હિપ્નોથેરાપી અપનાવો..ડીપ્રેશન ભગાવો…

સંજીવની
સંજીવની 34

ડિપ્રેશન એ આજના જમાનાની એક અતિ સામાન્ય બિમારી છે જે આજના સમયની સમસ્યા બની ગઈ છે. જે ગમે તેને ગમે ત્યારે દઝાડી શકે છે, બળીને રાખ કરી શકે છે.સામાન્ય માણસના જીવનને ધુળધાણી કરી નાખે છે.રોજબરોજ ડિપ્રેશનનું પ્રમાણ વધતું જાય છે અને હવે તો તેને ઉંમરનો પણ કોઈ બાધ નથી નડતો. આપણે જાણીએ છીએ કે ડિપ્રેશન હવે વિદ્યાર્થીઓમાં પણ જાવા મળે છે, એમ લાગે છે કે વિજ્ઞાન જેમ આગળ વધે છે તેમ નીત નવા રોગ પણ આગળ વધે છે. પહેલા જેના નામ પણ કયારેય નહોતા સાંભળ્યા તેવા નીત નવા રોગો જાણે કીડીયારાની જેમ ઉભરાઈ રહ્યા છે. ડાકટરો વધ્યા, રોગ વધ્યા અને સાથે રોગ થવા માટેના કારણો પણ વધ્યા.આ બધાનું એક કારણ એવું પણ લાગે છે કે આજન
ા દરેક અથવા તો મોટા ભાગના બાળકો, માણસોની વિચારધારા બદલાઈ ગઈ છે. નેગેટીવ થઈ ગઈ છે.આ નેગેટીવીટી માણસને પાછો પાડવામાં અગત્યનો રોલ ભજવે છે.આત્મવિશ્વાસ અને ધીરજ ગુમાવી બેઠા છે અને દરેકની સહનશÂક્ત તો જાણે કયાં જતી રહી છે તે ખબર સુધ્ધાં નથી પડતી. આવી અનેક નાની મોટી બાબતો આજના માનવને ડિપ્રેશન કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
એક સુખી સંસ્કારી પરિવારના આધારસ્તંભ સમા સોનલબેન અને તેમના પતિ સુરેન્દ્રભાઈ તેમના પુત્ર-પુત્રવધુ, દિકરી અને એક નાનકડા પૌત્ર સાથે તેમના નંદનવન સમા હર્યાભર્યા ઘરમાં રહેતા.ઘરના દરેક સભ્યોનો એકબીજા માટેનો પ્રેમ અને અતૂટ વિશ્વાસે સૌને એકબીજા સાથે બાંધ્યા હતા.ઘરના દરેક સભ્યો પોતાના દરેક કામ તો કરતા અને એકબીજાને દરેક કામમાં સહાયરૂપ થતા.એટલે જ આ પરિવાર તેમની સોસાયટી, કુટુંબ અને સમાજમાં એક અનોખું સ્થાન ધરાવતો હતો.
સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે સોનલબેનનું યોગદાન પ્રશંસનીય હતું. ઘરની અને બહારની અલગ અલગ પ્રવૃત્તિઓમાં સતત રચ્યાપચ્યા રહેતા.સોનલબેન બેચેન થવા લાગ્યા.તેમણે જાણે ગભરાટ થવા લાગ્યો.કદાચ કોઈ બીક લાગવા માંડી.આવું કાંઈપણ થવા માટેના કોઈ કારણો નબદલાવ કેમ આવ્યો ? તે કોઈને સમજાતું ન હતું. તેમના ડાકટર સાહેબને પણ સોનલબેને વિચારતા કરી દીધા.ડાકટર સાહેબે સોનલબેન તેમના હસબન્ડ સુરેન્દ્રભાઈ તેમના સન વિગેરે ઘરના દરેક સાથે વાતચીત કરી સોનલબેનની આ માનસિક સ્થિતિ થવા પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો પણ એવી કોઈ વાત સામે ન આવી જે સારવારમાં મદદરૂપ થઈ શકે.
ડાકટર સાહેબ તરફથી આપવામાં આવતી દવાઓ સોનલબેન રેગ્યુલર લેતા અને કોઈ દવા લેવાની રહી ન જાય તેનું ઘરના સર્વે ધ્યાન રાખતા તેમ છતાં ખાસ સુધારો ન જણાતાં મોટા ડાકટર સાહેબની સલાહ લીધી. તેમણે દવાઓ બદલી આ દિવસોમાં જ સુરેન્દ્રભાઈને કોઈ પાસેથી અમારૂં બ્રોચર મળ્યું જે તેમણે વાંચ્યું અને અમારો કોન્ટેકટ કર્યો અને સોનલબેન માટે એપોઈન્ટમેન્ટ લીધી.એપોઈન્ટમેન્ટ મુજબ સુરેન્દ્રભાઈ તેમના વાઈફ સોનલબેનને લઈને આવ્યા અને અમારો પરિચય આપ્યો. દેખાવે સોનલબેન તંદુરસ્ત દેખાતા, એક નજરે તેમને જાઈને કોઈને આઈડિયા પણ ન આવે કે તે કેવી તકલીફો ભોગવી રહ્યા છે.સુરેન્દ્રભાઈ અને સોનલબેને વિગતો જણાવી.તેમાં ઉમેરતા સોનલબેને કહ્યું કે, હવે પહેલા કરતાં વધુ બેચેની લાગે છે, ખબર નથી પડતી પણ આખો વખત જાણે ડર લાગે છે. શું કરવું-શું ન કરવું તે સમજાતું નથી અને કંઈ ગમતું નથી. સુરેન્દ્રભાઈ અને સોનલબેનની વાતો સાંભળી તેમને હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ વિશેની વિગતવાર માહિતીઓ આપી.પંદર દિવસ ચાલનારી આ ટ્રીટમેન્ટ દરમ્યાન દર પાંચ દિવસે પેશન્ટે તેમનો પ્રોગ્રેશ રીપોર્ટ આપવો, નિયમિતતા અને આપવામાં આવતા સજેશનોનો શકય તેટલો પુરો અમલ કરવા સમજાવી સોનલબેનની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.