
પેપરલીકની હકીકતનું શ્વેત પત્ર જાહેર કરી સ્પેશિયલ કોર્ટની રચના માટે માગ
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલ કોંગ્રેસ અગ્રણી કમલેશભાઈ પટેલ, નીતિનભાઈ સાધુ વગેરેએ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે વારંવાર પેપર લીકની ઘટનાઓને પગલે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવેની મોટી મોટી વાતો કરતી સરકારે ચમરબંધીને પકડવામાં નિષ્ફળ નીવડી છે હજારો યુવકો લાંબા સમયથી ઉજ્જવળ ભવિષ્ય-આર્થિક ઉત્થાન માટે પોતાના ઘરથી દૂર રહી ક્લાસીસ ,જમવા, રહેવા પાછળ ખૂબ ખર્ચ કરે છે અને વારંવાર પેપર લીક ને કારણે રદ થતી પરીક્ષાઓને પગલે જરૂરિયાત મંદ બેરોજગાર યુવાનોના પૈસાનો ખર્ચ પણ વ્યર્થ જાય છે
પંચાયત સેવા પસંદગી મંડળ ફક્ત ભ્રષ્ટાચારીઓ માટે જ કામ કરતું હોય તેવું જણાઈ રહ્યું છે પેપર ફૂટ્યાનું સ્વીકાર્યા બાદ પણ નાની-નાની માછલીઓ પકડી કરવામાં આવી રહી છે સરકારને પોતાના પ્રિન્ટિંગ પ્રેસ પર પણ વિશ્વાસ નથી એવું જણાઈ રહ્યું છે તેમણે માંગ કરી હતી કે વારંવાર પેપર ફૂટવાની હકીકત દર્શાવતું શ્વેત પત્ર રજૂ કરવામાં આવે તથા પેપર ફૂટવાના તમામ કેસ માટે સ્પેશિયલ કોર્ટની રચના કરી એક વર્ષમાં ટ્રાયલ પૂરો કરવામાં આવે અને નિષ્પક્ષ એસઆઈટી દ્વારા તપાસ થાય તથા સ્પર્ધાત્મક પરીક્ષાની ફોર્મ ફી નાબૂદ કરી પરીક્ષાના કોલલેટરને રેલવે બસમાં નિશુલ્ક પરિવહનનો પાસ ગણવામાં આવે તેવી માગ કરાઈ હતી.