ઓપરેશનના ડરને દૂર કરતી હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

પરિવર્તન એ જીવનનો ક્રમ છે.દરેકના જીવનમાં અવાર નવાર પરિવર્તનો આવતા હોય છે જે સામાન્ય હોય છે અને એટલે તે પરિવર્તનને માણતો સહજતાથી સ્વીકારી લે છે અથવા તો સ્વીકારી શકે છે પરંતુ જીવનમાં કયારેય ન વિચાર્યું હોય કે ન કલ્પના કરી હોય તેવા અચાનક આવી પડેલા પરિવર્તન,બદલાવને કારણે ઘણીવાર માણસો ગભરાઈ જાય છે,ડરી જાય છે,તેમની સમજણ જાણે થંભી અટકી જાય છે. એટલે કે માનસિક રીતે હચમચી (ડીસ્ટર્બ થઈ) જાય છે અને તેમના માથે આભ તૂટી પડયંુ હોય તેમ પત્તાના મહેલની જેમ ભાંગી પડે છે.
મોટા ભાગના દરેક માણસોના જીવનમાં નાના મોટા પરિવર્તનો, નાની મોટી સમસ્યાઓ કોઈને કોઈ રૂપે આવતી હોય છે.જેમાં બીઝનેસમાં મંદી, કોમ્પીટીશન,આર્થિક નુકશાન, સામાજીક સમસ્યાઓ,કુટુંબ, પરિવાર કે આપ્તજનની માંદગી,અકસ્માત કે મૃત્યુ જીવનમાં અશાંતિ લાવી જાય છે.ભોગ બનેલ વ્યક્તિ અને પરિવારના સભ્યોની મનોદશા બદલાઈ જાય છે, તો કયારેક કુદરત કે ભગવાન પરનો વિશ્વાસ ગુમાવી દે છે.જીવન જીવવાનો સહારો તૂટી જતાં જીવન બોજરૂપ અનુભવવા લાગે છે.આવી પરીસ્થિતિમાંથી બહાર લાવી સ્વસ્થ જીવન જીવવા પ્રેરણા અને બળ આપતી હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ માટે આવેલ યુવક અને તેના ઘરના સભ્યો પાસેથી વિગતો જાણીએ.
નક્કી થયેલ એપોઈન્ટમેન્ટ મુજબ એક પરિવારના ચાર સભ્યો આવ્યા.મારી સામેની ખુરશીમાં ગોઠવાતા ભાઈએ જણાવ્યું હું અનિકેત આ મારા ફાધર નવીનભાઈ જેમના માટે આવ્યા છીએ તે મારો નાનો ભાઈ રોહીત અને તેના વાઈફ સંજના.બધાની ઓળખાણ પુરી થતાં અનિકેતભાઈએ જણાવ્યું કે અમે જાેઈન્ટ ફેમીલીમાં રહીએ છીએ. બધાનો સારો મનમેળ છે,ડ્રાયફ્રુટની બે દુકાનો છે.ઉપરવાળાની દયાથી કામકાજ સારૂં છે.થોડા દિવસો પહેલાં રોહીતને અચાનક કમરથી સાધારણ ઉપરની બાજુ સખત દુઃખાવો ઉપડયો.એટલે પહેલાં એમ લાગ્યું કે સતત બેસી રહેવાને લીધે કમર અને આજુબાજુનો ભાગ જકડાઈ ગયો હશે. એટલે ઉભા થઈ થોડું ચાલવાનો પ્રયત્ન કર્યો એટલી વારમાં તો દુઃખાવો અસહ્ય થઈ જતા અમે સીધા અમારા ફેમીલી ડૉકટર પાસે ગયા.ડૉકટર સાહેબે રોહીતને તપાસી એક ઈંજેકશન આપ્યું.દવા આપી અને સોનોગ્રાફી કરાવવા માટેની ચિઠ્ઠી લખી આપી.દુઃખાવાનું અને સોનોગ્રાફી કરવાનું કારણ પુછતાં ડૉકટર સાહેબે કીડની સ્ટોનનો દુઃખાવો હોવાનું જણાવ્યું અને કહ્યું કે, સોનોગ્રાફીથી સ્ટોન કેટલા છે અને આગળ શું ટ્રીટમેન્ટ કરવી તે નક્કી કરવા સોનોગ્રાફી કરાવી લો અને તેનો રીપોર્ટ લઈ કાલે રાત્રે આવજાે તેમ જણાવ્યું. બીજે દિવસે સોનોગ્રાફી કરાવી રીપોર્ટ લઈ ફેમીલી ડૉકટરે જણાવ્યું કે, સ્ટોન મોટા છે, એટલે નાનકડી લેઝર સર્જરી કરાવવી પડશે.આ સામાન્ય સર્જરી છે.આટલું સાંભળતાં જ રોહીત સીરીયસ થઈ ગયો.ડૉકટર સાહેબે જણાવ્યું કે થોડા દિવસોમાં જ આ કામ કરી લેવું જાેઈએ જેથી વારે વારે દુઃખાવો સહન ન કરવો પડે.કયારે સર્જરી કરાવવી છે તે વિચારી લો એટલે આપણે મોટા ડૉકટર સાહેબની એપોઈન્ટમેન્ટ લઈ તેમને બતાવી દઈએ અને લેઝર સર્જરી માટેનો ટાઈમ પણ લઈ લઈએ.ડૉકટર સાહેબની આખી વાત સાંભળી રોહીતના મોતીયા મરી ગયા.હોસ્પિટલમાં દાખલ થવાની વાત જ તેના માટે બહુ મોટી હતી.તેમાંય સર્જરી (ઓપરેશન) શબ્દથી જ તે ડરતો હતો.એટલે તેણે ડૉકટરસાહેબને કહ્યું, સાહેબ મને બે ત્રણ ઈંજેકશનો વધારે આપો, દવા પણ તમે જેટલી આપશો તેટલી તમે કહેશો તે પ્રમાણે ટાઈમસર લઈશ,દવા ઈંજેકશન ભલે થોડા દિવસ વધારે લેવા પડે પણ મારે ઓપરેશન (લેઝર સર્જરી)નથી કરાવતી.અનિકેતે ડૉકટર સાહેબને કહ્યું કે લેઝર સર્જરી કયારે થઈ શકે તેમ છે તે તમે જાણી રાખજાે.હું તમને ફોન કરી જાણી લઈશ.
રોહીતની કીડની સ્ટોનની લેઝર સર્જરીની વાત ઘરના બધા સભ્યો સાથે થઈ.ઘરના બધાએ રોહીતને ખુબ સમજાવ્યો પણ રોહીત કોઈની વાત સાંભળવા તૈયાર ન હતો. રોહીતના સાસરે આ સમાચાર મળતા તે બધાએ આવી પ્રયત્નો કર્યા પણ રોહીત એકનો બે ન થયો.એટલામાં રોહીતના સાઢુને અમારી સારવાર પદ્ધતિ યાદ આવતાં તેમણે જ અમારી એપોઈન્ટમેન્ટ લઈ આ પરિવારને અમારી પાસે મોકલ્યો.રોહીતની ઉપરોકત બધી વાતો જાણી અમે હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ વિશે વિગતવાર જણાવ્યું અને રોહીતને સમજાવ્યું કે હિપ્નોથેરાપીના સીટીગ્સ થકી આત્મવિશ્વાસ વધારી જીવનના દરેક ફીલ્ડમાં આગળ વધી શકાય.માનસિક શક્તિઓનો વિકાસ કરી રોજીંદા જીવનના દરેક કામ ઝડપ, ઉત્સાહ અને એકાગ્રતાપૂર્વક કરી શકશો વિ.ઉપરાંત તમારા મનમાં રહેલા દરેક ખોટા ડર દૂર કરી શકાય.પાંચ સાત મીનીટની ચર્ચા પછી રોહીત હિપ્નોેથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ દ્વારા અપાતી સારવાર જેને અમે સીટીંગ કહીએ છીએ તે લેવા તૈયારી બતાવી.
બીજા દિવસે સવારે રોહીતભાઈ તેમના વાઈફ સાથે આવ્યા.રોહીતભાઈ હિપ્નોથેરાપી માટે ઉતાવળા હતા પણ કીડની સ્ટોનની લેઝર સર્જરીનો ડર ચોવીસે કલાક તેમને સતાવતો હતો અને છેલ્લા ૪-પ દિવસથી તો તેમની ઊંઘ ઉડી ગઈ છે.રાત્રે ઉંઘ આવ્યા પછી થોડી વારમાં ઝબકીને જાગી જાય છે.પછી બહુ વારે પાછી ઉંઘ આવે છે. પહેલાં કરતાં ખોરાક પણ ઘટી ગયો છે અને હમણાં વાતે વાતે ગુસ્સે થઈ જાય છે સાહેબ આ બધા માટે પણ જાે કાંઈ થતું હોય તો તેની ટ્રીટમેન્ટ પણ કરજાે તેમ રોહીતભાઈની વાઈફ સંજનાએ જણાવ્યું.
હીપ્નોથેરાપીની આ સારવાર અંગેની વિગતવાર માહિતીઓ આપી તેમના મનમાં જાે કોઈ પ્રશ્ન હોય, કોઈ શંકા હોય કે અન્ય કાંઈ પણ પુછવું હોય તો પુછવા જણાવ્યું. એટલે તે બંનેએ જલદી બધું બરાબર થઈ જાય તેમ કરી દેવા જણાવ્યું.
રોહીતભાઈની હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ દ્વારા અપાતી સારવાર શરૂ કરી સૌ પ્રથમ તેમની ઉંઘ અને તેમની ખાવા પીવાની રૂચિ વધારી.શરીર અને મનને શાંત કરવામાં આવ્યું.ફકત ત્રણ સીટીંગમાં રોહીતભાઈની ઉંઘ સામાન્ય થઈ ગઈ.પહેલાં જેમ પુરતું જમવા લાગ્યા. સાથે મન શાંત થતા ગુસ્સો પણ ગાયબ થવા લાગ્યો.ફકત ત્રણ દિવસમાં આટલા પરીવર્તનો આવતા આ સારવાર પદ્ધતિ પરનો તેમનો વિશ્વાસ ખુબ વધી ગયો.ત્યાર પછીની પાંચ સીટીંગમાં તેમનો ઓપરેશન (સર્જરી) નો ડર દુર થઈ ગયો. હવે તેમની સેલ્ફ કોન્ફીડન્સ,તેમની ક્રીયેટીવીટી, માનસિક શક્તિઓ અને જીવનમાં આગળ વધવાનો ઉત્સાહ વધી જતાં બરાબર આઠ દિવસ પછી જીવનમાં આગળ વધવાનો ઉત્સાહ વધી જતાં બરાબર આઠ દિવસ પછી રોહીતભાઈ એકલા ફેમીલી ડૉકટર સાથે મોટા ડૉકટર સાહેબ પાસે ગયા અને બે દિવસ પછીની તેમની લેઝર સર્જરી નક્કી કરી આવ્યો આ વાતની જાણ તેમણે જયારે પરિવારને કરી ત્યારે કોઈ આ વાત માનવા તૈયાર ન હતું એટલે તેમના પિતાશ્રી નવીનભાઈએ તેમના ફેમીલી ડૉકટરને ફોન કરી કન્ફર્મ કર્યું ત્યારે ઘરના સભ્યોએ આ શ્રેય અમને અને અમારી સારવાર પદ્ધતિને આપી.આવો ચમત્કાર કહી શકાય તેવું પરિવર્તન લાવી આપવા બદલ આભાર વ્યકત કય


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.