આત્મહત્યા કાયરતાની નિશાની છે

સંજીવની
સંજીવની 16

માનવજાતિને, જીવને સૃષ્ટીના સર્વોત્તમ જીવ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે કુદરત માનવજાત પર જેટલી મહેરબાન છે તેટલી બીજા કોઈપણ જીવ માટે કયારેય મહેરબાન નથી રહી.સૃષ્ટી પરના તમામ જીવોમાં જા કોઈએ પ્રગતિ કરી છે તો તે ફકત માનવ જાતિએ જ કરી છે. એટલું જ નહીં સામાન્ય માણસોના મનમાં ધન આવે તેવી કલ્પનાઓનેસાકાર કરી અનેક સિદ્ધિઓ મેળવી છે. જેને લીધે રહેણીકરણી, બોલચાલ, કપડાં, ટેકનોલોજી તથા અન્ય અનેક બાબતોમાં પરિવર્તન લાવી ચૂકયા છીએ.માનવીએ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે તેની સાથે સાથે અધોગતિ પણ કરી રહ્યા છે. માનવી સિવાય બીજા કોઈ જીવો નથી કરતા તે આત્મહત્યા, સુસાઈડ તરફ માનવીએ દોડ શરૂ કરી હોય તેવું લાગે છે. જાકે દરેક માણસોના આત્મહત્યા કરવા માટેના કારણો અને આત્મહત્યા કરવાની રીત અલગ અલગ છે અને હોય તે સ્વાભાવિક છે પણ આત્મહત્યા કરવા પાછળનું મુખ્ય કારણ આત્મવિશ્વાસનો અભાવ, પોતાની કેપેસીટી અને કેપેબીલીટી પરનો અવિશ્વાસ,આજના માણસોની સહનશક્ત અને ધીરજ જાણે રોજ ખુટતી જાય છે. જેને લીધે પોતાના પરનો કાબુ ગુમાવી દે છે જેને લીધે તે માનસીક રીતે અસ્વસ્થ ડીસ્ટર્બ થઈ જતાં પોતાના પરનો કાબુ ગુમાવતા ગમે તેવા ખોટા નિર્ણયો લઈ તેનો અમલ કરે છે.
વધતા જતા આત્મહત્યાના કિસ્સાઓ આજના જમાનાની એક મોટી સમસ્યા છે. કેમ કે દર વર્ષે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. એક જમાનામાં મોટા એટલે કે ઉંમરલાયક લોકો જેમહારોગથી પીડાતા હોય તેવા દર્દીઓ જીવન ટુકાવી દર્દમાંથી મુક્ત મેળવવા આત્મહત્યાનો વિચાર કરતા.જ્યારે આજે બાળકો, વિદ્યાર્થીઓ પણ વિવિધ કારણો માટે ‘આત્મહત્યા’ નો શોર્ટકટ તરીકે અપનાવે છે. જેની જાણકારી આપણને લોકમુખે ન્યુઝપેપર કે ન્યુઝ ચેનલો થકી અવારનવાર કે નિયમિત રીતે જાણવા મળે છે.
આજકાલ થતી વિદ્યાર્થીઓ અને મોટેરાઓની અમુક આત્મહત્યા પાછળ એવા નજીવા કારણો હોય છે. જે માનવામાં ન આવી શકે છતાં એવા નાના કારણો પર વિવાહ કરી અથવા વધુ પડતા વિચારો કરી તે વાતને જરૂર કરતાં અનેકગણું મોટું રૂપ અને મહત્વ આપી જે વાતનું કોઈ ઈપોર્ટન્ટ નથી તે વાત સાથે પ્રેસ્ટીજ ઈશ્યુ બનાવી તેને ખતરનાક રૂપ આપવામાં આવે છે. જેને આપણે બધા ‘આત્મહત્યા’ ના નામથી ઓળખીએ છીએ.
આત્મહત્યા વિશેની આ માહિતી કદાચ આશ્ચર્યજનક લાગશે પણ આ જ હકીકત છે. આત્મહત્યાને લીધે દુનિયામાં દર ૪૦ સેકન્ડે એક માણસ મૃત્યુ પામે છે. દર ત્રણ સેકંડે આત્મહત્યાનો એક પ્રયત્ન થાય છે, અર્થાત બીજી દરેક ઘટનામાં મૃત્યુ પામનાર કરતાં આત્મહત્યા કરી મૃત્યુ પામનારની સંખ્યા ખુબ વધારે છે.આ આંકડાઓ દર્શાવે છે કે આપણો સમાજ, આપણું યુવાન, આપણો દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે.કોઈપણ પ્રકારે આત્મહત્યા કરવાનું કારણ નિરાશા છે. પહેલા દશ રોગોમાં નિરાશા ચોથા નંબરે છે. જા આને કંટ્રોલ કરવામાં નહીં આવે તો ર૦ર૦ સુધીમાં તે બીજાનંબરે પહોંચી જશે.
આ ‘નિરાશા’ માંથી બહાર આવવા, બચવા કે કયારેય કોઈપણ વાતે નિરાશ થવા છતાં માનસિક સમતુલન જળવાઈ રહે,તેના માટે સીકસ્થ સેન્સ રીસર્ચ એસોસીએશન એન્ડ હોલીસ્ટીક મેડીસીન તરફથી સેલ્ફ હીપ્નોટીઝમનો બે દિવસીયપ્રેકટીકલ ટ્રેનીંગ આપતા વર્કશોપ એરેન્જ કરી. તેની પ્રેકટીસ કરતા નિરાશા અને દરેક પ્રસંગે માનસિક સમતુલન જાળવી શકાય અથવા જે નિરાશાવાદી હોય તેમને માટે કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની સીટીંગ અને અમુક કેસમાં સાથે હોમિયોપેથી મેડીસીન આશીર્વાદ રૂપ સાબીત થઈ શકે છે. આ બંને સારવારોનો સૌથી મોટો ફાયદો એ છે કે આમાંથી કોઈની આડ અસર નથી થતી.હવે આત્મહત્યાના કિસ્સાઓ તરફ નજર નાખીએ.હાઈસ્કૂલમાં ભણતી વર્ષા વિશ્વાસ નિકમ ૧૭ વર્ષ ઘરમાં એકલી હતીત્યારે હુકમાં દોરી ભરાવી ફાંસી ખાધી.જાણવા મળ્યા મુજબ તે ૧૧મા હતી અંગ્રેજી તેને અઘરુ લાગતું હતું જેને લીધે તેણે આત્મહત્યા કરી હશે.બે બહેનો એક ૧૦-૧૧ વર્ષની અને મોટી ૧પ વર્ષ આસપાસ ટીવી ચેનલ બદલવા બાબત બે બહેનોમાં ઝગડો થયો. મોટીબહેને રીમોટ માગ્યું ચેનલ બદલવા માટે, નાનીએ ચેનલ બદલાવાની અને રીમોટ આપવાની ના પાડતા મોટી બહેને તેની રૂમમાં જઈ આત્મહત્યા કરી.
ફાર્મસી કોલેજમાં ભણતી ૧૮ વર્ષની છોકરી સીનીયરો અને એક ફેકલ્ટી મેમ્બર દ્વારા રેગીંગનો ભોગ બની એટલે આત્મહત્યા કરી તે પણ પોતાના ઘરમાં, સુસાઈડ નોટમાં તેણે લખ્યું હતું કે,એડમીશન પછી ચાર સ્ટુડન્ટ અને એક ફેકલ્ટી મેમ્બર રેગીંગ કરતા હતા. તેમણે ધમકી પણ આપી હતી કે જા તેમનું કહ્યું ન કર્યું તો તેજાબ ફેંકશે કે રેપ કરશે. સુસાઈડ નોટમાં પાંચેયના નામ લખ્યા હતા એટલે પોલીસે તરત બધાને એરેસ્ટ કર્યા.
અંતુકુંભાર ૪પ વર્ષ અનેક દિવસોથી મુળ વ્યાધિની તકલીફ હતી. અનેક જાતની ટ્રીટમેન્ટો કરવા છતાં ફાયદો ન હતો, રોજ તકલીફ વધતી જતી એટલે બપોર જયારે ઘરે કોઈ ન હતું ત્યારે બાથરૂમમાં ગળફાંસો ખાઈ આત્મહત્યા કરી.
સોમનાથ મહાદેવ ર૭ વર્ષ જેના વર્ષ પહેલા લગ્ન થયા હતા.કોઈ વાતે બે જણામાં ઝગડો થતાં ચાર મહીનાથી તેની વાઈફ પીયર જતી રહી હતી. અનેક વાર તેને રીકવેસ્ટ કરવા છતાં તે પાછી ન આવતા આત્મહત્યા કરી જ્યાં પ્રકાશ રપ વર્ષની પરીણીતાનો પતિ કોઈ કારણથી ત્રાસ આપતો હતો એટલે કેરોસીન શરીર પર નાખી આત્મહત્યા કરવા પોતાને સળગાવી તેમાં ૭૦ ટકા દાઝી ગઈ હતી.જેને હોÂસ્પટલમાં દાખલ કરી જયાં તે મૃત્યુ પામી.એક ૧પ વર્ષના વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં નાપાસ થવાની બીકે આત્મહત્યા કરી, રીઝલ્ટ આવતા જાણવા મળ્યું કે, તે દરેક વિષયોમાં સારા માર્કસ સાથે પાસ થયો હતો.
કિશોર મધુકરે પર વર્ષ, બીમારીથી કંટાળી બારીના સળિયામાં નાયલોન દોરીથી આત્મહત્યા કરી.
કપિલદેવ રોય ર૦ વર્ષ બાળપણથી બ્લડ કેન્સર, જેની ટ્રીટમેન્ટ માટે ૧ ઓકટો.૧૩ ના રોજ ટાટા મેમોરીયલ હોÂસ્પટલ મુંબઈમાં દાખલ કર્યો. તેના મામા રીંકુ રોય તેની સાથે હતા. રાત્રે ૮ વાગ્યે કપીલ જમ્યો. રાત્રે બાથરૂમમાં ગયો અને બહાર ન આવ્યો એટલે મામાએ ગોતવા, શોધવાનું શરૂ કરતાં બાથરૂમમાં ગળે ફાંસો ખાધેલી સ્થિતિમાં મળ્યો.આત્મહત્યા કરતાં પહેલાં તેણે લખેલી કોઈ ચિઠ્ઠી નથી મળી.પણ બ્લડ કેન્સરથી કંટાળીને આત્મહત્યા કરી હશે તેમ માનવામાં આવે છે.(ક્રમશઃ)હીપ્નોટીઝમ અંગેની કોઈપણ પ્રકારની જાણકારી માટે કે ઉપરોકત કોપણ આયોજન માટે આપ અમારોસંપર્ક કરી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.