વાસ્તવિકતા તરફ વાળતી હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

આપણે બધા જાણીયે છીએ કે કુદરતની લીલા અપાર છે. કયારે કોનું શું થશે ? તે કહેવું મુશ્કેલ છે. ઘણા માણસો રાતો રાત અમીર થઈ જાય છે તો કેટલાયને પાયમાલ થતા પણ આપણે જાેઈએ છીએ. જેના જીવનમાં સોનાનો સુરજ ઉગે છે તે જીવનને માણવાના સ્વપ્નોને સાકાર કરવાની દિશામાં આગળ વધે છે. અને જેમની પાસે હતું તે જતું રહેવાથી દુઃખના દરીયામાં ડૂબી જાય છે. શું રૂપિયા અને શોહરત જ ગુમાવવાથી માણસ દુઃખી થાય છે. ? ભાંગી પડે છે ? ‘ના’ જીવનમાં બીજી એવી અનેક બાબતો છે જે માણસ ને હતાશ નિરાશ કરી શકે છે. જીવન જીવવાની જીજીવીશા ખલાસ કરી શકે છે. કુદરત એક હાથે લે છે તો બીજા હાથે દે છે એમ કહેવાય છે. કદાચ એટલે જ કુદરતે હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ જેવા મનોવિજ્ઞાન તરફ આપણને આગળ વધાર્યા છે જે આવી અનેક સમસ્યાનું નિરાકરણ (તેમાંથી મુકત) કરવા સક્ષમ છે.
એક સાંજે બે મિત્રો અમારા સેન્ટર પર આવ્યા, પોતાનો પરિચય આપતા જણાવ્યું કે હું મહાસુખભાઈ અને આ મારી ઓફિસના સૈાથી સિનિયર એકટીવ અને મારા પરિવારના સભ્ય બની ગયેલા મનુભાઈ તેમના વિષેે વાત કરતા આગળ જણાવ્યું કે છેલ્લા લગભગ ત્રીસેક વર્ષથી મનુભાઈ મારી સાથે છે. સ્વભાવે શાંત મહેનતું અને દરેક કામમાં હોશિયાર સાથે સમયના પાકકા વિશેક વર્ષે પહેલા તેમના સમાજની જ સંગીતા સાથે તેમના લગ્ન થયા. શરૂઆતના ત્રણ ચાર વર્ષ તો જાણે ખુબ સારા ગયા, તેવામાં સંગીતાને દિવસો રહ્યાં, ને તેમણે પુત્ર રત્ન ને જન્મ આપ્યો. બાળક જન્મથી બંન્ને ખુબ ખુશ હતા. બાળકના જન્મથી સંગીતા બીઝી થઈ ગયા. ઘરકામ અને બાળઉછેરમાં દિવસ નાનો પડતો, કામ અને જવાબદારી વધતા સંગીતાનો સ્વભાવ બદલાવા લાગ્યો જેને લીધે પતિ પત્નીના સંબંધો પર અસર પડવા લાગી. સંગીતા ગમે ત્યારે ગમે તે બોલી નાખે છતા મનુભાઈ પરિસ્થિતિ જાળવવાના પ્રયત્નો કરતા અને તેમની જવાબદારીઓ પુરી કરતા રહ્યાં. સંગીતા બોલીને ભૂલી જતી. તેના મનમાં કાંઈ ન રાખે પણ તે વગર વિચાર્યે બોલી નાખતી. મનુભાઈ કામમાં વધુ વ્યસ્ત રહેવા લાગ્યા. પત્નિ અને દિકરા માટેની દરેક જવાબદારીઓ પુરી કરતા પણ માનસિક રીતે દુઃખી રહેતા.
આમ ને આમ મનુભાઈએ અનેક વર્ષો કાઢી નાખ્યા, કોઈને કોઈપણ વાતની ગંધ પણ ન આવવા દીધી પણ છેલ્લા ચાર વર્ષથી મનુભાઈના સ્વભાવમાં, તેમના કામકાજમાં ફરક પડવા લાગ્યો . હવે તેમનું ધ્યાન કામમાં ન લાગતું બધા સાથેનો વ્યવહાર પણ જાણે યંત્રવત થઈ ગયો, ચહેરાનું નૂર ઓછું થતું ગયું એટલે ૩-૪ અલગ અલગ ડોકટર સાહેબોને બતાવ્યું તેમની સુચના મુજબ દવાઓ લીધી. કામકાજના સમયમાં ફેરફાર કર્યો, તેમને બહારગામ ફરવા મોકલ્યા તેમની સાથે તેમની આવી પરિસ્થિતિથી પરિવાર પણ ચિતિત થવા લાગ્યો છે.હવે તેઓ સુસ્ત રહે છે એટલે અમે તે દવાઓ આપવાનું પણ બંધ કરાવ્યું છે. એટલે અમે મહાસુખ ભાઈને સમજાવ્યું કે ડોકટર સાહેબની મંજુરી વગર કોઈ પણ દવા કયારે ઓછી કે વધુ ન આપવી કે ન બંધ કરવી જાેઈએ, માટે આ બાબત તમારા ડોકટર સાહેબ સાથે તુરત વાત કરી યોગ્ય કરવું જાેઈએ.
મહાસુખભાઈ સાથેની વાત પુરી થતા અમે મનુભાઈ સાથે વાત શરૂ કરતા તેમણે જણાવ્યું કે મારા અંગત જીવનની અસર મારા કામકાજ પર અને મારા જાહેર જીવન પર પડી છે. જાેકે પહેલા જે પ્રોબલેમો હતા તે હવે નથી, મને ખબર નથી કે આમ કેમ થઈ રહ્યું છે. તમેજ કારણ શોધી મને નોર્મલ જીવન તરફ વાળી શકો તેમ છો. તમારા જ્ઞાન-વિજ્ઞાનની મદદથી હું બરાબર થઈ શકીશ ને ? ‘હા’ ચોકકસ, થોડા દિવસોની નિયમિત સારવાર લેશો તો ચોકકસ સુધારાઓ અનુભવી શકશો. તમારી ગણત્રી કરવા ઓછા સમયમાં નોર્મલ લાઈફ તરફ પાછા ફરી શકશો.
અમે જે સારવાર કરીએ છીએ તેને હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીગ કહેવામાં આવે છે. આ સમય દરમ્યાન તમારે બેડ પર આંખો બંધ રાખી સુવાનું અને અમારા તરફથી એટલે કે હું ડો. કૈાશલ કે ડો.જલપા જે કોઈ પણ તમારી ટ્રીટમેન્ટ કરતા હોય તેમની સૂચનાઓનો તમારે થાય તેટલો અમલ કરવાનો પ્રયત્ન કરવાનો આ ટ્રીટમેન્ટને અમે સીટીગ કહીએ છીએ. અને આ દવા રહિત સારવાર પધ્ધતિ છે. અમારી વાત સાંભળી મનુભાઈનો ચહેરો જાણે ખીલી ઉઠયો, અને સીટીગ માટેનો સમય પુછાયો. બે દિવસ પછીનો સાંજનો સમય નકકી કરાયો.
નકકી કરાયેલા સમય મુજબ મનુભાઈ સમયસર આવ્યા, પેપર ફોર્માલીટી કરી તેમની સીંટીગ શરૂ કરી. પહેલા દિવસથી મનુભાઈએ સારો સહકાર આપવાનું શરૂ કર્યું.પહેલા દિવસથી જ મનુભાઈને સીટીગમાં રસ પડયો કેમકે સીટીગ પુરી થતા જ ચહેરાનું નુર પાછુ ફરવા લાગયું. સીટીંગ આગળ વધતા મનુભાઈની આ મનોદશા પાછળનું મુખ્ય કારણ શોધતા જાણવા મલ્યું મનુભાઈના વધુ પડતા લાગણીશીલ સ્વભાવને લીધે તેમની પત્નિ તરફથી બોલાયેલા શબ્દો તેમના મનમાં પેસી ગયા, આ દરેક શબ્દોને તે સતત વાગોળ્યા કરતા અને દુઃખી થતા રહેતા. તેમના આ સ્વભાવને સુચનાઓ દ્વારા ધીરે ધીરે સુધરતા ગયા એટલે કે તેમને પ્રેકટીકલ કરતા ગયા જેથી જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે. કોઈ પણ એક વાત ને પકડીને બેસવાને બદલે તે વાતને લેટ ગો કરી (ભુલી) બાકીના કામ ધ્યાનપૂર્વક સારી રીતે કરી શકે. આ અંગેની સૂચનાઓ થકી તેમના સ્વભાવમાં અને વ્યવહારમાં દેખીતા ચેન્જીશ આવતા મહાસુખભાઈ અને મનુભાઈના વાઈફ સંગીતાબેને જાણે આરામનો શ્વાસ લીધો. જેમ જેમ સીંટીગ આગળ વધતી ગઈ તેમ તેમ તે વધુ નીખાલશ થતા ગયા અને દરેક બાબતો મનમાં ભરી રાખવાને બદલે તે બાબત વાત કરી ખુલાશા મેળવતા ગયા. આમ થતા થોડા જ દિવસોમાં મનુભાઈનું લગ્ન જીવન ફરી ખીલી ઉઠયું અને તેમના કામકાજમાં પણ સારી રીતે આગળ વધવા લાગ્યા જાણે કાંઈ બન્યું જ નથી સાથે સાથે મનુભાઈ હિપ્નોથેટીપીનો અને અમારી પાસેથી મેળવેલી વિગતોને લીધે સેલ્ફ હિપ્નોટિઝમ શીખવા તથા મનોરંજક કાર્યક્રમો યોજવામાં પણ લોકોને મદદરૂપ થવા લાગ્યા. હિપ્નોટિઝમ અંગેની કોઈપણ પ્રકારની જાણકારી માટે કે ઉપરોકત કોઈપણ આયોજન માટે આપ અમારો સંપર્ક કરી શકા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.