાની વાત કોઈ પ્રોબલેમ તો નહીં કરે ને ? એટલે જ એક વાર તો મેરેજની ડેઈટ પોસ્ટમાંથી કરી હતી. ખબર નથી પડતી કે શું કરવું ? મારો સાળા સાથે વાત થતાં તેણે તમારૂં નામ સરનામું બનાવ્યું મારો સાળો મનોજ બેંગલોર રહે છે એ તમારો સ્ટુડન્ટ છે એમ કહ્યું હતું. સુનીતાબેન પોતાની વાત શરૂ કરતાં કહ્યું મને તો લાગે છે કે આ વારસાગત પ્રોબ્લેમ છે. કપીલ પણ દરેક કામ કરતા જલદી થાકી જાય છે. પણ લક્કીલી તેને ભાગે એવું કોઈ હાર્ડવર્ક નથી. એટલેખાસ વાંધો નથી આવતોે. અધરવાઈઝ ચાલતા ડ્રાઈવ કરતાં તો થાકી જાય છે. રૈના બીલકુલ તેના ડેડી પર ગઈ છે તેનો આ થાકી જવાનો પ્રોબ્લેમ દુર તો થશે ને ? ડૉકટર ડૉ.જલપાએ રૈના સાથે વાત શરૂ કરી. તેની ઈટીંગ હેબીટ નેચર પસંદ નાપસંદ વિગેરે વિશે ઈન્ફર્મેશન લઈ કહ્યું કે, રૈનાનો થાકી જવાનો પ્રોબ્લેમ દુર થશે અને કલાકો સુધી કન્ટીન્યુઝ કામ કર્યા પછી પણ ફ્રેશ ન રહેશે. જેના માટે રૈનાને જે ડેફીનેટ હેલ્પફુલ થશે. આ ટ્રીટમેન્ટ વીશ દિવસ ચાલશે. મન્ડે ટુ સેટર ડે દરેક ટ્રીટમેન્ટ જેને સીટીંગ કહેવામાં આવે છે તેનું કયુરેશન વીશથી ત્રીસ મીનીટનું રહેશે. ડૉ. જલપાની વાત સાંભળી સુનીતાબેને કહ્યું તમે હમણાં જ ટ્રીટમેન્ટ શરૂ કરો. અમને વાંધો નથી. અને ઈચ્છીએ છીએ કે રૈના જલદી બરાબર થઈ જાય એટલે અમે લગ્નની તારીખ નધક્કી કરી લગ્નની તૈયારી અને શોપીંગ શરૂ કરી દો અને તૈયારીઓ પણ શરૂ કરી દો. કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડપ્રોગ્રામીંગની સીટીંગ્સ પુરી થતાં તમે તેને વીસ દિવસ પછી વળાવી શકશો અને તે પણ ચિંતા વગર. સુનીતાબેને ડૉ.જલપાને કહ્યું મારા ભાઈ મનોજે અમને કહ્યું હતું કે, બીકુમારજી, ડૉ.કૌશલ તથા ડૉ.જલપા ગમે તેમની પાસે પહોંચી જાવ. રૈનાની ચિંતા દુર થઈ જશે. તેણે અમને તમારા બધા વીશે તથા હીપ્નોથેરાપી અંગે ઘણી વાતો કરી છે. તમારૂં વેબ એડ્રેસ પણ આપ્યું હતું અને અમે તમારી વેબસાઈટ સારી રીતે જાેઈ છે. તમારા ફોટાઓ અને વીડીયો પણ જોયા છે. તમે તો ટ્રીટમેન્ટ શરૂ કરતાં પહેલાં જ અમારી ચિંતા દુર કરી ડૉ.જલપાએ ટ્રીટમેન્ટ એટલે સીટીંગની પ્રોસીજર સમજાવી રૈનાની ટ્રીટમેન્ટ માટેનો ટાઈમફીકસ કરી ટ્રીટમેન્ટ શરૂ કરી.
રૈના તેના મમ્મી સુનીતાબેન સાથે ટ્રીટમેન્ટ માટે રેગ્યુલર અને સમયસર આવતી કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની સીટીંગ શરૂ થતાં રૈનાને સારૂં લાગ્યું અને આ સાયન્સમાં વધુ રસ પડવા લાગ્યો. ધીરે ધીરે રૈના પહેલા કરતાં વધુ સમય કામ કરવા લાગી. થાક ઓછો થતો ગયો. વધુ તાજગી અનુભવવા લાગી. રૈનાએ ઈમ્પ્રુવમેન્ટ આવવા લાગી. ધીરે ધીરે રૈના પહેલાં કરતાં ડબલથી વધુ કામ કરતી થઈ ગઈ અને પહેલા કરતાં ખુબ જ ઓછા સમયમાં ફરી કામ કરી શકતી. આમ રૈનાની કાર્યશક્તિ વધતી ગઈ અને રેસ્ટ કરવાની ઈચ્છા તથા જરૂર ઓછી થઈ ગઈ. દરેક સીટીંગે રૈના પહેલા કરતાં વધુ ઈપ્રુવ થતી ગઈ. સોળ સીટીગ પુરી થતાં સુધીમાં તો રૈના એટલી બોલ્ડ થઈ ગઈ કે કોઈ પણ કામ બ્રેક વગર કરવા લાગી. જે કામ શરૂ કરે તે પુરૂં જ કરતી અને તે પણ ફ્રેશનેસ સાથે. હવે તેના ચહેરા પર થાકને બદલે ફ્રેશ નેસ્ત, આનંદ અને આંખોમાં સંતોષ દેખાય છે. તેમ તેના મધરે ડૉ.જલપાને કહ્યું વીસ સીટીંગ પુરી થતાં પહેલાં જ રૈનાથી દુર ભળી ગયો.રૈના હવે જાણે ભુલી ગઈ કે થાક શું છે ? ઉપરાંત તેને ઓવરઓલ ઈપ્રુવ થવા માટેના સજેશનો જે રૂટીન લાઈફને વધુ સરળ અને સફળ બનાવવામાં મદદ કરે તે આપ્યા. રૈનામાં આવેલા અધ…ધ.. ચેન્જીશથી રૈના તેના નવા જીવન માટે વધુ કોન્ફીડન્ટ થઈ અને તેના પેરેન્ટસની ચિંતા ટળી એટલે સુનીતાબેેને ડૉ.જલપાનો આભાર માની કહ્યું. રૈનાના મેરેજ પછી હું તમારી પાસે પાછી આવીશ અને તમારે રૈનાના પપ્પા કપીલની ટ્રીટમેન્ટ કરી, સીટીંગ્સ આપી રૈના જેવા ચેન્જીશ તેનામાં લાવી આપવાના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.