કલીનીકલ હિપ્નોથેરાપી મન પર કબજાે કરી બેઠેલા ‘કોરોના’ નું સામ્રાજય દૂર કરી શકે છે

સંજીવની
સંજીવની

કુદરતની દરેક વાત નિરાળી છે.આપણે જાણીએ જ છીએ કે માનવજાત એ કુદરતનું સર્વશ્રેષ્ઠ સર્જન છે અને માનવ મન.. જેના વિશે કાંઈ પણ કહેવું અતિ મુશ્કેલ છે, કુદરતે માણસોના સ્વભાવ પણ કેવા જુદા જુદા બનાવ્યા છે અને એટલા માટે જ તો દરેકના આચાર વિચારમાં, ખાન-પાનમાં, રહેણીકરણીમાં, પહેરવેશમાં, બોલીમાં, સ્વભાવમાં, સમજણમાં તફાવતો જાેવા મળે છે.જાેકે સામાન્ય સંજાેગોમાં આ બાબતો પર કોઈ ધ્યાન નથી આપતું એટલે જ બીજા કોઈને તુરંત ખ્યાલ નથી આવતો કે દરેક માણસોમાં શું ફરક છે શેના કારણે ?
માણસો જેણે દશે દિશાઓમાં વિવિધ પ્રકારના અનેક અદ્‌ભૂત, અકલ્પનીય સર્જનો કર્યા છે, રોજ નીત નવા સર્જનોની હારમાળાઓ સર્જી સફળતાના શિખરો સર કરી રહ્યા છે,દેખીતી રીતે આધુનીકતાના રંગોમાં રંગાઈ રહ્યા છે.અનેક પ્રકારના સંશોધનો રીસર્ચો પણ માનવ મનમાં આવતા કે થતા પરિવર્તનોને, તેનામાં રહેલી અપાર શક્તિઓને પુરેપુરી નથી સમજી શકયા એટલે જ કદાચ તેનો ઉપયોગ નથી કરી શકતા.
કહેવાતા મહામાનવો અને તેમની શક્તિઓ કુદરતની સામે અનેકવાર પાંગળા સાબિત થયા છે. તો કયારેક માનવસર્જીત મુશ્કેલીઓનો સામનો કરવામાં પણ અસફળતાઓ હાથ લાગી છે.
મહામારીનો સામનો કરવા તેને નાથવા દરેક જરૂરી પગલાઓનો તિરસ્કાર કે તેનો પુરતો અમલ ન કરતા પણ તે મહામારીને વધારવાનું જ કામ કરે છે. કોઈને પણ સ્વપ્નેય વિચાર આવ્યો હતો કે,‘કોરોના’ નામનો વાયરસ વિશ્વના દેશોને,અર્થતંત્રને, જનજીવન કે વ્યવસાયને જબરજસ્ત નુકશાન પહોંચાડશે, હજારો લોકોના જીવ લેશે. હાલના દિવસો માટે કહેવાય છે હોટલો, મોલ, દુકાનો, થિયેટરો, બાગ બગીચા, અનેક નાની મોટી માર્કેટો, રીક્ષા, ટેકસી, બસ,ટ્રેન,મેટ્રો, રેલ, વિમાનો, ધાર્મિક સ્થળો, બહાર જવા આવવાનું બંધ,દરેક માણસો પોતાના ઘરમાં જ નજરકેદ છે.અર્થાત અતિ આવશ્યક સેવાઓ બાદ કરતાં બધું બંધ છે.ધોળે દિવસે તારા દેખાઈ રહ્યા છે, ડૉકટર સાહેબો જાણે ભગવાનનું રૂપ લઈને આવ્યા છે, હોસ્પિટલોમાં સીનીયર તથા જુનીયર ડૉકટરો,નર્સીંગ સ્ટાફ,દરેક વિભાગના માણસો, ટેકનીશીયનો, પોલીસો, મ્યુનિસીપલ પાલિકાના દરેક વિભાગો, ટેલીફોન, ઈલેકટ્રીકસીટી, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડીયા વિ.ખડેપગે સેવાઓ આપી રહ્યા છે.
બહાર જવા આવવાની બદીને લીધે ફોન તથા મોબાઈલ સંપર્ક સેતુનું કામ કરી રહ્યો છે.એક યુવાનનો ફોન આવ્યો અને કહ્યું હું રાકેશ,મારા મોટાભાઈ સમીરભાઈ કોરોનાથી ખુબ ડરી ગયા છે.સરકાર તરફથી સુચવેલી દરેક વાતોનું પુરેપુરૂં પાલન કરી રહ્યા છે, અન્યો તરફથી મળતી સુચનાઓ પણ સ્વીકારી રહ્યા છે, તેમની સજાગતા સાથે ડર વધી રહ્યો છે.હું ભાઈને ફોન આપું તમે તેમની સાથે વાત કરશો ? મારા હા કહેતા તુરંતજ અવાજ આવ્યો,હાય સર, હું સમીર આમ તો હું ફીઝીકલી ફીટ છુ, મેન્ટલી સ્ટ્રોંગ છું, લાઈફના દરેક સ્ટેજમાંથી સકસેસફુલી આગળ વધ્યો છું.સોશીયલી પણ એકટીવ છું.છેલ્લા ૧ર-૧૩ દિવસથી ખુબ અપસેટ છું.મારા માટે તથા ફેમીલી માટે વધુ કોન્સીયસ થઈ ગયો છું.મેં પૂછયું શેના માટે ? જે વાત હોય તે સ્પષ્ટ કહો. જવાબ આપતાં સમીરભાઈએ કહ્યું, કોરોના એ જે કહેર વરસાવ્યો છે તેના સમાચારો આખો દિવસ સાંભળી,ટીવીમાં બધું જાેઈને હું ખુબ જ ડીસ્ટર્બ થઈ ગયો છુ, ડરી ગયો છું જેને લીધે મારૂં ખાવાપીવાનું ઘટી ગયું છે.ઉંઘમાં પણ એ જ વિચારો આવે છે, બોલતાં ઢીલા પડી,અટકી ગયા એટલે તેમના ભાઈ રાકેશે વાત આગળ વધારતાં કહ્યું સાહેબ આ કોરોનાએ અમારા ઘરના વાઘને બકરી બનાવી દીધો છે.સમય પ્રમાણે નિર્ણયો લઈ આગળ વધનાર સમીરભાઈને ‘કોરોના’ સિવાય કાંઈ દેખાતું નથી.કોરોનાથી બચવા ઘરની બહાર જતા નથી કે નથી અમને જવા દેતા.વારંવાર સાબુથી હાથ ધોવે છે, અને અમારા બધા પાસે ધોવરાવે છે.
ફ્રીજનું પાણી પીવા ટેવાયેલા વોર્મવોટર અથવા ઉકાળેલું જ પાણી પીવે છે.મેડીટેશન અને યોગા કરે છે આ બધું કર્યા પછી પણ કોરોના થવાનો ડર સતાવે છે. કોરોન્ટાઈન અને ડેથ થઈ જશે તો ફેમીલી કેવી રીતે સર્વાઈવ કરશે ? બાળકો ભણે છે વિ.વિ.તેમની ા બધી એકની એક વાતો સાંભળી હવે તો ઘરના બધાના મનોબળ તુટવા લાગ્યા છે.માટે ભાઈનું કાંઈક કરો સાહેબ રાકેશભાઈએ મનનો ઉભરો ઠાલવી મનોવ્યથા કહી, સમીરભાઈને ઝડપથી સારા કરવા જણાવ્યું.
સમીરભાઈના મનમાં ‘કોરોના’ નો ડર બેસી જવાનું મુખ્ય કારણ ‘કોરોના’ વિશેના સતત વિચારો, દુનિયાભરની દેશોની સ્થિતિ જાણવા ટેલીવીઝન પર આવતા સમાચારો અને પીડીતોની પીડાને પોતાની સમજી પીડાતા રહેવું તેમજ સોશ્યલ મીડીયામાં વાયરલ થતી સાચી ખોટી વાતો પોસ્ટો જાેઈને સતત સ્ટ્રેશ વધવો, ડર વધવો, આ બધી સમસ્યાઓમાંથી બહાર આવવા કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ દ્વારા કાઉન્સીલીંગ દ્વારા તેમની મનમાં રહેલા ખોટા વિચારો, તેનાથી પેદા થતો ડર અંગેના વિચારો અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર સમજાવી શરીર અને મનની શાંતિ મેળવવા શું કરવું જાેઈએ તે સમજાવી ટેલીફોન દ્વારા જ તેમની કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ કરતાં સેશનસ શરૂઆત ર-૩ દિવસ માટે દિવસમાં બે વાર શરૂ કરવામાં આવ્યા.માત્ર બે સેશન્સ માં જ તેમણે હળવા રીલેકસ થઈ ગયાનો અનુભવ થયો. તેમના મનમાં સતત ચાલતા નહીં દોડતા કોરોના અંગેના વિચારોની સ્પીડ ઘટવા લાગી. આગળ વધતા વાસ્તવિકતાઓને સમજવા અને સ્વીકારવા લાગ્યા, નોર્મલ થવા લાગ્યા.જીવન જીવવાની, આગળ વધવાની જીજીવિશા વધવા લાગી.સમાજ માટે કાંઈક કરવાની તત્પરતા ધીરે ધીરે વધવા લાગતી જાેઈ પરિવારના દરેક સભ્યોને લાગવા માંડયું કે, કોરોના સામેની લડાઈમાં હવે તેઓ ચોક્કસ જીતી જશે. રાકેશભાઈએ કહ્યું કે, મને લાગે છે કે, અમારા પરિવાર માથેથી મોટી ઘાત થઈ અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે બીજા થોડા દિવસની તમારી ટ્રીટમેન્ટ થકી તે પહેલાં કરતાં વધુ સ્વસ્થ થઈ જશે.
કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ દ્વારા દરેક જાતના માનસિક (સાયકોલોજીકલ) અને મનોશારીરિક સાયકોસોમેટીક સમસ્યાઓ, ડીપ્રેશન, સ્ટ્રેશ,દરેક જાતના ડર (ફોબીયા) માંથી મુકત થઈ શકાય છે તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના દરેક એકેડેમીક પ્રોબ્લેમ દૂર કરી યાદશક્તિ વધારવા, ઓછા સમયમાં વધુ અભ્યાસ કરવા વિગેરેમાં આશીર્વાદરૂપ સાબિત થાય છે.આ અંગેની વધુ માહિતી માટે વિના મૂલ્યે પ્રવચન નિર્દેશન યોજવા માટે,સેલ્ફ ઈપ્રુવીંગ સીડી ખરીદવા કે પ્રેકટીકલ ટ્રેનીંગ સાથે સેલ્ફ હિપ્નોટીઝમ શીખવા સંપર્ક કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.