ચૂંટણી લોકશાહીનું મહાપર્વ છે. દરેક મતદારે ઉત્સાહ પૂર્વક મતદાન કરી -કરાવી આ મહાપર્વની ઉજવણી કરવી જાેઇએ.તમારો એક મત અમૂલ્ય છે એ વાત ભૂલતા નહીં

સંજીવની
સંજીવની

આજે પંદરમી ગુજરાત વિધાનસભા ની રચના માટે બીજા અને અંતિમ ચરણનું મતદાન થશે. ચૂંટણી પંચે ગત ત્રીજી નવેમ્બર-૨૦૨૨ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં એટલે એ પહેલી ડીસેમ્બર-૨૦૨૨ના ૮૯ બેઠકો માટે જે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ પણ મતદાન ઘણું ઓછું થતાં શું મતદારોને લોકશાહીમાં રસ રહયો નથી કે કોઈ અન્ય પરિબળો ભાગ ભજવી ગયા તે બાબતે તંત્ર સજાગ બન્યું છે અને આજે પાંચમી ડીસેમ્બર-૨૦૨૨ના સવારે ૮-૦૦થી સાંજના ૫-૦૦ સુધી બીજા તબક્કામાં ૯૩ બેઠકો માટે મતદાન થશે તો આ વિસ્તારમાં મતદાર ભાઇ બહેનો ઉમળકાભેર બહાર આવી ઊચું મતદાન કરે તે માટે સઘન પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહયા છે. ચૂંટણી લોકશાહીનું મહાપર્વ છે. દરેક મતદારે ઉત્સાહ પૂર્વક આ મહાપર્વની ઉજવણી કરવી જાેઇએ. ‘મારા એક મતથી શું ફેર પડવાનો છે ?’ એવુ વિચારતા મતદારો અને ‘તમારો એક મત મને નહિ મળે તો શું ફેર પડવાનો છે ?’ આવી બડાઇ મારતા ઉમેદવારો માટે કેટલાક કિસ્સાઓ શેર કરુ છું જેનાથી મતદાનનું સાચુ મહત્વ સમજાશે.

૨૦૦૮ની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી વખતે શ્રી સી.પી.જાેશી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં સી.પી.જાેશીને ૬૨૨૧૫ મત મળ્યા હતા જ્યારે એના હરિફ ઉમેદવાર શ્રી કલ્યાણસિંહ ચૌહાણને ૬૨૨૧૬ મત મળ્યા હતા. માત્ર એક મત માટે શ્રી સી.પી. જાેશી ચૂંટણી હારી ગયા. વધુ આશ્વર્યની વાત તો એ હતી કે આ ચૂંટણીમાં શ્રી જાેશીના માતા અને પત્નિ મતદાન કરવા નહોતા ગયા.
૨૦૦૪ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે શ્રી એ.આર.કૃષ્ણમૂર્તિ ને ૪૦૭૫૧ મત મળ્યા હતા જ્યારે તેના હરિફ શ્રી ધૃવનારાયણને ૪૦૭૫૨ મત મળ્યા હતા. માત્ર એક મતથી શ્રી એ.આર.કૃષ્ણમૂર્તિનું ધારાસભ્ય બનવાનું સપનું રોળાઇ ગયુ.આ ચૂંટણી વખતે શ્રી કૃષ્ણમૂર્તિના ડ્રાઇવરે મતદાન કરવા જવાદેવાની મંજૂરી માંગેલી પણ એક મતથી શું ફેર પડે એમ માનીને શ્રી કૃષ્ણમૂર્તિએ ડ્રાઇવર ને મતદાન કરવા જવાની મંજૂરી ના આપી અને એનું પરિણામ ભોગવવુ પડ્યુ.

૧૯૯૯માં જ્યારે શ્રી અટલ બિહારી વાજપેયીએ વિશ્વાસનો મત જીતવાનો હતો ત્યારે એક સંસદસભ્યએ વાજપેયીના પક્ષમાં મતદાન કરવાનું વચન આપેલું પરંતું એમ ન થતા વાજપેયીજી જેવા પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ વિશ્વાસનો મતના જીતી શક્યા. માત્ર એક મતના લીધે વડાપ્રધાન પદ ગુમાવવાનો વારો આવ્યો હતો.

૨૦૧૫માં મોહાલી મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણી વખતે કૂલવિંદર કૌર માત્ર એક મતથી એના હરિફ ર્નિમલ કૌર સામે ચૂંટણી હારી ગયા હતા.

૨૦૧૭માં મુંબઇ મહાનગરપાલીકાની ચૂંટણી વખતે સુરેન્દ્ર બાગલકર એક મતથી જીતી ગયા હતા. તેના હરિફ શ્રી અતુલ શાહે ફેરમતગણતરી કરતા બંનેને ૫૯૪૬ મત મળ્યા હતા. બંનેને સરખા મત મળતા ચીઠી ઉપાડીને ઉમેદવારની જીત નક્કી કરવાની હતી જેમાં અતુલ શાહ જીતી ગયા હતા. માત્ર એક મતના કારણે સુરેન્દ્ર બાગલ કરની જીત હારમાં બદલાઇ ગઇહતી. આ તો થોડા ઉદાહરણ આપની સાથે શેર કર્યા. દુનિયાભરમાં આવી અગણીત ઘટનાઓ છે જ્યાં એક મતે આખી રમત બદલી નાંખી હોય. ૧૯૬૧ની સાલમાં ઝાંઝીબારમાં એફ્રો સિરાઝી પક્ષના એક ઉમેદવાર માત્ર એક મતથી જીતેલા અને એ ઉમેદવાર જીત્યા એટલે પક્ષની દશ બેઠક થઇ ગઇ, હરીફ પક્ષને નવ બેઠક મળી હતી આમ એક જ મતથી ચૂંટણી જીત્યા એટલું જ નહિ એ એક મતના લીધે એફ્રો સીરાઝી પક્ષની સરકાર પણ બની ગઇ.

અમેરીકાના સતરમા રાષ્ટ્ર પ્રમુખ એન્ડ્રયુ જાેન્સન માત્ર એક મત થી બચી ગયા હતા અને રૂથરફોર્ડ હેપસ માત્ર એક મતથી અમેરીકાના ઓગણીસમા રાષ્ટ્ર પ્રમુખ બની ગયા હતા. તમારા એક મતનું મૂલ્ય ઓછું ન સમજતા લોકશાહીના મૂલ્યોને જાળવવા માટે મતદાન અવશ્ય કરો.મતદાન કરવું એ આપણો અધિકાર અને નૈતિક ફરજ છે. સારા પ્રતિનિધિ ને ચૂંટી મોકલશો તો જે તે કક્ષાએ સારા કાર્યો થશે એ ભૂલતા નહીં.. મારા મતથી લોકશાહી નું જતન કરીશ.
યશપાલસિંહ ટી. વાઘેલા શ્રી ઓગડ વિધા મંદિર થરા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.