માનસિક સમસ્યાઓ દુર કરવા માટે આશીર્વાદ રૂપ કલીનીકલ હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

માણસની અપેક્ષાઓની વાત જ કરવા જેવી નથી. ગમે તેટલી અપેક્ષાઓ પુરી થાય ત્યાં સુધીમાં તો બીજી અનેક અપેક્ષાઓ માનવમનમાં જન્મ લઈ લે છે અને આ ક્રમ આમ જ સતત ચાલ્યા કરતો હોય છે. એટલે જ આપણા ઋષિમુનિઓ કહી ગયા છે કે ગમે તેટલી નદીઓના નીર (પાણી) સમુદ્રમાં જાય તોય સમુદ્ર કયારેય ભરાતો નથી.તેવી જ રીતે આગમાં ગમે તેટલું ઘી-તેલ નાખો તેને ઓછું જ પડે છે. બસ આવી જ સ્થિતિ આપણી અપેક્ષાઓ, આકાંક્ષાઓની છે તેને ગમે તેટલી ઝડપથી પુરી કરો, સારી રીતે પુરી કરો, નીત નવી અપેક્ષાઓ જન્મ લેતી જાય છે તે ઓછી થતી જ નથી. માણસનું મન કયારેય ભરાતું નથી તેને સંતોષ થતો નથી. કેમ કે દરેક માણસ પોતાની ઉપરની કેટેગરીના માણસોને જાેવે છે અને તેને પોતાની સાથે ડપેર કરે છે અને પોતાની જાતને નબળો, વીક સમજે છે, અનુભવે છે પણ જાે તમે તમારાથી નબળા લોકો તરફ જાેશો તો તમને ખબર પડશે કે તમે બીજા કરતાં કેટલા આગળ છે ? ઘણીવાર મનમાં સવાલો પેદા થતા હોય છે.આવો જ એક સવાલ અત્યારે મનમાં ઉભો થયો કે ગરીબ કોણ છે, દેખીતી રીતે આ બહુ સીધો સારો સામાન્ય સવાલ છે. જેના અનેક જવાબો સવાલ વાંચતા જ તમારા મનમાં આવી જ ગયા હશે. મારે હિસાબે તેનો જવાબ છે જે મનથી ગરીબ છે, જેની વૃત્તિઓ ગરીબ છે, બાકી જાે જાેઈએ વિચારીએ તો કોઈ અરબોપતિ, કરોડપતિ, લાખોપતિ કોઈ સામાન્ય માણસ કે કોઈ ગરીબ માણસ હોય બધાને ભુખ લાગે જ છે અને પેટ ભરવા બધા રોટલી દાન બની શાક જ ખાતા હોય છે અને જમ્યા પછી પાણી જ પીતા હોય છે.આજના સુખી માણસનું મેનુ કદાચ જુદુ હોય સાદા પાણીને બદલે બિસ્લેરી કે અન્ય શું શું ફિલ્ટર કે ડબલ ફિલ્ટર પાણી પીવે છે અને બાકીના બધા નળમાં આવતું સાદું પાણી પીવે છે પણ પાણી તો પાણી જ છે.
અમુક માણસો એવા પણ હોય છે જેમને કોઈ અપેક્ષા નથી હોતી જીવન હોતી હૈ ચલતી હૈ ની જેમ ચાલ્યા કરે છે અને જાે કદાચ થોડી ઘણી અપેક્ષા હોય છે તે માત્ર જીવન નિર્વાહ પુરી કરવા પુરતી હોય છે. રૂટીન જીવન જે ચાલે છે તેના કરતાં વિશેષ જીવનમાં કાંઈક બનવા, કોઈક નવું કરવા, કાંઈક વધારે મેળવવા જેવું ખાસ હોતું નથી. સામાન્ય જીવન જ તે જીવે છે, તે જ તેમને માટે બરાબર છે પુરતું છે તેમ માનતા હોય છે.
જીવનભાઈ પરફેકટ હેલ્થકેર સેન્ટર પર આવી ડૉ. કૌશલને મળ્યા અને કહ્યું હું એક સામાન્ય માણસ છું નાનો પણ પોતાનો બીઝનેસ કરૂં છું અને તેમાંથી રૂટીન ખર્ચાઓ નીકળતા જતા હતા એટલે મને ચિંતા કરવાનું કોઈ કારણ નહોતું લાગતું.મેં કયારેય ભવિષ્યનો કે ભવિષ્યમાં આવનાર કોઈ ખર્ચાઓ વિશે કયારેય વિચાર્યું જ નહીં. જાેકે આવી કોઈ વાત કયારેય મારા મનમાં પણ ન આવી કે ભવિષ્યમાં આવનારા ખર્ચા માટે અત્યારથી તેને પહોંચી વળવા કાંઈક કરવું જાેઈએ. હવે છોકરો કોલેજમાં આવ્યો, ખર્ચ વધ્યો અને આવક ઘટી છે એટલે મુંઝાયા કરૂં છું.કાંઈ સુઝતું નથી અને કામમાં પણ ધ્યાન નથી રહેતું.મને લાગે છે કે મારી ફીવેટીવીટી ઓછી થઈ ગઈ છે એટલે જ નવું કાંઈ કરવાના વિચારો નથી આવતા. શું તમે મને ઈપ્રુવ કરી શકો ? ડૉ.કૌશલે કહ્યું, હા પણ તેને માટે તમારે થોડા દિવસોની ટ્રીટમેન્ટ લેવી પડે.જીવનભાઈએ કહ્યું. તમે કહેશો તેમ કરીશ.એટલે ડૉ.કૌશલે જીવનભાઈ સાથે થોડી વાતચીત અને થોડા સવાલ જવાબ કરી તેમનો સ્વભાવ કામકાજ અંગેનો વ્યુ તથા જનરલ વાતો જાણી કહ્યું કે, તમે ડેફીનેટ ઈપ્રુવ થઈ શકશો. જેને માટે હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી ટ્રીટમેન્ટ કરશું. જીવનભાઈને આ ટ્રિટમેન્ટ વિશે કાંઈ જ ખબર નહોતી એટલે ડૉ.કૌશલે તેમને આ બાબત વિગતવાર સમજાવી કહ્યું કે, આ દવારહીત સારવાર પદ્ધતિ છે. આ સારવાર દરમિયાન તમારી પાસે ચોક્કસ પ્રકારની મેન્ટલ એકસરસાઈઝ કરાવી માત્ર સુચનાઓ આપવામાં આવશે જે તમને ઈપ્રુવ કરશે.આ ઉપરાંત આ સારવાર માટે દશ દિવસ રોજ રવિવાર સિવાય નક્કી કરેલા સમયે અચુક આવવાનું રહેશે.રોજ લગભગ વીસથી ત્રીસ મીનીટ આસપાસ આ સારવાર ચાલશે.
રૂટીન ફોર્માલીટી પતાવી ડૉ.કૌશલે જીવનભાઈની ટ્રીટમેન્ટ (સીટીંગ) શરૂ કરી તેમનું શરીર અને મન શાંત કર્યું.જેમ જેમ શરીર અને મન શાંત થતા ગયા તેમ તેમ તેમનો આત્મવિશ્વાસ (સેલ્ફ કોન્ફીડન્સ) વધવા લાગ્યો. ધીરે ધીરે જીવનભાઈને સારૂં લાગવા માંડયું. તેમનો આ સારવાર પરનો તથા ડૉ.કૌશલ પરનો વિશ્વાસ વધવા લાગ્યો.ભુતકાળની ભુલને ભુલી આજ અને આવતીકાલને વધુ સારી કરવા તે કટીબદ્ધ થયા. સીટીંગની નિયમિતતા જળવાતા તેમની ફીયેટીવીટી વધવા લાગી.કાંઈક નવું કાંઈક વધારાનું કરવાની તેમની ઈચ્છા વધુ તેજ થવા લાગી.દશ દિવસની સીટીંગ પુરી થતાં પહેલા તેમના મનમાં આઈડીયા આવવા લાગ્યા અનેમનપૂર્વક તે દિશામાં આગળ વધવા લાગ્યા. હવે તેમનો વિશ્વાસ હકીકતમાં બદલાવા લાગ્યો. તેમના આનંદનો પાર ન રહ્યો.દશ સીટીંગ્સમાં તો જીવનભાઈ પહેલાં કરતાં વધુ સીન્સીયરલી અને વધારે સારૂં કામ કરતા થઈ ગયા. તેમનામાં આવેલા પરિવર્તનોથી તેમના વાઈફ,સન અને ડૉટરને નવાઈ લાગી. એટલે તેમણે જીવનભાઈને પુછયું આટલા બધા ચેન્જીશ રોજ કયાંથી આવે છે ? આટલા બદલાવ કેવી રીતે ? એટલે જીવનભાઈએ અમારા સેન્ટર અને હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની ટ્રીટમેન્ટ લીધી તેનાથી જ ચેન્જીસ આવ્યાનું જણાવ્યું એટલે બીજે દિવસે જીવનભાઈ સાથે તેમનું આખું ફેમીલી આભાર વ્યકત કરવા આવ્યું. તેમના વાઈફે કહ્યું મંે ઘણીવાર કોઈ ડૉકટરને બતાવવા કહ્યું હતું મને લાગે છે કે અમારા મેરેજ પછી કદાચ પહેલું સારૂં કામ કર્યું છે તમારી પાસે આવવાનું. આમ જીવનભાઈની સીટીંગ પુરી થતાં જીવનભાઈનું જ નહીં તેમના ફેમીલીનું જીવન બદલાઈ ગયું, જીવનભાઈના વિચારો, જીવન જીવવાનો ધ્યેય બદલાઈ ગયો. આગળ વધવાની તલપ વધી ગઈ, સફળતાપૂર્વક આગવળ વધવા લાગ્યા અને ડૉ.કૌશલને તેની સારવાર પદ્ધતિઓ બિરદાવવા લાગ્યા.કોઈપણ માનસિક સમસ્યાઓ દુર કરવામાં કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ સહાયરૂપ થઈ શકે છે.. વધુ માહિતી માટે સંપર્ક કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.