કેન્સરને આવકારનારા કેટલાક મહત્ત્વના કારણો વિશે જાણો

સંજીવની
સંજીવની

કેન્સરના દરદીઓમાં જોવા મળતા કોમન પ્રોબ્લેમ્સને અલગ તારવીને જ્યારે જોવામાં આવ્યા તો ખબર પડી કે કબજિયાત, એસિડિટી, અપૂરતી ઊંઘ અને ખરાબ ઇમોશનલ હેલ્થ એ ચાર બાબતો એવી છે જે ૯૭ ટકા દરદીઓમાં સામાન્ય રીતે જોવા મળી હતી. કઇ રીતે આ ચાર બાબતો કેન્સરને તાણી લાવે છે એ સમજીએ અને એનાથી દૂર રહીને કેન્સરથી બચવાનો પ્રયાસ કરીએ
કૅન્સર નામની મહામારી સામે લડવા માટે આપણી પાસે અદ્યતન ઇલાજ ઉપલબ્ધ છે. દુનિયાભરમાં વધુ ને વધુ લોકો કૅન્સરનો ભોગ બની રહ્યા છે ત્યારે તેમના માટે સારી કક્ષાનો ઇલાજ ઉપલબ્ધ થાય એ ખૂબ સારી વાત છે, પરંતુ કદાચ એથી પણ વધુ મહત્વની વાત છે કે આપણે કૅન્સરને રોકી શકીએ. કોઈ પણ રોગમાં પ્રિવેન્શન એ ક્યાૅર કરતાં વધુ સારું માનવામાં આવે છે, પરંતુ કૅન્સર જેવા રોગને થતો અટકાવી શકાય ખરો? કોઈ પણ રોગને અટકાવવા માટે પહેલાં એનાં કારણો ખબર હોવાં જરૃરી છે. કૅન્સર થવા પાછળ તમાકુ, હવામાંનું પ્રદૂષણ, રેડિયેશન, ખોટી લાઇફ-સ્ટાઇલ, ઓબેસિટી જેવાં કેટલાંક કારણો જાણીતાં છે; પરંતુ આ કારણો સિવાય પણ અમુક વસ્તુઓ છે જે કૅન્સરને રોકવા માટે જાણવી જરૃરી છે. આજે આપણે જે દુનિયામાં રહીએ છીએ એ દુનિયા આખી દૂષિત થઈ ગયેલી છે. આપણે જે હવાને શ્વાસમાં લઈએ છીએ ત્યાંથી લઈને આપણું પાણી, ખોરાક, સમગ્ર વાતાવરણ દૂષિત થયેલું છે. આ કારણો છે જેને લીધે આપણે કૅન્સર જેવા વધુ ને વધુ રોગોનો શિકાર બની રહ્યા છીએ. આ સિવાય અમુક આંતરિક કારણો પણ છે જેને લીધે કૅન્સર આટલું વ્યાપક બની રહ્યું છે. જેટલું આપણે બહારી પરિબળોને જોઈએ છીએ એટલું જ આંતરિક પરિબળને જોવું પણ મહત્વનું છે. લાંબા ગાળાની કબજિયાત કબજિયાત એ કોઈ તકલીફ નથી પરંતુ રોગ છે. જ્યારે તમને લાંબા ગાળાથી કબજિયાતની તકલીફ હોય ત્યારે તમારી સિસ્ટમમાં જે શરીરની બહાર ફેંકી દેવો ખૂબ જ જરૃરી છે એ ટાૅક્સિક વેસ્ટ તમે વષોર્ સુધી શરીરમાં ભેગો કરતા રહો છો. ખાસ કરીને સ્ત્રીઓમાં કોલોનની જગ્યાએ આ કચરો ભરાઈ જાય ત્યારે કચરાની સાથે-સાથે એસ્ટ્રોજન નામનું સ્ત્રીઓમાં રહેલું હાૅમોર્ન જે શરીરની બહાર ન જઈ શકવાને કારણે શરીરમાં ભરાતું જાય છે અને કૅન્સરકારક બની જતું હોય છે. એસ્ટ્રોજનને કારણે થતા કૅન્સરમાં સ્ત્રીજન્ય કૅન્સર બધાં જ આવી જાય છે. ટાૅક્સિક વેસ્ટને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય છે અને એની સાથે-સાથે જીન્સને મ્યુટેટ થવા માટેનું વાતાવરણ પણ એને કારણે સજાર્ય છે. જો જીન્સ મ્યુટેટ થઈ ગયા હોય તો એને વધવા માટે પણ આ વાતાવરણ અનુકૂળ આવે છે. ઍસિડિટી ઍસિડિટી એક એવી તકલીફ છે કે બધા હેલ્થ-ઇશ્યુ અહીંથી જ ચાલુ થાય છે. કૅન્સરના કોષો ઍસિડિક વાતાવરણમાં ઊછરે છે. જેનું શરીર ઍસિડિક છે તેના શરીરમાં ગાંઠ થવાની અને વધવાની શક્યતા ઘણી વધુ રહે છે. આ પ્રકારનાં શરીર વાઇરસ, બૅક્ટેરિયા અને બીજ કીટાણુ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે જ્યાં આ કીટાણુ ફૂલેફાલે છે. જોકે એનો અર્થ એ પણ નથી કે શરીરને આલ્કલાઇન બનાવવા માટે આલ્કલાઇનયુક્ત ખોરાકનો મારો ચલાવવામાં આવે એ પણ ખોટું છે. ઍસિડ અને આલ્કલી બન્નેનું યોગ્ય બૅલૅન્સ જરૃરી છે. ખરાબ ઇમોશનલ હેલ્થ દરદીની જોડે વાત કરો તો ખબર પડે છે કે કોઈ ખાસ બનાવ આ દરદીઓના જીવનમાં બન્યો હોય છે. ખાસ કરીને કૅન્સરના નિદાનના છ કે બાર મહિના પહેલાં કે એનાથી પણ જૂનો કોઈ બનાવ હોય શકે છે જે બનાવને કારણે તેમની ઇમોશનલ હેલ્થ જોખમાઈ હોય. જેટલા પણ દરદી હતા એમાંથી ૯૭ ટકા દરદીઓ એવા હતા જેઓ એક્સ્ટ્રીમ ઇમોશનલ સ્ટ્રેસમાંથી પસાર થયા હતા. આ એ સ્ટ્રેસ નથી જે આપણે રોજિંદા જીવનમાં મેળવીએ છીએ. આ ક્રોનિક સ્ટ્રેસ છે જે મહિનાઓ અને વષોર્ સુધી દરદીને હેરાન કરી રહ્યું હોય છે. જેમ કે ડિવાૅર્સ, કોઈ પોતાની ખાસ વ્યક્તિનું મૃત્યુ, ફિઝિકલ ટ્રાૅમા, આથિર્ક રીતે પડી ભાંગવું વગેરે. આ એ પ્રકારનાં દુખ છે જેમાં માણસ અંદરથી ખવાતો જાય છે. એ વધુ હાનિકારક ત્યારે બને છે જ્યારે આ ઇમોશન આપણી અંદર જ ધરબાઈ રહે છે અને બહાર આવતું જ નથી. જે રીતે ફિઝિકલ ટાૅક્સિક વેસ્ટને શરીરની બહાર ફેંકવો જરૃરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.