નદ્રા વિશે જાણો…અનિંદ્રાથી મુક્તિ મેળવો

સંજીવની
સંજીવની

શું આપ જાણો છો કે ઉંઘ, નિંદ્રા એટલે શું ? ઉંઘ-નિંદ્રા એ મનની તથા શરીરની એક અલગ સ્થિતિ છે. જ્યાં શરીર ખૂબ જ આરામ અનુભવે છે અને મન બાહ્ય જગતથી દૂર થઈ જાય છે. સામાન્ય રીતે લોકો એવું પણ સમજતા હોય છે કે માણસ જયારે ઉંઘી સુઈ જાય છે ત્યારે બેભાનવસ્થા જેવી સ્થિતિ આવી જાય છે પણ આ સમજ ખોટી છે, ભુલભરેલી છે જયારે માણસ ઉંઘી, સુઈજાય છે ત્યારે મન બેભાનવસ્થામાં નથી હોતું પણ તે સમયે મનની સ્થિતિ બદલાઈ જાય છે.ખરેખર તો ઉંઘ એ મન અને શરીરને આરામ પહોંચાડવાનું કામ કરે છે.

સાચી વાત તો એમ છે કે મન ઉંઘ દરમ્યાન કયારેય સંપૂર્ણ આરામ કરતું જનથી તેમ છતાં ઉંઘની અસર દરેક વ્યક્તિઓમાં જુદી જુદી જાેવા મળેછે.જેમ કે ઘણાં માણસો એવા હોય છે કે ગમે તેવા અવાજ-ઘોંઘાટમાં શાંતિથી સુઈ ઉંઘી જાય છે.જયારે એવા પણ માણસો હોય છે કે જાે જરા સરખો પણ કોઈપણ જાતનો અવાજ, ઘોંઘાટ થતો હોય તો તેમને જરાય ઉંઘ નથી આવતી. કેટલાક માણસો ઉંઘી, સુઈ ગયા પછી બહારની દુનિયામાંથી અલિપ્ત થઈ જાય છે.એટલે કે જયારે તે ઉંઘી સુઈ ગયા હોય ત્યારે જાે ફોનની ઘંટડી વાગે કે ડોરબેલ વાગે તો પણ તેમને ખબર હોતી જ નથી. જયારે અમુક માણસો ગમે તેવી ઉંડી ઉંઘમાં હોવા છતાં જાે ફોન રણકે તો બીજી ઘંટડી એ જ ફોનનું રીસીવર ઉપાડે છે.સામી વ્યક્તિ સાથે વાતચીત કરે છે અને જાે ડોરબેલ વાગી હોય તો તુરંત જ ઉભા થઈ દરવાજા તરફ આગળ વધે છે. આમ કેટલાય માણસો ગમે તેટલી ઉંડી ઉંઘ, નિંદ્રામાં હોવા છતાં તેમનું મન હંમેશા સતર્ક હોય છે જેથી બહારની દરેક હિલચાલથી વાકેફ રહે છે. આપણા સમાજમાં અનેક માણસો એવા છે કે જેઓને ઉંઘ,નિંદ્રા નથી આવતી. જાેકે ઉંઘ ન આવવા પાછળના વ્યક્તિગત જુદા જુદા કારણો હોય છે. કોઈને જગ્યા બદલાય કે ગાદલું બદલાય તો ઉંઘ નથી આવતી તો કોઈને ઓશીકું બદલવાના કારણે પણ ઉંઘ નથી આવતી, કોઈને મુસાફરી દરમ્યાન બસમાં કે ટ્રેનમાં ઉંઘ ન આવવાની ફરીયાદો કરતા હોય છે.તો કેટલાકને કોઈપણ જાતના અવાજો જેવા કે, સ્કૂટર, ગાડી, બસ, ટ્રક કે અન્ય વાહનોના અવાજાે, ટ્રેન પસાર થવાનો અવાજ વિમાન પસાર થાય ત્યારે આવતો વિમાનનો અવાજ,ઘરમાં કે આજુબાજુમાંથી આવતા ટીવી કે રેડીયો, ટેપના અવાજાે, આડોસ પાડોશમાંથી બાળકનો રડવાનો અવાજ કે ભેગા થઈ કોઈ રમત રમતા થતા અવાજાે વિગેરેને લીધે ઉંઘ નથી આવતી તો કેટલાક માણસોને લાઈટ ચાલુ હોય, નાઈટ લેમ્પ ચાલુ હોય તો ઉંઘ નથી આવતી.કેટલાક માણસો જેમના મનમાં અંધારાની બીક હોય તેમને અંધારામાં ઉંઘ નથી આવતી. આજના જમાનામાં એક યા બીજા પ્રકારની ચિંતા માણસોને કોરી ખાય છે.જેવી કે કામધંધાની ચિંતા, બાળકોના અભ્યાસ અંગેની કે તેમને કામધંધે લગાડવાની ચિંતા, પોતાની કે ઘરની કોઈ વ્યક્તિની બિમારી અંગેની ચિંતા,સામાજીક જવાબદારીઓ અને આર્થિક કટોકટીની ચિંતા ઘણાં એવા પણ માણસો હોય છે જેમને દેખાદેખીની ચિંતા થાય છે.બીજા કોઈને હાથ રૂપિયા લાગી ગયા,કોઈએ ઘરમાં એરકન્ડીશન મુકાવ્યું, કોઈએગાડી લીધી વિગેરે અને પોતે હાથ ઘસતા બેસી રહ્યા. જે માણસો બીજાને સુખી જાેઈ નથી શકતા અથવા બીજાની દેખાદેખીમાં ગજા બહારના ખર્ચા કરે છે અને પોતે જ પોતાના પગ પર કુહાડો મારી રાતોની ઉંઘ ખરાબ કરે છે. કેમ કે તેમણે દેખાદેખીમાં કરેલા ખર્ચ માટેના રૂપીયા જે ઉધાર લીધા છે તે દેવું, લોન ભરપાઈ કરી શકવાની ક્ષમતા નથી. આમ ઘણા માણસો દેખાદેખીમાં તેમને સુખનો જીવ જાણી જાેઈને દુઃખમાં નાખે છે.

ઘણાં માણસો એવા પણ હોય છે કે જે સાધન સંપન્ન છે.પારીવારીક રીતે સુખી છે છતાં સારી શાંતિભરી ઉંઘ નથી લઈ શકતા.તેમને રોકેલા નાણાંની કે બીજા રોકાણો કયાં કરવા તેની ચિંતા સતાવે છે.જેને લીધે સરસ મજાની શાંત, એરકન્ડીશન્ડ બેડરૂમમાં પણ પડખાં ફેરવે છે. પુરતી ઉંઘ નથી લઈ શકતા, આપણે જાેઈએ છીએ કે ઘણાં માણસો જાહેર સ્થળો જેવા કે રસ્તાઓ, બસસ્ટેન્ડ, રેલ્વે પ્લેટફોર્મ, પુલ વિ.સ્થળે ભરબપોરે તડકામાં પણ શાંતિથી ઘસઘસાટ ઉંઘતા, સુતા હોય છે. એક વાત ચોક્કસ છે કે મોટા ભાગે દરેક માણસો જાતે જ તેમની અપુરતી ઉંઘ માટે જવાબદાર હોય છે.ઉંઘ બગાડી ઉજાગરા કરી તેમનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બગાડે છે. ઉંઘ નિંદ્રા એક એવો અણમોલ ખજાનો છે કે જે તેમને માનસિક અને શારીરીક રીતે સ્વસ્થ રાખી શકે છે. અપુરતી, અધુરી ઉંઘ અનેક બીમારીઓનું મુળ કારણ છે તે ઉંઘરી નહીં થઈ હોય તો સુસ્તી લાગે, કામ કરવાનું મન ન થાય, ખાવાની ઈચ્છા ઓછી થાય, ખાવાનું ન ભાવે, નાની નાની વાતમાં ગુસ્સો આવે,  ડુંક કામ કરવાથી પણ માનસિક અને શારીરિક રીતે ખુબ થાકી ગયા હોય તેવું લાગે. પાચનશક્તિ પર અસર પડે, કબજીયાત થઈ શકે, આખો દિવસ બગાસા આવે, મન સાચી દિશામાં કામ ન કરે, યોગ્ય નિર્ણય લેવામાં તકલીફ પડે વિગેરે તકલીફો થઈ શકે. ઉંઘ લાવવા માટે અનેક રસ્તાઓ છે પણ આજના માણસો જેનો સૌથી વધુ ઉપયોગ કરે છે તે ઉંઘ લાવવા માટેની  એલોપેથીક દવાઓ વખત જતાં જેનો  ડોઝ   ધારવો પડે, આ ઉપરાંત ઉંઘ  લાવવા આયુર્વેદિક, ઔષધિઓ, શ્વાસોશ્વાસની પ્રક્રીયા, યોગા, ગરમ દૂધ પીવો  (સુતા પહેલાં) સ્નાન કરો,   લમાલીશ કે  ચંપી માલીશ કરાવો, બેડરૂમમાં તમારી  પસંદગીની સુગંધી અગરબત્તી કરો,  ધીમા અવાજે સુરીલું સંગીત વગાડો  (કેસેટ-  ડી   રા) મારા હિસાબે  ઉંઘ,નિંદ્રા લાવવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાયો,  સિકસ્થ સેન્સ એ તૈયાર કરેલી ઓડીયો,  કેસેટ અંદાજે છ અઠવાડીયા સાંભળો  અને શાંતિભરી ઉંઘ મેળવો,અનુભવો,  તમારી અનિંદ્રાની સમસ્યા કાયમી  ધોરણે દૂર કરવા હીપ્નોથેરાપીસ્ટ પાસે  જઈ થોડા દિવસ સારવાર કરાવો અથવા સ્વ સંમોહન (સેલ્ફ હીપ્નોટીઝમ) જાતે શીખી આવી અનેક સમસ્યાઓનું સમાધાન તમારી જાતે જ કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.