મરડો માઠો રોગ

સંજીવની
સંજીવની

ગરમી કે વરસાદી વાતાવરણમાં પાચન બગડે. તરસથી અધિક કે પાચન શક્તિથી અધિક પાણી કે પ્રવાહી લેવામાં આવે ત્યારે અતિસાર એટલેકે ઝાડા થાય. પાચન બગડ્‌યું તેથી ઝાડા થયા હોય, તે અતિશય વધુ પ્રમાણ હોય તો તાત્કાલિક ઝાડા બંધ થાયને સૂંઠની જેમ પાચન સુધારે, ભૂખ ઉઘાડે તેવી સારવાર થવી જ જોઈએ. અને જ્યાં સુધી પાચન સુધરે નહિ ત્યાં સુધી ખોરાક કે બાટલા ચડાવવા જોઈએ નહિ અન્યથા પાચન બગડેને મરડો થાય જેને સંસ્કૃતમાં પ્રવાહિકા કે ગ્રહણી કહેવાય.
• અતિસાર : જેમાં અધિક માત્રા માં પ્રવાહી મળ પ્રવૃત્તિ થાય તેને અતિસાર એટલેકે ઝાડા કહેછે.
• પ્રવાહિકા : જેમાં પેટમાં ચૂંક વધારે આવે, સંડાસ જતી વખતે જોર ઘણું કરવું પડે ને તોય મળ બકરીની લીંડી જેવો, ચિકાશ યુક્ત આવેને વારંવાર સંડાસ જવાની ઈચ્છા થાય તેને પ્રવાહિકા – મરડો કહેછે.
• ગ્રહણી ઃ આપણા શરીરમાં મોઢાનું કામ ખોરાકને ચાવવાનું છે, હોજરીનું કામ ખોરાકને વલોવવાનું છે ને તે પછી ગ્રહણીનું કામ ખોરાકને પચાવવાનું છે, નાના આંતરડા નું કામ તે પચેલા ખોરાક માંથી ધાતુઓનું શોષણ કરવાનું છે અને મોટા આંતરડાનું કામ પ્રવાહીનું શોષણ કરવાનું છે. અહી ગ્રહણી જયારે તેનું પચાવવાનું કામ કરતુ નથી તેથી જે કંઇ ખોરાક ખાવામાં આવે તે પચ્યા વિના મળ માર્ગથી બહાર નીકળે છે તેને આપણે ગ્રહણી રોગ કે મરડો કહીએ છીએ.
ગ્રહણી રોગમાં દર્દીને ભૂખ ઘણી લાગે, ખોરાક પણ ખાય પરંતુ ખાધા પછી તરત સંડાશ જાય ને પછી તેને અશક્તિ લાગે. શરીર કમજોર બની જાય, મળમાં દુર્ગંધ આવે. પાણીમાં ડૂબી જાય તેવો કાચો- પાકો મળ આવે. …
આયુર્વેદ કહે છે કે ગ્રહણી રોગ બાળકને થાય તો સરળતાથી મટી શકે છે, યુવાનને થાય તો મુશ્કેલી થી મટે છે ને વૃદ્ધને થાય તો તે મટતો નથી.
ચિંતા, ભય, શોક, ગભરામણથી કે વધુ પડતા તીખા, તળેલા, ગરમ ખોરાક ખાવા થી, ગરમી થી પિત્તજ કે રક્તજ ગ્રહણી કે જેમાં મળની સાથે લોહી આવે છે જેને અલ્સરેટીવ કોલાઇટીસ નામનો ખૂબજ માઠો રોગ થાય છે. જેમાં આજના કહેવાતા આધુનિક વિજ્ઞાન- એલોપેથીમાં સ્ટીરોઇડ, એન્ટીબાઓટીક ને તે દવાઓની આડઅસર દૂર કરવા એસીડીટી ની દવા આપીને દર્દને કંટ્રોલમાં લીધાનો સંતોષ લેવામાં આવે છે. હકીકતમાં તેનાથી નથી તો પાચન સુધરતું નથી આંતરડામાં હિલીંગ થતું કે નથી માનસિક સ્ટ્રેસ દૂર થતો તેથી રોગ તો ઠેરનો ઠેર જ….. એટલું જ નહિ આગળ જતા દર્દીને તેનું મળ માર્ગનું આંતરડું કપાવવાનો પણ સમય આવેછે. .
અહી આચાર્ય ચરક .. દર્દી ને ધ્યાનનો આગ્રહ કરેછે, પિત્ત શામક ને પાચન સુધારે તેવા ઔષધ આપવાથી તથા શ્રેષ્ઠ ચિકિત્સા – પિસ્છા બસ્તિ આપવાથી આંતરડાનું હિલીંગને શોષણ, પાચનની ક્રિયા એટલી અદભૂત બનેછે કે શક્યતઃ દર્દનું કાયમી નિવારણ થાય.
એક નિષ્ણાત તબીબ કે જે આ દર્દના દર્દી છે, તેમના કહેવા મુજબ ડોક્ટર, કલેકટર જેવા લોકો કે જે પોતાના વ્યવસાય માં સંવેદનશિલતા અનુભવે છે તેમને આ દર્દ વિશેષ થાયછે. તેથી આવા લોકો એ ની ભાવનાથી પોતાનું કામ કરે તો સ્વસ્થ રહી શકે.
મળ માર્ગથી લોહી પડવાની છેલ્લી સ્થિતિ આવે ત્યારે જ દરદી જાગે છે. ત્યાં સુધી આ..તો સામાન્ય છે તેમ સમજી ને દર્દ ને ચલાવ્યે જાયછે તેથી દર્દ ગંભીર બને છે ને શરીર દિવસે ને દિવસે કમજોર બનતું જાયછે. એક દિવસ એક ખેડૂતને તેના ખેતર માં મળવાનું થયું. તે કહે… આ મારો દીકરો ખાય ઘણું તોય શરીર બનતું નથી. તેનું ખાધેલું ક્યાં જાય છે ખબર જ પડતી નથી. ત્યારે પૂછ્યું કે સંડાસ કેટલી વખત જાય છે.. તો કહે જેટલી વખત ખાય તેટલી વખત તે જાય. … આ તમને સામાન્ય લાગેછે પરંતુ આ ગંભીર રોગ – મરડો એટલે કે ગ્રહણી છે,, તરતજ આદુ, લીંબુ ના રસ સાથે તેને સંજીવની વટી ને ચિત્રકાદિ વટી આપવાનું શરુ કરી દ્યો અન્યથા કાયમી નું દર્દ બની જશે.
મારા ગુરુ વૈદ્ય સી.પી.શુક્લ સાહેબે એક વખત હૃદય પહોળું થયેલ- રોગ ના દર્દી ને વાતજ ગ્રહણી નું નિદાન ને સારવાર કરીને હૃદય રોગ સંપૂર્ણ મટાડેલો જેનો હું ને એમ.પી શાહ મેડીકલ કોલેજ ના પ્રો. સાક્ષી હતા.
આ વિષયે ઘણી વખત કહું છુ કે …. “અતિસાર, પ્રવાહિકા ને ગ્રહણી, સારવાર સહેલી પણ ઓળખાણ અઘરી.” તેથી અનુભવી ને અભ્યાસુ વૈદ્ય પાસે થી દર્દી એ માર્ગદર્શન લેવું જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.