ગાયનું દૂધ-સગર્ભાનું અમૃત

સંજીવની
સંજીવની 36

આયુર્વેદ માં જ્યાં ને જ્યારે દૂધ શબ્દ નો ઉપયોગ થાયછે ત્યાં ને ત્યારે ગાયનું દૂધ જ સમજવું. આપણા ઋષીઓ તો દરરોજ સવાર ની પ્રાર્થના માં ગાય ની મધ્ય માં જ રહેવાની માગણી કરેછે. આજે પણ ખેડૂતો ગાય તો પોતાના ખેતર માં રાખેછે છતાં પણ બીમાર ને નબળી બુદ્ધી ના બાળકો ને યુવાનો કેમ પેદા થાયછે?
કારણકે…. હવે પશુપાલક હિરણ્યકશિપુ કે હિરણ્યાક્ષ બનીને સંકર કે એચ.એફ ગાયો વધુ રાખેછે કે જે કેન્સર ને નબળાઈ નું કારણ છે. સમાજ જ્યારે સ્વાર્થી, ભોગલંપટ ને હિરણ્યાક્ષ બને તો પછી ખેડૂત કેમ ના બને?.. જે ગાય ભારતીય નથી તે ગાય જ નથી. તેને કદાચ કાઉ કહી શકાય. ગાય નું અંગ્રેજી ય્છછરૂ થાય. કાઉ એટલે ગાય જેવું પ્રાણી. જેમકે નીલગાય તે ગાય નથી. તે ગાય જેવું એક પ્રાણી છે.
આવી આપણી કાંકરેજી કે ગીર ગાય નું દૂધ જે સગર્ભા બેન પીએછે તેનું બાળક બળ, બુદ્ધિ, સૌંદર્ય ને રોગ પ્રતિકાર શક્તિ માં શ્રેષ્ઠ હોયછે. ભેંસ નું દૂધ પીનાર નું બાળક વજનદાર, સ્થૂળ, વધુ ચરબી ધરાવનાર કે બળવાન હોઈ શકે.. પરંતુ ગાય નું દૂધ પીનાર નું બાળક નીરોગી, બુદ્ધિશાળી ને તેજસ્વી હોયછે.

જે ગાય તડકો ખમતી હોય ને ખેતર નો ચારો ખાતી હોય તે ગાય નું દૂધ સુવર્ણ જેવું પીળાશ પડતું હોયછે. એક એવું સંશોધન થયું છે કે ૬૦ લીટર ગાય ના દૂધ માં એક ગ્રામ સુવર્ણ ની માત્ર સમાન ગુણ ને શક્તિ હોયછે.
આયુર્વેદ માં સુવર્ણભસ્મ નો ઘણોજ ઉપયોગ થાયછે. સુવર્ણભસ્મ રોગપ્રતિકાર શક્તિ વધારનાર, હૃદય ને બળ આપનાર, સાતેય ધાતુઓ વધારનાર, અનુપાન ના આધારે ત્રણેય દોષ ને દૂર કરનાર, યાદશક્તિ વધારે, આયુષ્ય વધારે, હૃદય ને ફેફસા ના તમામ દર્દ દૂર કરે ને સાંધાના દર્દ મટાડવામાં મદદરૂપ સુવર્ણ છે.

ગાયનું દૂધ જો સગર્ભાબેન નિયમિત પીએછે તો સુવર્ણ ના તમામ લાભ ને દૂધના લાભ તેને અને તેના બાળકને અવશ્ય મળે જ છે. જેમકે.. ગાયના દૂધ થી આંખ, વાળ, દાંત, હાડકાં ને સાતેય ધાતુઓ સ્વસ્થ રહેછે ને ઓજ માં વધારો થાયછે.

સગર્ભાવસ્થાના પ્રથમ માસમાં ગર્ભ કલલ સ્વરૂપ નો હોયછે ત્યારે તેનો વિકાસ દૂધ થી જ થાયછે. સગર્ભાના દોઢ થી અઢી મહિના એટલે પુંસવનના મહિના. આ દિવસોમાં બાળકમાં પૌરુષના ગુણો- શૌર્ય, તેજ, પરાક્રમ માં ઉમેરો થાયછે. સુવર્ણના સેવનથી પણ આ જ ગુણોમાં વધારો થાયછે. તેથી આ દિવસોમાં સોનામાં સુગંધ ભળે તેમ સુવર્ણને તપાવીને દૂધ માં છમકારીને એક મહિના સુધી પીવું જોઈએ.
સગર્ભાના અઢી થી ત્રણ મહિનામાં બાળકના સૌંદર્યમાં વધારો થાયછે. સૌંદર્ય તો ગાયના દૂધ થી જ મળેને !! ભેંસ તો પાણી ને કાદવમાં જ વધુ રહેછે જ્યારે ગાય ને તો સ્વચ્છતા ને ખુલ્લી જગ્યા જ વધુ પ્રિય તેથી ગાય થી જ સૌંદર્ય માં વધારો થાય તે સહજ છે.
તેવી જ રીતે સગર્ભાના ચોથા મહિનામાં હૃદય, પાંચમાં માં મન, છઠ્ઠા માં બળ, બુદ્ધિમાં વધારો થાયછે. હૃદય, મન અને બુદ્ધિ માટે તો ઓજ, તેજ, લઘુતા ને પાચનના ગુણ જોઈએ જે ગાયના દૂધ માં જ છે. ગાયનું દૂધ હૃદય ને બળ આપનાર, યાદશક્તિ વધારનાર ને બુદ્ધિ- પ્રભા ચમકાવનાર છે.

સાતમાં મહિનામાં બાળકનો સર્વાંગી વિકાસ થાયછે તેથી સાતમાં માં અસ્થિ ધાતુના પોષણને માટે સૌથીવધુ જરૂર દૂધ ની છે. આઠમા મહિનામાં ઓજ નું માતા ને બાળક માં આવાગમન થાયછે. તેથી ઓજ વધે તેવો આહાર ને વિચાર ખૂબજ જરૂરી છે. ગાયનું દૂધ એ ઓજ વધારવામાં ઉત્તમ છે અને નવમા મહિનામાં સુખપૂર્વક પ્રસુતિ થાય તે માટે સર ને અનુલોમન કરનાર શ્રેષ્ઠ એવું ગાયનું દૂધ ને ગાયનું ઘી વધુ ને વધુ લેવું જરૂરી છે.
પ્રસુતિ પછી પછી બાળક ને માટે સૌથી વધુ આવશ્યક છે ધાવણ. જો સગર્ભાવસ્થા માં દૂધ વધુ પીધું હશે તો જ બાળક ને વધુ ને સારું ધાવણ મળશે.

તેથી ભવ્ય, તેજસ્વી, નીરોગી ને સૌંદર્યવાન ભાવિ ભારત ને માટે સગર્ભા બેને ગાયનું દૂધ ને ગાયનું ઘી નો ખોરાક વધુ રાખીને તથા દહીં, નમક, જંકફૂડ જેવા ખોરાક થી દૂર રહેવું જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.