શરીરની જેમ ‘મનનું’ ધ્યાન રાખવું જતન કરવું જરૂરી છે

સંજીવની
સંજીવની

સામાન્ય રીતે દરેક માણસો પોતાના શરીરનું ખુબ ધ્યાન રાખે છે પોતાનું તેટલું જતન કરે છે, પણ મન માટે ભાગ્યે જ કોઈ કાંઈ કરતું હશે. શરીરને સ્વસ્થ રાખવા, સુડોળ રાખવા, મજબુત બનાવવા કોઈ મોર્નીગ વોક કરે છે, કોઈ જીમ જાય છે, તો કોઈ સ્વીમીંગ કરે છે, શરીરને પુરતું પોષણ મળે તેને માટે સવારથી સાંજ સુધીમાં કુલ ચારથી છ વાર કોઈપણ પ્રકારની વસ્તુઓ ખાસ આરોગે છે. સવારના જયુસ, દુધ, ચા નાસ્તો, બપોરનું જમવાનું ઘણાં બપોરના જમતા જ નથી તેવા પણ લોકો છે. સાંજે દુધ, ચા, જ્યુસ, નાસ્તો, રાતનું ભોજન ત્યાર પછી ફ્રુટ ડીસ અને ખાવા પીવાના શોખીનો રાત્રે સુતા પહેલાં દુધ, આઈસ્ક્રીમ વિગેરે દ્વારા શરીરને જરૂરી વિટામીન, પ્રોટીન, મીનરલ વોટર વગેરે પુરતાં પ્રમાણમાં મળી રહે તેવો જ ખોરાક દિવસ દરમ્યાન લેતા હોય છે. કેટલાય લોકો નાઈટવોક પણ કરતા હોય છે. આ બધું કરવા પાછળનું કારણ સ્વસ્થ રહેવા, વધુ સારી સ્વસ્થતા મેળવવા દરેક ઋતુ પ્રમાણેના ફ્રુટસ અને બીજા સીઝનલ આહારો પણ લેતા હોય છે.
શારીરિક સ્વસ્થતા અને શારીરિક પ્રવૃત્તિઓમાં બધા એટલા બધા બીજી થઈ ગયા છે કે શરીર આખાનું સંચાલન કરનાર મન તરફ જાવાનું, તેનું ધ્યાન રાખવાનો, શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસ કરવાનો સમય, ટાઈમ જ નથી.જા શરીરને સ્વસ્થ રાખવું હોય તો મનને પણ સ્વસ્થ રાખવું જાઈએ. જા મન નબળું પડશે તો શરીર કેવી રીતે સ્વસ્થ રહેશે ?
આજે દરેકનું ધ્યાન શરીર પર છે. કેમ કે તે દેખાય છે. બધા શરીર જાઈ શકે છે. એટલે જ તેના પર બધા વધુ ધ્યાન આપે છે. મન જે નજર સામે ન આવતું, દેખાતું નથી એટલે મન તરફ કોઈનું ધ્યાન નથી જતું. શરીરના દરેક અંગો, અવયવો, ઈંદ્રીયોનું સંચાલન મન કરે છે. જેટલું પણ જાત જાતનું ખાવાનું બધા ખાય છે. તે ચટાકેદાર સ્વાદ માટે અને શરીરના પોષણ માટે,સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે વિકસતા વિજ્ઞાન સાથે આગળ વધતા ભણેલા માણસો પણ પ્રગતિના સાચા હક્કદાર અને શરીરને નિયંત્રીત કરનાર મનને જાણે ભુલી જ ગયા છે. આ વાત કયારેય ન ભુલવી જાઈએ કે આજ સુધી જેટલી બહુ રીસર્ચો થઈ છે અને આજે પણ થઈ રહી છે. રોજ નવી ટેકનોલોજીઓ આવી રહી છે. માણસ ચાંદ પર વસવાટ કરવાનું વિચારી રહ્યો છે. એટલું જ નહીં, એ દિશામાં ખુબ આગળ વધી ચુકયો છે અને વધી રહ્યો છે તે બધું જ માનવ મન કરી રહ્યું છે. આપણે આપણા મનનું ધ્યાન નથી રાખતા કદાચ એટલે જ બિમારીઓ અને અકાળ મૃત્યુ વધી રહ્યા છે. આજનું આધુનિક વિજ્ઞાન પણ કહે છે કે દરેક માણસ ૬૦ ટકા કે તેથી વધુ માનસિક રીતે બિમાર હોય છે અને એટલે જ જા દરેક માણસો માનસિક રીતસ્વસ્થ રહે તો શારીરીક સ્વસ્થતા જળવાઈ રહે અને બીમારીની શકયતાઓ આપોઆપ ઘટી જાય છે. જે દરેક માણસો માટે ખુબ જ ઉપયોગી છે, જરૂરી છે.
આજના મોટા ભાગના માણસો જાણે છે કે લગભગ દરેક સામાન્ય બીમારીઓ માટે અનેક દવાઓ, ઈંજેકશનો અવેલેબલ છે એટલે એમ સમજે છે કે જા કદાચ બિમાર થયા તો દવા કે ઈંજેકશન લઈ લેશું એટલે વાત પુરી. એક વાત બધાએ ખાસ સમજવાની જરૂર છે કે આવી પડેલી બીમારી એ વ્યÂક્ત માટે ચેતવણી છે, એલાર્મ છે, જે સુચવે છે કે આજ સુધી ભલે સુતા, હવે જાગી જાવ અને તમારા તન તથા મનનું પુરતું ધ્યાન રાખો નહીંતર શું થશે તેની ખબર પણ નહીં પડે. માટે જ કહ્યું છે કે ચેતતો નર સદા સુખી. જા આપણે તન મનનું પુરતું ધ્યાન રાખશું તો સમસ્યાનો, બિમારીનો સારી રીતે સામનો કરી શકીશું, જલદી તેમાંથી મુકત થઈ શકીશું. જન્મથી આજ સુધીમાં એટલીસ સમજણ થયા ત્યારથી આજ સુધી ભલે ધ્યાન નથી આપ્યું પણ આજથી આ ક્ષણથી જા ધ્યાન આપવાનું શરૂ કરશું તો પણ ફાયદામાં રહેશું.
આપણી પંચેન્દ્રીયો આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શ આ બધાનું સંચાલન મન કરે છે. સુખ અને દુઃખની અનુભવી પણ મન કરે છે. શરીર તો દરેક કામ કરવા માટેનું એક માધ્યમ છે. દરેક પ્રકારના કામ વિચાર અને કલ્પનાઓ મનમાંથી ઉદ્‌ભવે છે. મન વગરનું શરીર એક સામાન્ય યંત્ર જેવું થઈ જાય છે જે કોઈ ઉપયોગમાં નથી આવી શકતું.
ઘણાં વર્ષો પહેલાં ‘આમંત્રણ આરોગ્ય કરે’ નામનું એક હિંદી પુસ્તક વાંચ્યું હતું જેમાં અલગ અલગ બાબતોને ખુબ સુંદરતાપૂર્વક આધ્યાÂત્મકતા અને ધર્મ સાથે સમજાવી છે. તેમાં લખ્યું હતું કે
એકલું શરીર કયારેય કામ નથી આવતું. જા તે શરીરમાં પ્રાણ અને ચેતના ના હોય તેમાં જ લખ્યું હતું કે એમ માનવામાં આવે છે કે આપણું હૃદય, હાર્ટ ત્રણસો વર્ષ સુધી ચાલી શકે તેટલી ક્ષમતા (કેપેસીટી) તેનામાં છે. હાડકા તથા ખોપરી ખુબ જ મજબુત છે અને લાંબા સમય સુધી કામ કરવાની તેનામાં શÂક્ત છે. પ્રાણ જતાં શરીર નિષ્ક્રીય થઈ જાય છે. શરીર એમ વિચારે છે કે માણસને માત્ર મારી ચિંતા છે અને ચલાવનારની કોઈ ચિંતા જ નથી એટલે મારે નિષ્ક્રિય થઈ જવું જાઈએ.
આપણે જાણીએ છીએ કે શરીર અને મન બંને એકબીજાના પુરક છે શરીર વિનાનું મન અને મન વિનાનું શરીર નકામું સાબીત થાય છે. શરીરથી કાળજી લો છો તે લેવાની જ છે. હવે મનની કાળજી લઈ તેની શÂક્તઓને વિકસાવવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવા જાઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.